ટ્રેનમાં WhatsAppથી ભોજન કરો ઓર્ડર, આ છે સરળ રીત

By Gizbot Bureau
|

ભારતમાં રેલવે મુસાફરીનું સૌથી સસ્તું માધ્યમ છે. ભારતીયો જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી છે, ત્યારે ગેમ્સ રમવાથી લઈને ભોજનની પણ જ્યાફત ઉડાવે છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો હવે ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન વ્હોટ્સએપથી ભોજન ઓર્ડર કરી શકો છો. AI- બેઝ્ડ કન્વર્ઝેશન સર્વિસ પ્રોવાઈડર Jio Haptik Technologies અને Zoop ભારતીય ભોજન અને પર્યટન નિગમની ટ્રેનમાં મીલ ડિસ્ટ્રિબ્યુશન માટે પાર્ટનર છે. તમે આ એપની મદદથી ચાલુ ટ્રેનમાં પોતાના પરિવાર માટે સ્વાદિષ્ટ ભોજન ઓર્ડર કરી શકો છો.

ટ્રેનમાં WhatsAppથી ભોજન કરો ઓર્ડર, આ છે સરળ રીત

વ્હોટ્સ એપ બેઝ્ડ સેલ્ફ સર્વિસ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ મુસાફરોને ભોજન માટેનો ઓર્ડર આપવા ઉપરાંત રિયલ ટાઈમ ઓર્ડર ટ્રેકિંગ, ફીડબેક અને સપોર્ટની સાથે છેક ટ્રેનમાં તમારી સીટ સુધી ડિલિવરી કરવાની સુવિધા આપે છે.

મુસાફરો ટ્રેનના સ્ટોપેજને આધારે સિલેક્ટેડ રેસ્ટોરન્ટમાંથી ભોજન ઓર્ડર કરવા માટે પોતાના PNR નંબરનો ઉપયોગ કરી શકે છે. એકવાર તમે ઓર્ડર કરી દેશો, પછી તમને છેક તમારી સીટ પર ફૂડ ડિલિવરી મળી જશે અને સાથે જ તમે તમારો ઓર્ડર ટ્રેક પણ કરી શક્શો. વ્હોટ્સએપના ઉપયોગથી ગ્રાહકો માટે ભોજન ઓર્ડર કરવું વધુ સરળ બન્યું છે.

વ્હોટ્સ એપ દ્વારા ચાલુ ટ્રેનમાંથી ભોજન ઓર્ડર કરવા માટે તમારે સાવ સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. અમે તમને આ આખી પ્રોસેસના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.

1. સૌથી પહેલા તમારે પોતાના મોબાઈલમાં Zoop WhatsApp Chatbotનો નંબર 79420 62070 સેવ કરવાનો રહેશે.

2. બાદમાં તમારે તમારા વ્હોટ્સ એપમાં આ ચેટબોટનું મેસેન્જર ખોલવાનું રહેશે.

3. અહીં તમારે તમારો 10 આંકડાનો PNR નંબર ટાઈપ કરવાનો છે.

4. એકવાર તમે તમારો નંબર સેન્ડ કરશો, એટલે Zoop તમારી ડિટેઈલ્સ વેરિફાઈ કરશે. હવે તમારે અપકમિંગ સ્ટેશન સિલેક્ટ કરવાનું છે.

5. Zoop Chatbot હવે તમને આ સ્ટેશનની આસપાસના રેસ્ટોરન્ટના ઓપ્શન્સ આપશે, જ્યાંથી તમે ફૂડ આઈટમ સિલેક્ટ કરી શકો છો. અહીં તમને પેમેન્ટ મોડ પણ મળશે.

6. ભોજન ઓર્ડર કર્યા બાદ અને ટ્રાન્ઝેક્શન પુરુ થયા બાદ તમે આ ચેટબોટથી જ ઓર્ડર ટ્રેક પણ કરી શકો છો.

Zoop પોતાના ઈ-કેટરિંગ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ફૂડ એગ્રીગેટર તરીકે IRCTC દ્વારા અપ્રૂવ્ડ છે. ઝૂપનો ટાર્ગેટ ભારતીય રેલવેમાં મુસાફરીના અનુભવને વધુ શાનદાર બનાવવાનો છે.

ઈન્ડિયન રેલવે એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એક જાહેર ક્ષેત્રનું એન્ટરપ્રાઈઝ છે, જે ભારતીય રેલવે માટે ટિકિટિંગ, ભોજન અને પ્રવાસને લગતી સર્વિસ પૂરી પાડે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Order Food on Train Through WhatsApp Know the Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X