Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PDF ફાઈલ છે પાસવર્ડ પ્રોટેક્ટેડ? તો સરળ રીતે કરો ઓપન
ઘણી PDF ફાઈલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. જ્યારે આપણે આવી ફાઈલ્સ ઓપન કરી છીએ, ત્યારે તેમાં પાસવર્ડ એન્ટર કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એવી ટ્રિક જણાવીશું, જેનાથી તમે સરળતાથી પસવર્ડ પ્રોટેક્ટેડ ફાઈલ ઓપન કરી શક્શો. આ ટ્રિકની મદદથી તમે ગૂગલ ક્રોમ, એન્ડ્રોઈડ અને આઈફોનની મદદથી પીડીએફમાંથી પાસવર્ડ હટાવી શક્શો.

Android ફોનમાંથી PDF કેવી રીતે હટાવશો?
Android ફોનમાંથી પાસવર્ડ હટાવવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી PDF utilities એપ ડાઉનલોડ કરવી પડશે. જે બાદ તમારે ની આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
1. સૌથી પહેલા તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી પીડીએફ યુટિલિટીઝ એપ ડાઉનલોડ કરો.
2. સાથે જ પહેલા એ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી રાખો, જેનો પાસવર્ડ તમારે હટાવવો છે.
3. બાદમાં પીડીએફ યુટિલિટીઝ એપ ખોલીને તેમાં પીડીએફ ફાઈલ સિલેક્ટ કરી નેક્સ્ટ બટન પર ટેપ કરો.
4. હવે આ ફાઈલ સિલેક્ટ કર્યા બાદ સ્ટાર્ટ બટન પર ટેપ કરો.
5. બાદમાં તમારી સ્ક્રન પર એક પોપઅપ દેખાશે, જેમાં તમારે પાસવર્ડ નાખીને ઓકે બટન પર ક્લિક કરવાનું છે.
6. આટલું કરતા જ તમને ઓરિજિનલ ફાઈલની બાજુમાં પાસવર્ડ વગરની નવી પીડીએફ ફાઈલ જોવા મળસે.
iPhoneમાંથી કેવી રીતે હટાવશો પીડીએફ ફાઈલનો પાસવર્ડ?
તમે iOSમાં પણ PDF ફાઈલમાંથી પાસવર્ડ હટાવી શકો છો. આ માટે તમારે પ્લે સ્ટોરમાંથી PDF Expert નામની એપ ડાઉનલોડ કરવાની છે. આ એપમાં પાસવર્ડ રિમૂવલ ફીચર પેઈડ સબસ્ક્રીપ્શનમાં મળે છે, પરંતુ શરૂઆતમાં તમને એક અઠવાડિયાની ફ્રી ટ્રાયલ મળી જાય છે. જેના દ્વારા તમે પીડીએફ ફાઈલમાંથી પાસવર્ડ હટાવી શકો છો. પાસવર્ડ હટાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ફોનમાં PDF Expert એપ ડાઉનલોડ કરો.
2. બાદમાં મેન્યુમાં જઈને તમારી એ પીડીએફ ફાઈલ શોધો, જેનો પાસવર્ડ તમારે હટાવવો છે.
3. હવે ઓપન ફાઈલ પર ક્લિક કરીને પીડીએફ ફાઈલનો પાસવર્ડ એન્ટર કરો. પીડીએફ ઓપન થયા બાદ ટોપ રાઈટ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
4. હવે તમને Remove Password અને Change Passwordનો ઓપ્શન મળસે. અહીં તમે તમારી સુવિધા પ્રમાણે ઓપ્શન પસંદ કરી શકો છો
5. જો તમે પાસવર્ડને રિમૂવ કરશો, તો હવે તમને તે પીડીએફ ફાઈલમાં પાસવર્ડ જોવા નહીં મળે.
લેપટોપ કે કમ્પ્યુટર પર ગૂગલ ક્રોમની મદદથી હટાવો પીડીએફ પાસવર્ડ.
પીડીએફ પાસવર્ડ હટાવવા માટે અમે તમને જે રીત જણાવી તેમાંથી હવેની રીત સૌથી સરળ છે. આ માટે તમારે માત્ર એક પીસીની જરૂર છે.
1. તમારે જે પીડીએફ ફાઈલનો પાસવર્ડ હટાવવો છે, તેને ગૂગલ ક્રોમમાં ઓપન કરો.
2. જ્યારે તમે પહેલીવાર આ ફાઈલ ઓપન કરશો, તો તમારે એકવાર પાસવર્ડ નાખવો પડશે.
3. પાસવર્ડ નાખ્યા બાદ તમારી પીડીએફ ફાઈલ અનલૉક થઈ જશે. હવે તમારા કમ્પ્યુટર પર પ્રિંટ કમાન્ડ આપો.
4. મેક યુઝર્સ માટે Command + P ઓપ્શન આપો. વિન્ડોઝ યુઝર્સે ctrl + P કરવું પડશે.
5. હવે Save as PDF અથવા Save પર ક્લિક કરો.
6. સેવ થયા બાદ તમે વગર પાસવર્ડે પીડીએફ ફાઈલ ઓપન કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications