Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook પર ગણતરીની મિનિટોમાં એડિટ કરો ફોટો, સ્ટેપ્સ કરો ફોલો
Metaની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા આપણે મિત્રો, સગા-સંબંધીઓ સાથે કનેક્ટેડ રહીએ છીએ, ખાસ કરીને એવા મિત્રો જે બીજા દેશમાં રહે છે કે જેમને રોજેરોજ મળવાનું નથી થતું, તેવા મિત્રોની અપડેટ આપણને ફેસબુક દ્વારા મળતી રહે છે. આપણે બધા જ ફેસબુક પર પોસ્ટ કરીએ છીએ, ફોટોઝ અપલોડ કરીએ છીએ, પોતાના વિચારો શૅર કરીએ છીએ અને વીડિયોઝ પણ અપલોડ કરી શકીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે, તમે જે ફોટોઝ ફેસબુક પર અપલોડ કરી ચૂક્યા છો, તે ફોટોઝ તમે એડિટ પણ કરી શકો છો. જી હાં, કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે ફેસબુક પર ફોટો પોસ્ટ કરતા પહેલા આ પ્લેટફોર્મ પર જ એડિટ કરી શકો છો.

આ સ્ટેપ્સ ફોલો કરીને ફેસબુક પર એડિટ કરો ફોટો
1. સૌથી પહેલા તમારી ફીડમાં ઉપરની બાજુ Whats on your mindની નીચે દેખાતા ફોટો અને વીડિયો આઈકન પર ક્લિક કરો.
2. હવે તમારી ગેલેરીમાંથી એ ફોટોઝ સિલેક્ટ કરો, જે તમે શૅર કરવા ઈચ્છો છો.
3. ફોટો સિલેક્ટ કરી લીધા બાદ તમારે પેન્સિલ આઈકન પર ક્લિક કરીને એડિટ ઓલ વિકલ્પ પર ટેપ કરવાનું છે.
4. હવે તમારે ફોટામાં જે એડિટિંગ કરવું છે, તે એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
5. તમે વધુ એડિટ ઓપ્શન જોવા માટે ડાબી બાજુ ક્લિક કરી શકો છો. જેના દ્વારા તમે કેપ્શન આપી શકો છો, મિત્રોને ટેગ કરી શકો છો અને ફોટોને રોટેટ અથવા ક્રોપ પણ કરી શકો છો.
6. એકવાર એડિટિંગ કર્યા બાદ તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે.
7. હવે તમારે કોને કોને આ ફોટોઝ જોવા દેવો છે, તેના માટે ઓડિયંસ પસંદ કરીને પોસ્ટ પર ક્લિક કરવાનું છે. જેથી આ ફોટો તમારી ફેસબુક વોલ પર પોસ્ટ થઈ જશે.
Metaએ લોન્ચ કર્યું પેઈડ સબસ્ક્રીપ્શન
તાજેતરમાં જ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ મેટા વેરિફાઈડ નામથી એક સબસ્ક્રીપ્શન સેવા પણ શરૂ કરી છે. આ સબસ્ક્રીપ્શન સેવા યુઝર્સને સરકારી આઈડી કાર્ડનો ઉપયોગ કરીને પોતાનું અકાઉન્ટ વેરિફાઈ કરીને બ્લુ ટિક મેળવવાની પરવાનગી આપે છે. મેટા વેરિફાઈડ યુઝર્સને વધારાની સુરક્ષા અને સુવિધાઓ પણ આપશે.
Messengerમાં પણ થયો ફેરફારટ
ટેક્નોલોજી ક્ષેત્રે ચાલી રહેલી ગળાકાપ હરિફાઈ દરમિયાન મેટા પોતાની એપ્સ માટે કંઈને કંઈ નવું કરતી રહે છે, પછી તે WhatsApp હોય, Instagram હોય કે પછી Messenger. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કરેલી જાહેરાત પ્રમાણે મેસેન્જર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટની સુવિધા મળી રહી છે. જેમાં લિંક પ્રિવ્યુ, કસ્ટમ ઈમોજી અને નવી થીમ સહિતના ફીચર્સ સામેલ છે. ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ કરીને કહ્યું છે કે તેમની કંપની મેસેનન્જરમાં વધારેમાં વધારે લોકો માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પણ ટેસ્ટ કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications