Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp Channelની નોટિફિકેશન્સથી મેળવો છૂટકારો, આટલું કરો
વ્હોટ્સ એપ દ્વારા ચાલુ વર્ષે જ ચેનલ નામનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ચેનલ્સને ફોલો કરીને વ્હોટ્સ એપ યુઝર્સ ટ્રેન્ડિંગ ટોપિક્સ, સમાચાર, સાંપ્રત ઘટનાઓ વિશે માહિતી મેળવી શકે છે. આ ફીચર લોન્ચ થયું, ત્યારે તેણે જબરજસ્ત ચર્ચા જગાવી હતી. જેને કારણે લાખો લોકોએ પોતાની ચેનલ્સ બનાવી અને કરોડો લોકોએ હજારો ચેનલ્સ સબસ્ક્રાઈબ પણ કરી લીધી. માત્ર સમાચાર સંસ્થાઓએ જ નહીં, પરંતુ ક્રિએટર્સ, એક્ટર્સ, સેલેબ્સે પોતાની વ્હોટ્સ એપ ચેનલ બનાવી અને લાખો લોકોએ તેને ફોલો કરી, જેથી તેઓ લેટેસ્ટ માહિતી મેળવી શકે.

જો કે જે યુઝર્સ ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર વધારે એક્ટિવ છે, તેઓ માહિતી મેળવવા માટે વ્હોટ્સ એપ ચેનલનો ઉપયોગ નથી કરતા. તો ઈન્સ્ટાગ્રામ પર પણ ચેનલ નામનું ફીચર અવેલેબલ જ છે. એટલે વ્હોટ્સ એપ ચેનલનો ઉપયોગ મોટા ભાગે એવા યુઝર્સ કરે છે, જે બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્નો ઉપયોગ નથી કરતા. જેથી તેઓ રોજબરોજની માહિતીથી અપડેટેડ રહી શકે.
જો કે અહીં સમસ્યા એ સર્જાઈ છે કે ઉત્સાહ ઉત્સાહમાં સંખ્યાબંધ વ્હોટ્સ એપ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ તેના પર સતત મેસેજિસ આવી રહ્યા છે, નોટિફિકેશન્સ આવી રહી છે. જે યુઝર્સને કામના સમયે પરેશાન કરે છે. એટલે આ આર્ટિકલમાં અમે તમારા માટે તેનો ઉકેલ લઈને આવ્યા છીએ. અહીં અમે તમને જણાવીશું કે તમે આ નોટિફિકેશન્સ અને ચેનલ્સથી કેવી રીતે છૂટકારો મેળવી શક્શો.
વ્હોટ્સ એપ ચેનલના એલર્ટ અટકાવવા આટલું કરો.
વ્હોટ્સ એપ ચેનલ પરથી આવતા એલર્ટ્સને અટકાવવા માટે તમારે જે તે ચેનલને અનફોલો કરવી પડશે. ચેનલને અનફોલો કેવી રીતે કરવી તે અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી દો. પછી આગળના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: તમારા એન્ડ્રોઈડ કે એપલ ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે નીચેની તરફ દેખાતા અપડેટ સેક્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારે જે ચેનલને અનફોલો કરવી છે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
સ્ટેપ 5: છેલ્લે અનફોલો વિકલ્પ પર ક્લિક કરો. એટલે તમારું કામ થઈ જશે.
આ રીતે તમે કોઈ પણ વ્હોટ્સ એપ ચેનલને અનફોલો કરીને, તેની નોટિફિકેશન્સથી છૂટકારો મેલવી શકો છો. જો તમે ચેનલને અનફોલો કરવા નથી ઈચ્છતા, તો તેના નોટિફિકેશનને મ્યુટ પણ કરી શકો છો.
WhatsApp Channelની નોટિફિકેશન્સ મ્યુટ કરવા આટલું કરો
તમારા વ્હોટ્સ એપમાં કોઈ પણ ચેનલને ઓપન કરો. પછી રિંગ આઈકન પર ક્લિક કરો. જો આ આઈકન પર સ્લેશ છે, તો તેનો અર્થ ચે કે આ ચેનલની નોટિફિકેશન ઓલરેડી મ્યુટ છે અને હવે તેની નોટિફિકેશન આવવા પર તમને ખ્યાલ નહીં આવે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications