Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Maps પર આ રીતે માર્ક કરો પાર્કિંગ લોકેશન
અજાણ્યા વિસ્તારો સુધી પહોંચવા માટે, અજાણી જગ્યાઓએ પહોંચવા માટે આપણે નેવિગેશન એપ ગૂગલ મેપની મદદ લેતા હોઈએ છીએ. ગૂગલ મેપ્સ તમને રસ્તાઓની જાણ કરવા સિવાય પણ કેટલીક મહત્વની સેવાઓ આપે છે, જે તમારા કામ સરળ બનાવી દે છે. ગૂગલનું સેવ યોર પાર્કિંગ લોકેશન ફીચર પણ આવું જ એક ઉપયોગી ફીચર છે. આ ફીચરને કારણે તમારું વાહન ક્યાં પાર્ક કરેલું છે, તે તમે યાદ રાખી શક્શો. આ માટે તમારે બસ તમારી કારને પાર્ક કરવાની છે, અને કાર પાસે જ ઉભા રહીને ગૂગલ મેપ ખોલી તમારું લોકેશન માર્ક કરવાનું છે. બસ, એપ તમારી આ ડિટેઈલ યાદ રાખશે, અને તમે તમારી કારને સરળતાથી શોધી શક્શો.

ઘણીવાર એવું બને છે કે કોઈ જાહેર કાર્યક્રમમાં અથવા મૉલના મોટા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં આપણે કયાં કાર પાર્ક કરી હતી, તે ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં ગૂગલ મેપનું આ ફીચર ખૂબ જ ઉપયોગી થાય છે. ગૂગલ મેપ્સ તમારું પાર્કિંગ લોકેશન યાદ રાખે છએ, સાથે જ એપમાં એક Pનો ઈકન પણ દર્શાવે છે. જો કે મલ્ટી સ્ટોરે પાર્કિંગમાં આ ફીચર કામ નથી કરતું. તમારે જો વધારે માહિતી એપમાં સ્ટોર કરવી હોય, તો તમે બીજી વિન્ડોમાં ફરી એપ ખોલીને માહિતી સ્ટોર કરી શકો છો. આ ફીચર સાથે તમે તમારું લોકેશન એડજસ્ટ કરી શકો છો, નોટ્સ ટાઈપ કરી શકો છો અને ફોટોઝ પણ એડ કરી શકો છો.
ગૂગલ મેપ્સમાં આ રીતે માર્ક કરો પાર્કિંગ લોકેશન
આ ફીચરનો યુઝ કરવા માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલા તો તમારા ફોનમાં ગૂગલ મેપ્સની એપ અપડેટેડ હોવી જરૂરી છે. સાથે જ તમારા સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ માર્શમેલો કે તેના કરતા અપડેટેડ હોવી જોઈએ. જો તમે આઈફોન વાપરો છો તો તમારી ઓપરેટિંગ સિસ્ટમ iOS 10 તે તેના કરતા એડવાન્સ હોવી જોઈએ. તમારા ફોનમાં તમે લોકેશન સર્વિસ ઓન રાખી છે કે નહીં, તે પણ ચેક કરી લો. ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસને તમારે જરૂરી અપ્રૂવલ આપી રાખવી પડશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારી કાર પાર્ક કરો.
સ્ટેપ 2: એકવાર તમે તમારી કાર પાર્ક કરી દીધી, પછી તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.
સ્ટેપ 3: હવે તમારા હાલના લોકેશનને દર્શાવતા, બ્લૂ પિનના આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: આ વિકલ્પ પર ટેપ કર્યા બાદ તમને સ્ક્રીન પર 3 જુદા જુદા વિકલ્પ જોવા મળશે.
સ્ટેપ 5: હવે અહીં Save Your Parkingના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 6: જો તમારે અહીં ફોટોઝ, પાર્કિંગ નંબર જેવી માહિતી એડ કરવી છે, તો પણ તમે એડ કરી શકો છો.
બસ, તમારું કામ થઈ ગયું. તમારા કારનું પાર્કિંગ લોકેશન ગૂગલ મેપ પર સેવ થઈ ગયું છે.
તમારી કારનું લોકેશન કેવી રીતે શોધશો?
હવે, જ્યારે તમે તમારું કામ પતાવીને પાછા આવો છો, ત્યારે તમારે તમારી કારને ગૂગલ મેપથી શોધવી પણ એકદમ સરળ છે. તમારે માત્ર ગૂગલ મેપની એપ ઓપન કરવાની છે. અહીં તમને Saved Parking લખેલો વિકલ્પ મળશે. તમારે બસ તે વિકલ્પ પર ક્લિક કરીને ડિરેક્શનના બટન પર ટેપ કરવાનું છે. બસ તમે જેમ સામાન્ય રીતે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો, તેમ હવે એપ તમારા હાલના લોકેશનથી પાર્કિંગનું લોકેશન પણ દર્શાવશે.
તમે આ જ કામ માટે ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. એકવાર તમે તમારી કાર પાર્ક કરી દીધી છે, ત્યાર બાદ તમે ગૂગલ આસિસ્ટન્ટને તમારું પાર્કિંગ લોકેશન સેવ કરવા માટે કહી શકો છો. આ માટે તમારે ગૂગલ આસિસટન્ટ ઓપન કરીને માત્ર Remember where I have parked એટલું જ બોલવાનું છે. હવે, જ્યારે તમે તમારું કામ પુરુ કરીને પાછઆ આવો છો, ત્યારે કાર શોધવા માટે તમારે ગૂગલ આસિસટન્ટને માત્ર એટલું કહેવાનું છે કે Where is my car? અને એપ તમને તમારી કાર સુધી લઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
