MacBookને કરવું છે સિક્યોર, તો આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

ભારતમાં એવા લાખો યુઝર્સ છે, જે એપલની જુદી જુદી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. એપલ હંમેશા પોતાના ડિવાઈસમાં આપવામાં આવતી સુરક્ષા અને પ્રાઈવસી પર ભાર મૂકતી આવી છે. આ લિસ્ટમાં મેક પણ સામેલ છે.

MacBookને કરવું છે સિક્યોર, તો આ સ્ટેપ્સ કરો ફોલો

ઘણા બધા યુઝર્સ મેક એટલા માટે જ ખરીદે છે કારણ કે તેમાં સુરક્ષા અને પ્રાઈવસી વધારે હોય છે. અહીં અમે તમને કટેલાક એવા મુદ્દા વિશે વાત કરીશું, જેનાથી મેક યુઝર્સ પોતાના ડિવાઈસને વધારે સુરક્ષિત રાખી શકે છે.

યોગ્ય પાસવર્ડનો ઉપયોગ કરો.

મેક સહિત કોઈ પણ સિસ્ટમનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે સૌથી અગત્યની વાત એ છે કે પાસવર્ડ એવો હોય, જેનો કોઈ અંદાજ ન લગાવી શકે છે. તમારો પાસવર્ડ કોઈ પણ ક્રેક ન કરી શકે તેવો હોવો જોઈએ. જો તમે yournam123 અને india123 જેવા પાસવર્ડ રાખો છો, તો આ પાસવર્ડ વધારે સિક્યોર નથી. એક મજબૂત પાસવર્ડ તમારી સુરક્ષાનું પહેલું લેયર છે. તમારા મેકને સુરક્ષિત કરવા માટે પણ સારો પાસવર્ડ જરૂરી છે.

અલગ અલગ યુઝર્સ માટે અલગ અલગ અકાઉન્ટ બનાવો.

જો તમારે તમારું મેક બીજા કોઈ યુઝર્સ સાથે પણ શૅર કરવાનું છે, તો જેટલા પણ લોકો મેક યુઝ કરે છે, તેમના માટે જુદા જુદા અકાઉન્ટ બનાવો. આમ કરવાથી કોઈ અજાણ્યું વ્યક્તિ તમારી સિસ્ટમનો ઉપયોગ નહં કરી શકે છે. જુદા જુદા અકાઉન્ટ બનાવવાથી દરેક યુઝર્સની ફાઈલ પણ જુદી જુદી સેવ થાય છે, એટલે એક યુઝર માત્ર પોતે સેવ કરેલી, પોતાના ઉપયોગની ફાઈલ અને સેટિંગ્સ જ એક્સેસ કરી શકે છે. આમ કરવાથી તમારો અંગત ડેટા સિક્યોર રહે છે.

બધા યુઝર્સને ન આપો એડમિન એક્સેસ

જો તમે અલગ અલગ યુઝર્સ માટે અલગ અલગ અકાઉન્ટ બનાવ્યા છે, તો ધ્યાન રાખો કે એડમિન એક્સેસ કોઈને ન આપો. એડમિન યુઝર્સ માત્ર એક વ્યક્તિ પાસે જ હોવું જોઈએ, કારણ કે તેનાથી મેકની દરેક ફાઈલ એક્સેસ કરી શકાય છે.

પાસવર્ડના બદલે પાસ કીનો કરો ઉપયોગ

પાસ કી પાસવર્ડનું વધુ અપગ્રેડેડ વર્ઝન છે. જો કે, પાસ કી હજી સુધી મુખ્ય ધારામાં ચલણમાં નથી આવી. પરંતુ પાસ કી કોઈ પણ એપ અથવા વેબસાઈટ અકાઉન્ટમાં સાઈ ઈન કરવા માટે સારો ઉપાય છે. તેનાથી પાસવર્ડ બનાવ્યા વગર યાદ રાખી શકાય છે. પાસવર્ડના બદલે પાસ કી તમારી ઓળખ કરવા માટે ટચ આઈડી અથવા તો ફેસ આઈડીનો ઉપયોગ કરે છે. એટલે પાસ કી પાસવર્ડની સરખામણીએ વધુ સુરક્ષિત છે અને તેને સરળતાથી હૅક નથી કરી શકાતી.

ડાઉનલોડ કરતા સમયે સાવચેત રહો.

તમે જ્યારે ઈન્ટરનેટ પરથી કંઈ પણ ડાઉનલોડ કરો છો, તો માત્ર વિશ્વાસપાત્ર સોર્સમાંથી ડાઉનલોડ કરો. આવી ડાઉનલોડ કરેલી ફાઈલ્સ ખોલતા પહેલા તેને સ્કેન કરવાની રાખો, જેથી તેમાં વાઈરસ હોય તો બચી શકાય. તમારા ઈમેઈલ કે વેબસાઈટ પર આવતી લિંકને ત્યાં સુધી ઓપન કરવાનું ટાળો, જ્યાં સુધી તમને ખાતરી ન હોય કે આ યોગ્ય લિંક છે.

ફાઈલ વૉલ્ટ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરો.

તમારા મેકમાં તમારી અંગત માહિતી હોય છે. આવી સ્થિતિમાં તમારી આ અંગત માહિતી લીક થવાની, કૉપી થવાની શક્યતા રહે છે. આવું થવાથી બચવા માટે તમે ફાઈલ વૉલ્ટ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકો છો. ફાઈલ વોલ્ટ તમારા મેક પર રહેલી માહિતીને એનકોડ કરે છે, જેને કારણે માહિતી લોક થઈ જાય છે. અને જ્યાં સુધી તમે લોગ ઈન પાસવર્ડ ન આપો, ત્યાં સુધી આ માહિતી કોઈ એક્સેસ નથી કરી શક્તું.

Best Mobiles in India

English summary
How to make your MacBook more secure

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X