Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Internet વગર પણ પૈસા થશે ટ્રાન્સફર, બસ આટલું કરો
શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે Google Pay, PayTM, PhonePe અથવા કોઈ અન્ય UPI પેમેન્ટનો ઉપયોગ કરીને ઓનલાઈન પૈસા મોકલી રહ્યા છો, અને ત્યારે જ ઈન્ટરનેટ કનેક્શન કોઈ કારણથી બંધ થઈ જાય, તો તમારી પૈસા મોકલવાની પ્રોસેસ પણ અટકી જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે *99# USSD એટલે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા આધારિત મોબાઈલ બેન્કિંગ સર્વિસ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. ચાલો, જાણીએ કે આ સર્વિસ કેવી રીતે કામ કરે છે, અને તમે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે કામ કરે છે *99# USSD સર્વિસ
*99# સર્વિસ આખા દેશમાં બધા જ નાગરિકો માટે બેન્કિંગ સેવા આપે છે. આ સર્વિસ 83 અગ્રણી બેન્કો અને 4 ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જેનો યુઝર્સ હિન્દી, અંગ્રેજી સહિત જુદી જુદી 13 પ્રાદેશિક ભાષામાં ઉપયોગ કરી શકે છે. આ સુવિધા દ્વારા યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ પૈસા મોકલવા, યુપીઆઈ પિન બદલવા અને અકાઉન્ટ બેલેન્સ ચેક કરવા જેવા કામ કરી શકે છે. અહીં આ આર્ટિકલમાં અમે તમને સ્ટેપ ટુ સ્ટેપ માહિતી આપીશું, કે કેવી રીતે તમે આ સર્વિસ સેટઅપ કરી શકો છો, અને ઈન્ટરનેટ વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.
ઓફલાઈન યુપીઆઈ પેમેન્ટ સેટઅપ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં અથવા તો સાદા ફોનમાં *99# ડાયલ કરો.
સ્ટેપ 2: ધ્યાન રાખો કે આ કામ તમે એ જ મોબાઈલ નંબરથી કરી રહ્યા છો, જેના પર તમારું બેન્ક ખાતું લિંક છે. આ સૌથી અગત્યની બાબત છે.
સ્ટેપ 3: હવે તમને ભાષા પસંદગીનો ઓપ્શન મળશે. અહીંથી તમને ફાવતી હોય તે ભાષા પસંદ કરો, અને તમારી બેન્કનું નામ ઈન્સર્ટ કરો.
સ્ટેપ 4: બાદમાં તમને એવા બેન્ક અકાઉન્ટનું લિસ્ટ જોવા મળશે, જે તમારા આ મોબાઈલ નંબર પર ઓલરેડી રજિસ્ટર્ડ છે.
સ્ટેપ 5: બાદમાં તમારે તમારા ડેબિટ કાર્ડની એક્સપાયરી ડેટ અને ડેબિટ કાર્ડના છેલ્લા છ આંકડા ઈનપુટ કરવાના રહેશે.
સ્ટેપ 6: એક વખત તમે સરળતાથી અને સફળતાપૂર્વક આ પ્રોસેસ પતાવી લેશો, તો તમને ઈન્ટરનેટ કનેક્શન વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરવાની સગવડ મળશે. એટલે કે તમે કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં છો અને ઈન્ટરનેટ નથી આતવું તો પણ તમે પેમેન્ટ કરી શક્શો.
*99# સર્વિસનો ઉપયોગ કરીને ઓફલાઈન પેમેન્ટ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં *99# નંબર ડાયલ કરો. બાદમાં પૈસા મોકલવા માટે 1 નંબર ઈનપુટ કરો.
સ્ટેપ 2: હવે યોગ્ય વિકલ્પની પસંદગી કરો અને એ વ્યક્તિનું યુપીઆઈ આઈડી અથવા ફોન નંબર અથવા બેન્ક અકાઉન્ટ નંબર ઈનપુટ કરો, જેને તમે પૈસા મોકલવા ઈચ્છો છો.
સ્ટેપ 3: હવે તમારે જે રકમ ટ્રાન્સફર કરવાની છે, તે રકમ અને તમારો UPI પિન ઈનપુટ કરો.
સ્ટેપ 4: એકવાર આટલું કરશો, કે તમારું ટ્રાન્ઝેક્શન સફળ થઈ જશે.
સ્ટેપ 5: તમે આ સર્વિસથી વધુમાં વધુ 5,000 રૂપિયા મોકલી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications