Instagram પર જાતે બનાવો Recap Reel, આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

2022નું વર્ષ સમાપ્ત થવાને આરે છે, અને 2023ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ચારે તરફ 2022ની મહત્વની ક્ષણોને યાદ કરાઈ રહી છે. બિઝનેસ માર્કેટથી લઈને બોલીવુડ સુધી, સ્પોર્ટ્સથી લઈને પોલિટિક્સ સુધી દરેક જગ્યાએ આ વર્ષમાં બનેલી મોટી અને મહત્વની ઘટનાઓને યાદ કરાઈ રહી છે. ત્યારે તમે પણ તમારા જીવનમાં 2022માં બનેલી ઘટનાઓને કમ્પાઈલ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામે પોતાના દુનિયાભરના યુઝર્સ માટે એક ફીચર આપ્યું છે, જે યુઝર્સને 2022ની રીકેપ રીલ બનાવવાની તક આપે છે.

Instagram પર જાતે બનાવો Recap Reel, આ સ્ટેપ્સ કરો ફોલો

આ રિકેપ રીલમાં યુઝર્સ 14 ફોટોઝ અને વીડિયોમાંથી કંઈ પણ પસંદ કરી શકે છે, જેને ઈન્સ્ટાગ્રામ જ પોતાની જાતે રીલમાં કન્વર્ટ કરી નાખશે. યુઝર્સ બેડ બન્ની, ડીજે ખાલિદ, બાદશાહ અથવા સ્ટ્રેન્જર થિંગ્સ સ્ટાર પ્રિયા ફર્ગ્યુસન જેવા આર્ટિસ્ટમાંથી ગમે તે એક ટેમ્પલેટ પસંદ કરીને 2022ની રિકેપ રીલ બનાવી શકે છે. યુઝર્સ આ રીલને વધુ કસ્ટમાઈઝ્ડ પણ કરી શકે છે.

CNETના રિપોર્ટ મુજબ ઈન્સ્ટાગ્રામ 2023ની શરૂઆતમાં પણ કેટલાક દિવસો સુધી ગ્લોબલ લેવલ પર પોતાના યુઝર્સ માટે આ ટેમ્પલેટ પ્રોવાઈડ કરાવતું રહેશે. આ દરમિયાન યુઝર્સ પોતાની રિકેપ રીલ બનાવી શક્શે અને શૅર કરી શક્શે.

આ જ રીતે 2021ના અંતમાં ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સને વર્ઝન યર એડ ફીચર આપ્યું હતું, જેમાં યુઝર્સ પોતાના ટોપ 9 ઈમેજ સિલેક્ટ કરી શક્તા હતા, અને પોતાના ફોટોઝને ગ્રિડ ફોર્મેટમાં શૅર કરી શક્તા હતા. જો કે 2021માં મેટાએ ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર યર ઈન રિવ્યુ ફેસિલીટી પણ શરૂ કરી હતી, જેમાં યુઝર્સ પોતાના ફોલોઅર્સ સાથે 10 જેટલી સ્ટોરીઝ શૅર કરી શખે છે. આ વર્ષે ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને કોઈ ફોર્મેટ સુધી મર્યાદિત નથી રાખી રહ્યું. એટલે ઈન્સ્ટાગ્રામ 2022ની રિકેપ રીલમાં યુઝર્સને ઈમેજ ને વીડિયો બંને સિલેક્ટ કરવાની પરમિશન આપી રહ્યું છે.

આ રીતે બનાવો ઈન્સ્ટાગ્રામ પર રિકેપ રીલ

1. સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરો, તમને અહીં Create Your 2022 Recap Reel નામનું પ્રોમ્પ્ટ જોવા મળશે, તેના પર ટેપ કરો.

2. હવે તમારે રીલ માટે જે ટેમ્પલેટ યુઝ કરવું છે, તે પસંદ કરો.

3. હવે Use this template નામના બટન પર ટેપ કરો.

4. હવે તમારે આ ટેમ્પલેટમાં વીડિયો ક્લિપ બનાવવા માટે તમારા ફોટોઝ કે વીડિયોઝ સિલેક્ટ કરવાનો વિકલ્પ મળશે. આ ફોટા અને વીડિયોને તમે ટેમ્પલેટ સાથે રિપ્લેસ કરી શકો છો.

5. તમે તમારા ફોટોઝ કે વીડિયોઝ સિલેક્ટ કરી લેશો, તો સ્ક્રીનમાં જમણી બાજુ નીચેની તરફ તમને એરો આકારનું બટન મળશે, તેના પર ટેપ કરો.

6. છેલ્લે તમારા રીલનો પ્રિવ્યુ જોવા મળશે. અહીં તમે જરૂર અનુસાર રીલમાં ચેન્જિસ કરી શકો છો. એકવાર તમારું એડિટિંગ થઈ જાય તો સ્ક્રીનની નીચે જમણી બાજુ ખૂણામાં નેક્સ્ટના બટન પર ક્લિક કરો.

7. બાદમાં તમને 2022 રિકેપ રીલ ફૂલ સ્ક્રીન મોડમાં જોવા મળશે, અને તેમાં પરિવર્તન કરવાનો પણ મોકો મળશે. આટલું કર્યા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

8. છેલ્લે તમે આ રિકેપ રીલ સાથે કેપ્શન અને લોકેશન એડ કરી શકો છો. છેલ્લે હેશટેગ એડ કરીને શૅર બટન પર ક્લિક કરો. બસ તમારું કામ થઈ ગયું.

Best Mobiles in India

Read more about:
English summary
How To Make a Recap Reel 2022 on Instagram

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X