Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Loksabha Election પહેલા Voter IDને Aadhaar કાર્ડ સાથે લિંક કરો, આ એપ થશે ઉપયોગી
લોકસભાની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. આ વોટર આઈડી કાર્ડને તમે આધાર કાર્ડ સાથે પણ લિંક કરાવી શકો છો. આ માટે ભારત સરકારે આખા દેશમાં ઘણા કોલ સેન્ટર ખોલ્યા છે. તમે 1950 પર કોલ કરીને આધાર કાર્ડ અને પાન કાર્ડની માહિતી આપીને બંને કાર્ડને એકબીજા સાથે લિંક કરી શકો છો.

વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવું કેમ જરૂરી છે?
આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત નથી. આ બંને કાર્ડને એકબીજા સાથે લિંક કરવા કે ન કરવા તે સંપૂર્ણપણે તમારો નિર્ણય છે. પરંતુ આ પ્રક્રિયા અલગ અલગ મતવિસ્તારોમાં મતદારના ડુપ્લીકેટ રજિસ્ટ્રેશનને રોકવામાં ચૂંટણી પંચ માટે મદદગાર સાબિત થાય છે.
વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો?
જો તમે વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા ઈચ્છો છો તો આધાર સેન્ટર પર જઈ શકો છો. તમે નજીકના આધાર સેન્ટર પર જઈને માત્ર નજીવી ફી આપીને ઓફલાઈન સરળતાથી બંને કાર્ડને લિંકક રાવી શકો છો. આ ઉપરાંત તમે મેસેજ દ્વારા પણ બંને કાર્ડને એકબીજા સાથે લિંક કરાવી શકો છો.
SMS દ્વારા
તમે મેસેજ દ્વારા ઘરે બેઠા બેઠા આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. આ માટે તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના છે.
1. તમારો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક અને આધાર કાર્ડ સાથે રજિસ્ટર હોવો જરૂરી છે.
2. આ ઉપરાંત તમારી પાસે EPIC No. અને આધાર નંબર હાથવગો કે યાદ હોવો જરૂરી છે.
3. હવે તમારે રજિસ્ટર મોબાઈલ નંબર પરથી 166 અથવા 51969 પર ECILINK લખીને આ જ ફોર્મેટમાં મેસેજ કરવાનો છે. તમારું કામ થઈ જશે.
Voter Helpline App દ્વારા આધાર અને વોટર આઈડી લિંક કરો.
1.જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝર છો તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને Voter Helpline App ડાઉનલોડ કરો.
2. હવે આ એપ ઓપન કરીને ટર્મ્સ એન્ડ કંડીશન પર I Agree સિલેક્ટ કરો.
3. હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરીને Voter Registration ઓપ્શન સિલેક્ટ કરો.
4. હવે Electoral Authentication Form (Form 6B) ઓપન કરો.
5. અહીં Let's Start બટન પર ક્લિક કરો.
6. તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે, તે નંબર એન્ટર કરો.
7. હવે તમારા આ નંબર પર એક ઓટીપી આવશે, તે એન્ટર કરીને વેરિફિકેશન કરો.
8. હવે Yes, I Have Voter ID પર ક્લિક કરીને નેક્સ્ટ બટન પર ટેપ કરો.
9. બાદમાં તમારે Voter ID number (EPIC), સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને Fetch Details પર ક્લિક કરવાની છે.
10. આટલું કર્યા બાદ Proceed બટન દબાવો.
11. હવે આધાર નંબર, મોબાઈલ નંબર, લોકેશન વગેરે માહિતી ભરીને Done બટન પર ક્લિક કરો.
12. બાદમાં Form 6Bના પેજનો રિવ્યુ કરીને બધી ડિટેઈલ વેરિફાય કરો.
13. આટલું કર્યા બાદ કન્ફર્મ કરીને ફોર્મ સબમિટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications