Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar PAN link કરવું છે કે સ્ટેટસ ચેક કરવું છે, આ છે આખી પ્રોસેસ
ભારત સરકારે આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કર્યું છે. આ લિંકિંગ પ્રોસેસ કર્યા બાદ જ સરકારની કેટલીક સુવિધાઓનો લાભ લઈ શકાશે, જેમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સુવિધા પણ સામેલ છે. સરકારના ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી, જે વધારીને 31 માર્ચ 2023 કરવામાં આવી છે. સાથે જ યુઝરે પેનલ્ટી ફી પણ ભરવી પડશે, જે 1,000 રૂપિયા છે.

જો તમે પણ હજી સુધી આધારને પાન કાર્ડ સાથે લિંક નથી કર્યું, કે પછી તમને ખબર જ નથી કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં ? તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે આ સમસ્યાનો ઉકેલ લઈ આવ્યા છીએ. જેની મદદથી તમે ઘરે બેઠા જ ઓનલાઈન અને SMS દ્વારા આધાર અને પાન કાર્ડનું લિકિંક સ્ટેટસ ચેક કરી શકો છો. જો તમે બંને કાર્ડને લિંક કર્યા છે, તો તમારે પેનલ્ટી નહીં ભરવી પડે.
Aadhar Card PAN Cardનું લિંકિંગ સ્ટેટસ આ રીતે ચેક કરો.
- આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ https://uidai/gov.in/ પર વિઝિટ કરો.
- બાદમાં આધાર સર્વિસિઝ પર ક્લિક કરો અને આધાર લિંકિ સ્ટેટસના વિકલ્પ પર જાવ.
- બાદમાં 12 અંકનો તમારો આધાર નંબર એન્ટર કરો અને ગેટ સ્ટેટસ પર ક્લિક કરો.
- હવે તમારી પાસે પાન કાર્ડનો નંબર માગવામાં આવશે, તેની સાથે જ કેપ્ચા કોડ પણ એન્ટર કરો.
- બાદમાં Get Linking Status પર ક્લિક કરવાથી તમારા આધાર અને પાન કાર્ડનું લિંકિંગ સ્ટેટસ જાણી શકાશે.
- આટલા સામાન્ય સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારું આધાર અને પાન કાર્ડ એકબીજા સાથે જોડાયેલું છે કે નહીં તે જાણી શકો છો.
SMS દ્વારા ચેક કરો લિંકિંગ સ્ટેટસ
તમારા મોબાઈલમાં SMS સેક્શનમાં જઈને એક નવો મેસેજ ટાઈપ કરો, જેમાં UIDPAN ટાઈપ કરવાનું છે. બાદમાં તમારો 12 નંબરનો આધાર નંબર એટર કરો અને પછી 10 અંકનો પાન કાર્ડ નંબર ટાઈપ કરો. આ બધી જ ડિટેઈલ્સ UIDPAN આ ક્રમમાં એન્ટર કરવાની છે. બાદમાં આ મેસેજને 567678 અથવા તો 56161 પર સેન્ડ કરી દો. તમારે બસ થોડો સમય રાહ જોવાની છે, અને જો તમારું આધાર કાર્ડ કે પાન કાર્ડ લિંક છે તો તમને રિપ્લાય આવી જશે. જેમાં તમારા લિંકિંગનું સ્ટેટસ લખેલું હશે.
આ રીતે પણ ચેક કરી શકો છો આધાર અને પાન કાર્ડનું લિંકિંગ સ્ટેટસ
- આ ઉપરાંત તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે જાણવા માટે NSDLની વેબસાઈટ પર પણ જઈ શકો છો. જે https://www.nsdl.com/ છે.
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે આ રીતે લિંક કરો.
- આ માટે તમારે ઈન્કટેક્સ ઈ-ફીલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in/ પર લોગ ઈન કરવાનું છે.
- જો તમે રજિસ્ટ્રેશન નથી કરેલું તો સૌથી પહેલા રજિસ્ટર પર ક્લિક કરો, જેના માટે પાન કાર્ડને યુઝર આઈડી અને ડેટ ઓફ બર્થને પાસવર્ડ તરીકે યુઝ કરો.
- હવે પોપ અપ વિન્ડોમાં આધાર કાર્ડને પાન કાર્ડથી લિંક કરવા માટેનું ફોર્મેટ મળશે, તે ફોર્મેટમાં માગેલી માહિતી ભરો અને link Now પર ક્લિક કરો.
- બસ તમારું કામ થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications