Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
PhonePe પર લિંક કરો મલ્ટિપલ અકાઉન્ટ, ફોલો કરો આ સ્ટેપ્સ
આજકાલ આપણે બધા જ વોલેટનો ઉપયોગ કરવાના બદલે યુપીઆઈ એપ્સનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો તો હવે વોલેટ જોડે કેરી જ નથી કરતા. યુપીઆઈ પેમેન્ટ કરવા માટે યુઝર્સ ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્સનો ઉપયોગ કરે છે.
આમાંથી ફોન પે એપમાં તમે એક કરતા વધારે અકાઉન્ટ પણ લિંક કરી શકો છો. ફોન પે એક યુપીઆઈ આધારિત એપ છે, જે તમારી કોઈ પણ ઈન્ફોર્મેશન શૅર કર્યા વગર પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. ચાલો એ જાણી લઈએ કે તમે યુપીઆઈ એપ ફોન પેમાં અકાઉન્ટ કેવી રીતે એડ કરી શકો છો?

સૌથી પહેલા તો એ જાણી લઈએ કે PhonePe પર અકાઉન્ટ કેવી રીતે બનાવશો?
જો તમે ફોન પે પર અકાઉન્ટ લિંક કરવા ઈચ્છો છો, તો સૌથી પહેલા એપ પર તમારું અકાઉન્ટ હોવું જરૂરી છે. આ એપમાં તમે બેન્ક અકાઉન્ટની માહિતી આપ્યા વગર જ યુનિક યુપીઆઈ આઈડી જનરેટ કરી શકો છો. આના માટે બસ તમારે એ સિમકાર્ડ ફોનમાં રાખવાનું છે, જે સિમકાર્ડનો નંબર તમારા બેન્ક અકાઉન્ટમાં રજિસ્ટર્ડ છે. ફોન પે એપનો ઉપયોગ કરીને તમે ફંડ ટ્રાન્સફર, મોબાઈલ રિચાર્જ અને પેમેન્ટ કરવા જેવા કામ કરી શકો છો.
PhonePeમાં એક કરતા વધુ અકાઉન્ટ કેવી રીતે એડ કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા મોબાઈલમાં ફોનપે એપ્લીકેશન ઓપન કરો.
સ્ટેપ 2: હવે સ્ક્રીનની ઉપર ડાબી બાજુ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે મેન્યુમાંથી એડ ન્યૂ બેન્ક અકાઉન્ટ સિલેક્ટ કરો.
સ્ટેપ 4: હવે તારું બેન્ક અકાઉન્ટ લિંક કરો.
સ્ટેપ 5: હવે તમારે યુપીઆઈ પિન ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, બાદમાં યુપીઆઈ પિન સેટ કરો.
સ્ટેપ 6: છેલ્લે તમારા કાર્ડની માહિતી એન્ટર કરો
સ્ટેપ 7: છેલ્લે ઓટીપી ઈનપુટ કરો અને પ્રોસેસ પૂરી કરવા માટે તમારો યુપીઆઈ પિન એન્ટર કરો.
સ્ટેપ 8: આ સ્ટેપ્સ ફોલો કરીને તમે એક કરતા વધારે બેન્ક અકાઉન્ટને ફોન પે સાથે લિંક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications