Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Voter ID આ રીતે ઓનલાઈન કરો લિંક, આ છે છેલ્લી તારીખ
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આશા છે કે ગિઝબોટના બધા જ વાચકો આધાર અને પાન લિંક કરાવી ચૂક્યા છે. જો કે હજી પણ આધાર કાર્ડ સાથે વધુ એક ડોક્યુમેન્ટ લિંક કરવાનું કામ બાકી છે. હવે આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક કરવાના છે. આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક કરવાની તારીખ એક વર્ષ લંબાવાઈ છે. હવે 31 માર્ચ, 2023 સુધીમાં આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક કરાવવું ફરજિયાત છે.

જો કે હાલ તો આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક કરાવવુ ફરજિયાત નથી. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે નાગરિકો પોતાની સ્વેચ્છાએ આ બંને મહત્વના દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય કાયદા મંત્રાલયે 17 જૂન, 2022ના રોજ એક સર્ક્યુલેશન જાહેર કર્યો હતો, જે મુજબ વોટર આઈડી ધરાવતા દરેક નાગરિકે આધાર અને વોટર આઈડી 1 એપ્રિલ, 2023 સુધીમાં લિંક કરાવવાનું હતું. પરંતુ ગત સપ્તાહે કેન્દ્ર સરકારે નવું નોટિફિકેશન જાહેર કરીને આ તારીખ 31 માર્ચ 2024 સુધી લંબાવી છે.
આ રીતે વોટર આઈડી અને આધાર કાર્ડ થઈ શકે છે લિંક
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે NVPS એટલે કે National Voters Services Portal પર જવાનું છએ અને ફોર્મ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 2: જો તમારું નામ પહેલાથી જ અહીં રજિસ્ટર છે, તો તમારે યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગ ઈન કરવાનું રહેશે.
સ્ટેપ 3: જો તમારું નામ રજિસ્ટર્ડ નથી તો નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરો. તમારે હવે મોબાઈલ નંબર, કેપ્ચા કોડ પણ ઈનપુટ કરવો પડશે. હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે. તમારે ઓટીપી ઈન્સર્ટ કર્યા બાદ EPIC નંબર અને પાસવર્ડ લખીને રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 4: હવે તમને Form 6B નામનો વિકલ્પ દેખાશે. જ્યાં ક્લિક કરીને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. બાદમા તમારો આધાર નંબર ઈન્સર્ટ કરો અને પ્રિવ્યુ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: છેલ્લે Submit બટન પર ક્લિક કરો એટલે તમારું કામ થઈ જશે.
આટલું કર્યા બાદ તમને એપ્લીકેશનને ટ્રેક કરવા માટે એક રેફરન્સ નંબર પણ મળશે.
SMS દ્વારા પણ લિંક કરી શકો છો આધાર અને વોટર આઈડી
તમે SMS દ્વારા પણ તમારા વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તમારે આ માટે નીચે આપેલા ફોર્મેટ મુજબ મેસેજ કમ્પોઝ કરીને 51969 નંબર પર મેસેજ કરવાનો રહેશે.
ECILINK
ફોનથી પણ આધાર-વોટર આઈડી લિંક થઈ જશે.
તમે ફોન કોલ દ્વારા પણ આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ લિંક કરાવી શકો છો. આ માટે તમારે સોમવારથી શુક્રવારની વચ્ચે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીમાં 1950 નંબર પર ફોન કરવાનો છે. અહીં મળતી સૂચનાનું પાલન કરો અને તમારા બંને ડોક્યુમેન્ટ લિંક થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications