UAN નંબર ભૂલી ગયા છો, ઓનલાઈન આ રીતે મેળવો તમારો UAN

By Gizbot Bureau
|

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દરેક કર્મચારીના એક્ટિવ ઈપીએફ અકાઉન્ટ માટે એક ખાસ યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે UAN આપે છે. આ UAN 12 આંકડાનો હોય છે. એમ્પલોયર્સ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ EPFO કર્મચારીઓને UAN નંબર આપે છે. આ નંબર તમારા PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા જેવી દરેક કામગીરી માટે જરૂરી છે. પીએફ અકાઉન્ટને લગતું કોઈ પણ કામ કરવા માટે UAN નંબર મહત્વનો છે.

UAN નંબર ભૂલી ગયા છો, ઓનલાઈન આ રીતે મેળવો તમારો UAN

UAN નંબર દ્વારા તમે તમારા પીએફ અકાઉન્ટની પાસબુક ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો. UAN એક્ટિવ થયા બાદ તમે તમારા ઓનલાઈન EPFના ફાયદા મેળવવા માટે તેને પાન નંબર, બેન્ક અકાઉન્ટ અને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આમ કરવું જરૂરી છે. સાથે જ જરૂરી એ પણ છે કે તમને તમારો UAN નંબર હંમેશા યાદ હોય. પરંતુ જો તમે UAN નંબર ભૂલી ગયા છો, તો ચિંતા ન કરો. અમે તમને એવી રીતે જણાવીશું, જેનાથી તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા તમારો UAN નંબર મેળવી શક્શો. આ માટે બસ તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

UAN નંબર મેળવવા માટે માત્ર એક વેબસાઈટ પર જવું પડશે.

UAN નંબર યાદ કરવા માટે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે EPFOની વેબસાઈટ પર જઈને તમારો UAN નંબર એકદમ સરળતાથી મેળવી શકો છો. આ માટે બસ તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

સ્ટેપ 1: સૌથી પહેલા સ્ટેપ EPFOની વેબસાઈટ પર જાવ. અથવા તો આ લિંક પર ક્લિક કરો. https://www.epfindia.gov.in/

સ્ટેપ 2: હવે હોમ પેજ પર ડાબી બાજુ આપવામાં આવેલા Services સેક્શન પર ક્લિ કરો.

સ્ટેપ 3: અહીં તમને ઘણા બધા વિકલ્પ ખુલેલા જોવા મળશે. જેમાંથી તમારે My Employees વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: આવું કરતા જ એક નવી વિન્ડો ખુલશે, જેમાં સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ આગળ વધો.

સ્ટેપ 5: બાદમાં ફરી ડાબી બાજુમાં Services સેક્શનની અંદર Member UAN/Online Service (OCS/OTCP) ની લિંક મળશે. તેના પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે જમણી બાજુ તમને Important Links સેક્શનમાં Know Your UAN વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 7: હવે એક વિન્ડો ઓપન થશે. જેમાં તમારે મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ઈનપુટ કરવાનો છે. આટલું કર્યા બાદ Request OTP બટન પર ક્લિક કરો.

સ્ટેપ 8: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી ઈનપુટ કરો. એટલે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.

સ્ટેપ 9: અહીં તમને તમારી બધી જ ડિટેઈલ્સ જેમ કે નામ, જન્મ તારીખ, આધાર નંબર આપવાનું રહેશે, આટલું કર્યા બાદ Show my UAN પર ક્લિક કરો.

સ્ટેપ 10: બસ તમારો UAN નંબર સ્ક્રીન પર આવી જશે.

SMS થી પણ જાણી શકાય છે UAN

SMS દ્વારા UAN નંબર જાણવા માટે તમારે EPFOHO UAN આટલું ટાઈપ કરીને 7782999899 નંબર પર મેસેજ કરવાનો છે. જવાબમાં તમને UAN નંબર મળી જશે. પરંતુ ધ્યાન રાખો કે તમારે આ મેસેજ રજિસ્ટર્ડ નંબર પરથી જ કરવાનો છે.

Best Mobiles in India

English summary
How to know UAN number online in simple steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X