Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube Shorts Tips આ રીતે વાઈરલ થશે તમારા શોર્ટ્સ, યુટ્યુબે જણાવી રીત
ડિજિટલ વર્લ્ડમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મનો ક્રેઝ સતત વધી રહ્યો છે. યુટ્યુબ વીડિયોઝ પણ હવે પહેલા કરતા ઘણા વધારે જોવાય છે. યુટ્યુબ પરના કેટલાક ક્રિએટર્સ અને આર્ટિસ્ટ તો એટલા ફેમસ થઈ ચૂક્યા છે, તેમના ફેન્સ હવે વિદેશમાં પણ જોવા મળે છે. એટલે સુધી કે હવે ક્રિએટર્સ માત્ર યુટ્યુબ પરથી જ કમાણી કરે છે. તેમને કમાણી માટે બીજા કામ કરવાની જરૂર રહી નથી. યુટ્યુબ વીડિયોની સાથે સાથે યુટ્યુ શોર્ટ્સ પણ લોકોને ગમી રહ્યા છે. તમે પણ યુટ્યુબ શોટ્સ દ્વારા સારી એવી કમાણી કરી શકો છો. જો તમે શોર્ટ્સ બનાવવા વિશે વિચારી રહ્યા છો, કે પછી પહેલેતી બનાવી રહ્યા છો, તો આ આર્ટિકલ તમને મદદ કરશે. આ આર્ટિકલ દ્વારા અમે તમને યુટ્યુબ શોર્ટ્સની રીચ વધારવા અને વાઈરલ કરવાની ટિપ્સ આપીશું.

Collabની સાથે રિ-મિક્સ કરો.
Collab એક નવું ક્રિએટશન ટૂલ છે, જે તમને અન્ય યુટ્યુ શોર્ટ્સ વીડિયોની સાથે સાથે નવો શોર્ટસ વીડિયો રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. આ વીડિયો બનાવતા સમયે સ્પ્લિટ સ્ક્રીન ફોર્મેટમાં એટર થવા માટે ક્રિએટર્સ જુદા જુદા ઘણા લે આઉટ વિકલ્પોમાંથી કોઈ એક ફોર્મેટ પસંદ કરી શકે છે. કોઈ પણ પોપ્યુલર શોર્ટ્સ અથવા તો યુટ્યુબ વીડિયોને એક ક્લિકમાં જ રીમિક્સ કરી શકાય છે. આ માટે યુઝર્સે માત્ર રીમિક્સ અને પછી કોલેબ ફીચર પર ટેપ કરવાનું છે.
નવી ઈફેક્ટ્સ અને સ્ટીકર સાથે એક્સપેરિમેન્ટ કરો.
યુઝર્સ પોતાના શોર્ટ્સને વધુ મનોરંજક બનાવવા માટે નવી નવી ઈફેક્ટ અને સ્ટિકર સાથે એક્સપેરિમેન્ટ કરી શકે છે. તેનાથી તમારા સબસ્ક્રાઈબર્સને જુદા પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે. શક્ય છે કે તમારા વ્યુઅર્સને આ પ્રયોગ ગમી જાય. દાખલા તરીકે ક્રિએટર્સ તેમના સબસ્ક્રાઈબર્સ સાથે Q & A સેશન વાળા શોર્ટ્સ બનાવી શકે છે. જેમાં વ્યુઅર્સ તેમની સાથે વાતચીત કરી શકે છે. આ ઉપરાંત તમે પોલ પણ અપલોડ કરી શકો છો, જે તમારા ફોલોઅર્સનું મંતવ્ય જાણામાં મદદ કરી શકે છે.
વ્યુઅર્સ સાથે લાઈવમાં પણ જોડાવાની કોશિશ કરો.
તમારા કન્ટેન્ટની પસંદગી અને ફીડબેક માટે તમે વ્યુઅર્સ સાથે વાત કરી શકો છો. આ માટે સૌથી યોગ્ય માધ્યમ છે કમેન્ટ સેક્શન. તમારા વીડિયો કે શોર્ટ્સ પર વ્યુઅર્સ શું રિએક્શન આપે છે, તે ચેક કરતા રહો. આમ કરવાથી આગામી સમયમાં તમારે કેવું કન્ટેન્ટ બનાવવું તે નક્કી કરવામાં મદદ મળશે. તમે વ્યુઅર્સના મંતવ્યોને આધારે કન્ટેન્ટમાં ફેરફાર પણ કરી શક્શો. સાથે જ વ્યુઅર્સની કમેન્ટનો જવાબ પણ આપો, તેનાથી પર્સનલ કનેક્શન બનશે.
ક્વોલિટી અને ઈફેક્ટ્સનો ઉપયોગ
શોર્ટ્સમાં વીડિયોની ક્વોલિટી અને સારું એડિટિંગ ખૂબ જ મહત્વના છે. તમે એક સારા વિષયને યુટ્યુબ શોર્ટ્સ માટે પસંદ કરી શકો છો, સાથે જ તમારે શોર્ટ્સની ક્વોલિટી અને ઈફેક્ટ્સનું પણ ધ્યાન રાખવાનું છે. એડિટિંગ સમયે દર્શકોને ગમે તેવી ઈફેક્ટ્સનો ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications