Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારું લેપટોપ કરશે ફટાફટ કામ, બસ આટલું કરો
એવી ઘણી બાબતો છે, જેને કારણે તમારું લેપટોપ બરાબર ન ચાલતું હોય અથવા તો તેની સ્પીડ ઘટી ગઈ હોય. જો તમારા લેપટોપમાં વધારે પડતી ફાઈલ્સ છે, અથવા તો હેવી સોફ્ટવેર સતત બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યા છે, તો તેના કારણે પણ તમારું લેપટોપ સ્લો થઈ શકે છે. કારણ ગમે તે હોય, પરંતુ આવી સ્થિતિમાં પણ લેપટોપને ફરી ઝડપી બનાવી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમારું લેપટોપ ફરી ઝડપથી ચાલવા લાગશે.

લેપટોપનું Recycle Bin ખાલી કરો
જ્યારે તમે લેપટોપમાંથી કોઈ પણ ફાઈલ ડિલીટ કરો છો, ત્યારે આ ડિલીટ થયેલી બધી જ ફાઈલ્સ રિસાઈકલ બિનમાં જમા થાય છે. એટલે કે તેમાં સ્ટોર થયા કરે છે. તમારા લેપટોપની સ્પીડને સુધારવા માટે રિસાઈકલ બિનને પણ સમયાંતરે ખાલી કરતા રહો. રિસાઈકલ બિન ખાલી કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.
1. સૌથી પહેલા ડેસ્કટોપ પર જઈને રિસાઈકલ બિનનો આઈકન શોધો.
2. હવે આ આઈકન પર માઉસની રાઈટ ક્લિક કરો અને Empty Recycle Bin વિકલ્પ પર ટેપ કરો.
3. જો તમારા લેપટોપમાં સ્ટોરેજ ઓછું છે, તો આ પ્રક્રિયા બાદ તમારા લેપટોપમાં જગ્યા થઈ શકે છે. વૈકલ્પિક રીતે તમારા રિસાઈકલ બિન મેન્યુને ઓપન કરીને પણ તેમાં ફાઈલ સિલેક્ટ કરી ડિલીટ કરી શકો છો.
ટેમ્પરરી ફાઈલ્સ ડિલીટ કરો.
આપણે જેમ જેમ લેપટોપ વાપરતા જઈએ તેમ તેમ વેબ બ્રાઉઝર અને સોફ્ટવેર્સ તેની ટેમ્પ ફાઈલ ક્રિએટ કરતા જાય છે. આ બધી ફાઈલ્સ જમા થતી જાય છે, જે હાર્ડ ડ્રાઈવમાં જગ્યા રોકે છે. તેને પરિણામે પણ લેપટોપની સ્પીડ ઘટી શકે છે.
આવી સ્થિતિમાં ટેમ્પ ફાઈલ્સને હટાવી દેવાથી પણ લેપટોપની સ્પીડ વધી શકે છે. ટેમ્પ ફાઈલ્સ હટાવવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.
1. સૌથી પહેલા રન કમાન્ડ વિન્ડોઝ ઓપન કરવા માટે વિન્ડોઝની સાથે R કી દબાવો.
2. હવે તમને જે ફિલ્ડ દેખાય છે તેમાં %Temp% ટાઈપ કરો અને ઓકે બટન પ્રેસ કરો.
3. હવેની વિન્ડોમાં તમને બધી જ ટેમ્પ ફાઈલ્સ જોવા મળશે.
4. બધી જ ફાઈલ્સ સિલેક્ટ કરો અને ડિલીટ બટન દબાવો.
ડિસ્ક ક્લીનઅપ
ડિસ્ક ક્લીન અપ મેન્યુ તમને લેપટોપની ડિસ્ક પર રહેલી બધી જ ફાઈલ્સ અંગે આઈડિયા આપે છે. તમને જે ફાઈલ્સની જરૂર નથી તે બધી જ નકામી ફાઈલ્સ તમે ડિસ્ક ક્લીન અપથી હટાવી શકો છો. તમે લેપટોપની સ્પીડને વધારવા માટે ડિસ્ક ક્લીન અપ પણ કરી શકો છો.
1. સૌથી પહેલા ટાસ્ક બાર પર સર્ચ બારમાં ડિસ્ક ક્લીન અપ ટાઈપ કરો.
2. હવે એ સ્પેશિયલ ડિસ્ક સિલેક્ટ કરો, જેમાંથી તમે ફાઈલ્સ હટાવવા ઈચ્છો છો. સામાન્ય રીતે વિન્ડોઝમાં ડિફોલ્ટ રીતે બે ડિસ્ક હોય છે.
3. હવે તમને એ બધી જ ફાઈલ્સનું લિસ્ટ મળશે, જેને ડિલીટ કરી શકાય છે. તેમાં પ્રોગ્રામ ફાઈલ્સ, ઈન્ટરનેટ ફાઈલ્સ, થંબનેલ્સ, કૅશ ફાઈલ્સ અને રિસાઈકલ બિનનું કન્ટેન્ટ હશે.
4. આમાંથી એ બધી જ ફાઈલ્સ ડિલીટ કરો, જેને તમે હટાવવા ઈચ્છો છો અને ઓકે બટન દબાવો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
