Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટફોનનો અવાજ ઓછો થઈ ગયો છે? તો માત્ર એક સેટિંગથી જાતે જ કરો સરખો
શું તમારો સ્માર્ટફોન જૂનો થઈ ગયો છે? શું તમારા સ્માર્ટફોનનો અવાજ ઓછો થઈ ગયો છે? તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે. જેમ જેમ ફોન જૂનો થાય એમ એમ તેનો વોલ્યુમ પણ ઘટતો જાય છે. એવી સ્થિતિમાં યુઝર્સ ફોન સ્પીકર પર સાંભળે છે અથવા તો ઈયરફોન કે પછી બડ્ઝનો ઉપયોગ કરે છે. જો કે ઘણીવાર સ્પીકર કે બડ્ઝ પર પણ ફોનનો અવાજ ઓછો આવે છે. આવી સ્થિતિમાં નવો ફોન ખરીદવાના બદલે તમારે બસ ફોનના સેટિંગ્સમાં જઈને એક નાનકડી વસ્તુ બદલવાની છે. આટલું કરતા જ તમારા ફોનનો વોલ્યુમ વધી જશે એ નક્કી.

આજે આ આર્ટિકલમાં અમે તમને એન્ડ્રોઈડ સ્માર્ટપોનનો વોલ્યુમ વધારવાની સરળ રીત જણાવીશું. આના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની પણ મદદ નથી લેવાની. જી હાં. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ રીત છે, જેના દ્વારા તમે ફોનનો ઓછો થયેલો વોલ્યુમ વધારી શકો છો.
સ્માર્ટફોનનો વોલ્યુમ વધારવા માટે આટલું કરો.
સ્ટેપ 1: જો તમારા સ્માર્ટફોનનો વોલ્યુમ ઘટી ગયો છે, તો વોલ્યુમ વધારવા માટે સૌથી પહેલા સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને Sounds and Vibration ઓપ્શન પર જવાનું છે. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમને આ સેક્શનમાં સૌથી નીચે સ્ક્રોલ ડાઉન કરીને Ear – Customized Sound Effects નામનો ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 4: તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: બાદમાં તમારે Ear – Customized Sound Effectsની સામે રહેલું ટોગલ ઓન કરવાનું છે.
સ્ટેપ 6: હવે આ ટોગલ ઓન કર્યા બાદ તમને ઘણા એજ વાળા ઓપ્શન દેખાશે.
સ્ટેપ 7: જો તમારી ઉંમર 30 કરતા ઓછી છે, તો તમે Under 30 Year Old સેક્શન પસંદ કરી શકો છો.
સ્ટેપ 8: જો તમારા મમ્મી પપ્પાના ફોનમાં તમે વોલ્યુમ વધારવા ઈચ્છો છો, તો તમે 30થી 60 વર્ષ સુધીના ઓપ્શન પર ક્લિક કરી શકો છો.
સ્ટેપ 9: જો તમારા દાદા દાદીનો ફોન છે, તો તમે Above 60 Years વાળા ઓપ્શન પર ટેપ કરી શકો છો.
આ સેટિંગ્સ દ્વારા તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો વોલ્યુમ વધારી શકો છો. જો તમારા ફોનનો વોલ્યુમ ઘટી ગયો છે, તો તમે આ સેટિંગ્સનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન એ રાખો કે તમારે ઉંમરનો ઓપ્શન હંમેશા સાચો સિલેક્ટ કરવાનો છે. જો તમે ઓછી ઉંમરે 60ની ઉંમરવાળો સાઉન્ડ સેટ કરશો, તો તમે સાંભળવાની શક્તિ ગુમાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications