iPhone પર આ રીતે હાઈડ કરો એપ્સ, જાણો તમામ સ્ટેપ્સ

By Gizbot Bureau
|

જો તમારો iPhone રેગ્યુલર રીતે બીજા દ્વારા પણ યુઝ થઈ રહ્યો છે, તો આવી સ્થિતિમાં તમારી પ્રાઈવસી જોખમાઈ શકે છે. તમે ન ઈચ્છતા હો તેવી એપ્સ કે માહિતી તમારો ફોન યુઝ કરનાર કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે. તમે આવી એપ્સને તમારા ફોનમાં હાઈડ કરી શકો છો. એકવાર એપ્સ હાઈડ થઈ જાય તો પછી તે હોમ સ્ક્રીનની સાથે સાથે સિરી સર્ચમાં પણ જોવા નહીં મળે. તમે આવી રીતે હાઈડ કરેલી એપ્સને માત્ર એપ લાઈબ્રેરાંથી શોધીને અથવા લાઈબ્રેરીમાં ઈન્સ્ટોલ્ડ બધી જ એપ્સના લિસ્ટમાં જઈને નેવિગેટ કરીને જ એક્સેસ કરી શક્શો.

iPhone પર આ રીતે હાઈડ કરો એપ્સ, જાણો તમામ સ્ટેપ્સ

iPhone પર હોમસ્ક્રીન એપ્સ કેવી રીતે હાઈડ કરશો?

તમારા iPhoneની હોમસ્ક્રીન પરથી એપ્સ હાઈડ કરવા અને હટાવવા માટે માત્ર એક જ બટનની જરૂર પડે છે. તમે એપ્સને માત્ર નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને હાઈડ કરી શકો છો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનને અનલૉક કરો અને એ એપ્સ નક્કી કરો, જેને તમારે હોમસ્ક્રીન પર નથી બતાવવી.

સ્ટેપ 2: હવે એપ આઈકન પર પ્રેસ કરીને હોલ્ડ કરો.

સ્ટેપ 3: Remove from Home Screen બટનની સાથે સાથે એક પોપ અપ જોવા મળશે, આ પોપ અપ સિલેક્ટ કરો.

સ્ટેપ 4: તમે જેવો આ પોપ અપ પર ક્લિક કરશો, કે તરત જ એપ તમારી હોમસ્ક્રીન પરથી ગાયબ થઈ જશે.

હવે આ હાઈડ કરેલી એપ્સ જોવા માટે તમારે એપ લાઈબ્રેરીમાં જવું પડશે, જે તમને હોમસ્ક્રીન પર સૌથી છેલ્લે જમણી બાજુ મળશે.

iPhone પર હોમસ્ક્રીન પેજ હાઈડ કરવા આટલું કરો.

સ્ટેપ 1: iPhoneની હોમ સ્ક્રીન પર જાવ અને નીચેની તરફ સર્ચ પિલને ત્યાં સુધી પ્રેસ કરીને હોલ્ડ કરો, જ્યાં સુધી બધી જ એપ્સના આઈકન વાઈબ્રેટ ન થવા લાગે.

સ્ટેપ 2: હવે Search ટેક્સ્ટના બદલે તમને માત્ર ડોટ્સ જોવા મળશે.

સ્ટેપ 3: હવે તમારી સામે બધા જ હોમસ્ક્રીન પેજ જોવા મળશે. તમારે આમાંથી જે પેજને હાઈડ કરવું છે, તેને અનચેક કરો અને બાદમાં ડન બટન દબાવો.

હાઈડ પેજને પાછું લાવવા માટે ઉપર આપેલી પ્રક્રિયાને ફરીથી કરો અને એ પેજને ચેકમાર્ક કરો, જેને તમે તમારા ફોનની સ્ક્રીન પર પાછું લાવવા ઈચ્છો છો.

સિરી અને હોમસ્ક્રીન સર્ચ દ્વારા એપ્સને હાઈડ કરો.

iPhone પર ભલે તમે એપ્સને હોમસ્ક્રીનમાંથી હાઈડ કરી દો, પણ તે સ્પોટલાઈટ અથવા સિરી સર્ચમાં દેખાઈ શકે છે. હાઈડ કરેલી એપ્સ સર્ચ રિઝલ્ટમાં પણ ન દેખાય, તેની રીત અહીં આપીએ છીએ.

સ્ટેપ 1: તમારા આઈફોન પર સેટિંગ્સ એપ ખોલો.

સ્ટેપ 2: હવે નીચેની તરફ સ્ક્રોલ કરો અને Siri and Search ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 3: હવે એ એપ સર્ચ કરો, જેને તમારે સર્ચમાંથી પણ હાઈડ કરવી છે.

સ્ટેપ 4: બસ હવે Show Apps in Search નામના ઓપ્શનને બંદ કરી દો. તમારું કામ થઈ ગયું.

Best Mobiles in India

English summary
How to hide your apps on iphone follow steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X