Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોનમાં આ રીતે હાઈડ કરો એપ્સ, કોઈને પણ નહીં દેખાય
એક સ્માર્ટફોન યુઝર તરીકે તમારા ફોનમાં ઘણી બધી એપ્સ હશે. આમાંથી કેટલીક એપ્સ એવી હશે, જેનો ઉપયોગ તમે અંગત કામ માટે કરતા હશો. આવી સ્થિતિમાં જો કોઈ બીજું વ્યક્તિ તમારો ફોન ચેક કરે, તો તમારા ધબકારા વધી જાય. તમને એક જ ચિંતા થાય કે તમારે જે એપ વિશે કોઈને વાત નથી કરવી, તે તમારો ફોન યુઝ કરનાર વ્યક્તિ જોઈ લેશે. પરંતુ તમે આ ચિંતાથી છૂટકારો મેળવી શકો છો. જી હાં, એન્ડ્રોઈડ સ્માર્ટપોનમાં તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમારી સિક્રેટ એપ્સને હાઈડ કરી શકો છો. એવી રીતે કે કોઈને સપને પણ ખ્યાલ નહીં આવે કે તમારા ફોનમાં આવી કોઈ એપ છે, જે તમે યુઝ કરી રહ્યા છો. આ એપ્સ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ કે પછી ટ્રેડિંગને લગતી અથવા કોઈ પણ એપ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે એન્ડ્રોઈડ ફોનમાં એપ કેવી રીતે હાઈડ કરી શકાય.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં રહેલી એપ્સને હાઈડ કરવા માટે તમારે અલગથી કોઈ થર્ડ પાર્ટી એપ પણ ડાઉનલોડ કરવાની જરૂર નથી .તમારા ફોનમાં જ કેટલાક એવા સેટિંગ્સ અવેલેબલ છે, જેની મદદથી તમે એપ્સને હાઈડ કરી શકો છો. કોઈ પણ એન્ડ્રોઈડ ફોનમાં કોઈ પણ પ્રકારની એપને હાઈડ કરવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ્સને ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારા ફોનમાં દેખાતા Privacy ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: પ્રાઈવસી સેક્શનમાં સ્ક્રોલ ડાઉન કરસો, તો તમને App Hidingનો ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 4: આ ઓપ્શન પર ગયા બાદ તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે. જો તમારું સ્ક્રીન લોક ફિંગરપ્રિન્ટ દ્વારા છે, તો તે પણ કામ કરશે.
સ્ટેપ 5: હવે એપ હાઈડિંગ ઓપ્શનની અંદર તમને ફોનમાં એ એપ્સ જોવા મળશે, જે તમારા ફોનમાં ઈન્સ્ટોલ્ડ છે.
સ્ટેપ 6: આ લિસ્ટમાં તમારે એ સિક્રેટ એપ્સ સિલેક્ટ કરવાની છે, જેને તમે હાઈડ કરવા ઈચ્છો છો.
સ્ટેપ 7: જે પણ એપ તમને ફોનમાં હાઈડ કરવા ઈચ્છો છો, તેની સામે રહેલું ટોગલ ઓન કરી દો.
સ્ટેપ 8: હવે તમારા ફોનના એપ લોન્ચરમાં તમને આ એપ જોવા નહીં મળે.
અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે જુદા જુદા એન્ડ્રોઈડ ફોન્સમાં સ્માર્ટપોન એપ્સ હાઈડ કરવાની રીત થોડી અલગ હોઈ શકે છે. Samsung, OnePlus, Oppo જેવી બ્રાન્ડ્ઝના ફોનમાં એપ હાઈડ કરવાના ઓપ્શન થોડા જુદા ચે. પરંતુ સેટિંગ્સમાં તમને હાઈડનો ઓપ્શન તો મળી જ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications