Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android સ્માર્ટ ફોનમાં એપ્સને કરો હાઈડ, જાણો બધા જ સ્ટેપ્સ
મોટા ભાગના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક વસ્તુ લગભગ સરખી જ હોય છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ પ્રિ ઈન્સ્ટોલ્ડ એપ્સની. આજકાલ દરેક કંપની પોતાના સ્માર્ટફોનમાં કેટલીક એપ્સ પ્રિ લોડ કરીને આપે છે. જેમાંથી કેટલીક એપ્સનો રોજેરોજ ઉપયોગ થાય છે, તો કેટલીક એપ્સ વણજોઈતી હોય છે. પરંતુ આ એપ્સ પ્રિ લોડેડ હોવાને કારણે સ્માર્ટફોનમાંથી હટાવી શકાતી નથી. આવી સ્થિતિમાં તમે શું કરશો? એક રીત છે, જેના દ્વારા તમે આવી વણજોઈતી એપ્સને તમારી હોમ સ્ક્રીન પરથી અને એપ ડ્રોવરમાથી હટાવી શકો છો. મોટા ભાગના ફોન એવું બિલ્ટ ઈન ફીચર ધરાવે છે, જેના દ્વારા તમે એપ્સને હાઈડ કરી શકો છો. ચાલો, જોઈએ કે કઈ રીતે એપ્સ હાઈડ કરી શકાય છે.

Samsungના ફોનમાં એપ્સને હાઈડ કેવી રીતે કરશો?
સેમસંગના સ્માર્ટફોનમાં એપ્સ હાઈડ કરવી સાવ સરળ છે. સેમસંગની OneUI તમને એક એવો ઓપ્શન આપે છે, જેને કારણે તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લીકેશન ડાઉનલોડ કર્યા વગર જ એપ્સને હાઈડ કરી શકો છો.
1. સૌથી પહેલા તમારા સેમસંગ સ્માર્ટફોન પર એપ ડ્રોવર ઓપન કરો અને જમણી બાજુ ઉપરની તરફ દેખાતા 3 ડોટ્સ પર ક્લિક કરો.
2. અહીં તમને હોમ સ્ક્રીન સેટિંગ્સ વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
3. હવે લિસ્ટમાં Hide App વિકલ્પ સર્ચ કરો.
4. બાદમાં એ એપ્સ સિલેક્ટ કરો, જેને તમે હાઈડ કરવા માંગો છો, અને અપ્લાય બટન પર ક્લિક કરો. આવી એપ્સ હોમ સ્ક્રીન પર નહીં જોવા મળે.
Vivoના ફોનમાં એપ્સને કેવી રીતે હાઈડ કરશો?
Vivo Funtuch OS પણ એક બિલ્ટ ઈન ફીચર સાથે આવે છે, જેના દ્વારા તમે એપ્સને સરળતાથી હાઈડ કરી શકો છો. જો કે, અમે જે ફીચર અંગે વાત કરી રહ્યા છીએ, તે માત્ર ફનટચ ઓએસ 9.0 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા વીવો મોબાઈલ ફોનમાં જ અવેલેબલ છે.
1. સૌથી પહેલા વીવો સ્માર્ટફોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો અને ફેસ એન્ડ પાસવર્ડ સેક્શન પર જાવ.
2. હવે પ્રાઈવસી અને એપ એન્ક્રિપ્શન સેટિંગ્સ પર ક્લિક કરો.
3. અહીં તમને હાઈડ એપ ઓપ્શન મળશે. તેને ચાલુ કરવા માટે આ વિકલ્પ પર ટેપ કરો.
4. બાદમાં એવી એપ પસંદ કરો, જેને તમે સ્માર્ટફોનમાંથી હાઈડ કરવા ઈચ્છો છો.
5. એકવાર એપ્સ સિલેક્ટ થઈ જાય, ત્યાર બાદ અપ્લાય બટન પર ક્લિક કરો અને તમે સિલેક્ટ કરેલી એપ્સ હાઈડ થઈ જશે.
OnePlus સ્માર્ટફોનમાં એપ્સ હાઈડ કરવા માટે આટલું કરો.
જો તમે વન પ્લસ સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો, તો પણ એપ્સ હાઈડ કરવી ઈઝી છે. તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ મુજબ કામ કરવાનું છે.
1. સૌથી પહેલા તમારા ફોનમાં એપ ડ્રોવર ઓપન કરવા માટે હોમસ્ક્રીનને ઉપરની તરફ સ્વાઈપ કરો.
2. હવે હિડન સ્પેસ એપ ડ્રોવર ખોલવા માટે આંગળીને લેફ્ટથી રાઈટ તરફ ફેરવો.
3. તમને ઉપરની તરફ જમણી બાજુ +નું ચિહ્ન જોવા મળશે. તેના પર ક્લિક કરો અને તમારા ફોન પર ઈન્સ્ટોલ થયેલી બધી જ એપ્સનું લિસ્ટ જોવા મળશે.
4. હવે એ એપ્સ સિલેક્ટ કરો, જેને તમે હાઈડ કરવા માગો છો. એપ્સ સિલેક્ટ થઈ ગાય બાદ બેક આવો અને તમે સિલેક્ટ કરેલી એપ્સ હાઈડ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications