Instagram પોસ્ટને આ રીતે કરો Hide, ડિલીટ કરવાની જરૂર નથી

By Gizbot Bureau
|

ઘણીવાર આપણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક એવી પોસ્ટ કરી દઈએ છીએ, જેને બાદમાં આપણે ડિલીટ કરવી પડે છે. આજે અમે તમને ઈન્સ્ટાગ્રામની એક એવી શાનદાર ટ્રિક જણાવીશું, જેને કારણે તમારે પોતાની કોઈ પણ પોસ્ટ કે ફોટો ડિલીટ નહીં કરવો પડે. આ ટ્રિક તમને તમને ઓકવર્ડ સિચ્યુએશનમાંથી ઉગારી શકે છે.

Instagram પોસ્ટને આ રીતે કરો Hide, ડિલીટ કરવાની જરૂર નથી

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોઝ કે વીડિયો તમારે ફોલોઅર્સની નજરમાં ન આવે તે રીતે હટાવી દેવા છે, પરંતુ ડિલીટ નથી કરવા તો આ સિચ્યુએશનમાં તમને ઈન્સ્ટાગ્રામની ટ્રિક કામ લાગશે. એક્ચ્યુઅલી આ ટ્રિક નથી, પરંતુ ઈન્સ્ટાગ્રામનું જ નવું ફીચર છે, જેના વિશે અમે તમને જણાવી રહ્ય છીએ. આ ફીચરની મદદથી તમે પ્રોફાઈલ પર રહેલી કોઈ પણ પોસ્ટને ડિલીટ કર્યા વગર છુપાવી શકો છો.

Instagram Archive પોસ્ટ ફીચર શું છે?

તમે ઈન્સ્ટાગ્રામના આ ખાસ ફીચરની મદદથી પોતાનો ફોટો કે વીડિયો ડિલીટ કર્યા વગર હાઈડ કરી શકો છો. કોઈ પણ પોસ્ટને આર્કાઈવ કર્યા બાદ એ તમારા પ્રોફાઈલ સેક્શનમાં નહીં જોવા મળે. જો તમારે ફરી એ ફોટો કે પોસ્ટ જોવી છે, તો તમે તેને પ્રોફાઈલ પર રિસ્ટોર પણ કરી શકો છો. આ ટ્રિકની મદદથી તમે કેટલીક મેમરીઝને ફીડ પરથી હટાવી શકો છો, જે ડિલીટ નથી થતી, અને તમે ઈચ્છો ત્યારે ફરી જોઈ પણ શકો છો.

Instagram Archive પોસ્ટ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?

સ્ટેપ 1: તમારા મોબાઈલમાં સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ લોન્ચ કરો અને પ્રોફાઈલ ઓપ્શન પર જાવ.

સ્ટેપ 2: હવે એ પોસ્ટ પર જાવ, જેને તમે છુપાવવા ઈચ્છો છો.

સ્ટેપ 3: સ્ક્રીનના નીચેના ભાગમાં જમણી તરફ દેખાઈ રહેલા ત્રણ ડોટ વાળા મેનુ બટન પર ટેપ કરો.

સ્ટેપ 4: હવે આર્કાઈવ બટન દબાવો.

બસ તમારું કામ થઈ ગયું. આટલું કરતાની સાથે જ તમે જે પોસ્ટ સિલેક્ટ કરી છે, તે આર્કાઈવ થઈ જશે, અને તમારી પ્રોફાઈલ પર નહીં દેખાય. ખાસ વાત એ છે કે આ પોસ્ટ તમે ઈચ્છો ત્યારે રિસ્ટોર પણ કરી શકો છો.

Instagram Archived પોસ્ટને આ રીતે કરો રિસ્ટોર

સ્ટેપ 1: તમારા મોબાઈલમાં સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ લોન્ચ કરો અને પ્રોફાઈલ ઓપ્શન પર જાવ.

સ્ટેપ 2: સ્ક્રીનના નીચેના ભાગમાં જમણી તરફ દેખાઈ રહેલા ત્રણ ડોટ વાળા મેનુ બટન પર ટેપ કરો.

સ્ટેપ 3: પોપ અપ મેનુમાંથી આર્કાઈવ ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 4: ટોપ પર દેખાતા ડ્રોપ ડાઉન મેનુમાંથી પોસ્ટ ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 5: હવે એ પોસ્ટ પર જાવ, જેને તમે અન હાઈડ કરવા ઈચ્છો છો. અને ત્રણ ડોટવાળા મેનુ બટન પર ટેપ કરો.

સ્ટેપ 6: બાદમાં તમને પોપ અપ વિન્ડોમાંથી આર્કાઈવ વિકલ્પ પસંદ કરો અને તમારી પોસ્ટ અનહાઈડ થઈ જશે.

Best Mobiles in India

English summary
How to hide and unhide Instagram post

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X