Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube Premium મેળવો એકદમ સસ્તામાં, બસ આ આઈડીનો કરવાનો છે ઉપયોગ
યુટ્યુબ વિશ્વનું સૌથી જાણીતું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે, જેમાં તમે હજારો, લાખો શોર્ટ વીડિયોઝ, લોંગ ફોર્મ વીડિયોઝ જુદી જુદી કેટેગરીના જોઈ શકો છો. સૌથી મજાની વાત એ છે કે યુટ્યુબ પર જોવા મળતા આ વીડિયોઝ સાવ ફ્રીમાં છે. જો કે, આ ફ્રી વીડિયોઝ જોવા દરમિયાન તમારે એડવર્ટાઈઝ પણ જોવી પડે છે, જે તમારા વીડિયોઝ જોવાના એક્સપીરિયન્સને ખરાબ કરે છે.
સાથે જ જો તમે કોઈ ઈન્ટ્રેસ્ટિંગ વીડિયો જોઈ રહ્યા છો, તો તેની મજા બગાડે છે. પરંતુ જો તમે યુટ્યુબ પ્રીમિયમનો ઉપયોગ કરશો, તો તમારે એક પણ એડવર્ટાઈઝ નહીં જોવી પડે. જો કે, યુટ્યુબ પ્રીમિયમ વાપરવા માટે તમારે માસિક અથવા વાર્ષિક ફી ચૂકવવી પડે છે. જે બાદ યુટ્યુબ તમને એડવર્ટાઈઝ ફ્રી એક્સપીરિયન્સ આપે છે. આ ઉપરાંત યુટ્યુબ પ્રીમિયમ તમને બેકગ્રાઉન્ડ પ્લે બેકનો ઓપ્શન પણ આપે છે. આ માટે તમારે દર મહિને 129 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ જો તમે સ્ટુડન્ટ છો, તો માસિક મેમ્બરશિપ ફી ઘટી શકે છે.

યુટ્યુબ પ્રીમિયમ સ્ટુન્ડટ્સને મેમ્બરશિપ અમાઉન્ટ પર ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે મોટાભાગે વિદ્યાર્થીઓ કોઈ કમાણી નથી કરતા હોતા. પરંતુ સામાન્ય પ્રીમિયમ મેમ્બરશિપ કરતા સ્ટુન્ડન્ટ મેમ્બરશિપ લેવાની પ્રોસેસ અલગ છે. સ્ટુડન્ટ મેમ્બરશિપ લેવા માટે કોઈ પણ વિદ્યાર્થીએ કેટલીક માહિતી આપવી ફરજિયાત છે, જેમાં સ્કૂલ અથવા યુનિવર્સિટીનું નામ છે. જો તમે વિદ્યાર્થી છો અને યુટ્યુબ પ્રીમિયમ મેમ્બરશિપ લેવા ઈચ્છો છો, તો તમારે નીચે આપેલી માહિતી પર ધ્યાન આપવાનું છે.
યુટ્યુબના કહેવા પ્રમાણે કોઈ પણ હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ જે યુટ્યુબ સ્ટુડન્ટ મેમ્બરશિપ આપતા વિસ્તારમાં છે, તો સ્ટુડન્ટ આ સ્કીમનો લાભ મેળવી શકે છે. જો કે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ મેમ્બરશિપનો લાભ લેવા ઈચ્છે છે, તેઓ જે સંસ્થામાં ભણે છે, તે આઈડેન્ટિટી વેરિફિકેશન પ્લેટફોર્મ SheerID પર રજિસ્ટર્ડ હોવા જરૂરી છે.
કેવી રીતે મેળવશો સ્ટુડન્ટ મેમ્બરશિપ?
સૌથી પહેલા તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં યુટ્યુબ ઓપન કરો અને સ્ટુન્ડ પ્લાન પેજ પર જાવ. તમે હાલ પ્રીમિયમ મેમ્બરશિપ નથી ધરાવતા એટલે તેના માટે નવા યુઝર છો, એટલે તમે એક ફ્રી ટ્રાયલ મેળવી શકો છો. હવે Try it Free પર ક્લિક કરો. અહીં તમારે સ્કૂલ, કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ એન્ટર કરવાનું રહેશે. જે નામ SheerID પર વેરિફાય થશે. જો તમારી સંસ્થા SheerID લિસ્ટમાં છે, તો જ તમે યુટ્યુબ પ્રીમિયમ પ્લાનની સ્ટુડન્ટ મેમ્બરશિપ મેળવી શકો છો. SheerID આ માટે તમારો એનરોલમેન્ટ નંબર અને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું ઈમેઈલ એડ્રેસ પણ પૂછશે. આ ડેટા પણ વેરિફાય કરવામાં આવશે. આટલું કર્યા બાદ તમે યુટ્યુબનું ફ્રી ટ્રાયલ યુઝ કરી શક્શો.
યુટ્યુબના કહેવા પ્રમાણે સ્ટુડન્ટ મેમ્બરશિપ પ્લાનનો ઉપયોગ તમે 4 વર્ષ સુધી કરી શકો છો, અને દર વર્ષે વિદ્યાર્થીએ તેમની આઈડી SheerID પરથી રિ વેરિફાય કરાવવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications