તમારું Instagram અકાઉન્ટ સરળતાથી કરાવો વેરિફાઈડ, બસ આટલું કરો

By Gizbot Bureau
|

Instagram ખૂબ જ વધારે વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ખાસ કરીને રિલ્સ લોન્ચ થયા બાદ Instagramના યુઝર્સ વધી ચૂક્યા છે. હાલ ઈન્ફ્લુઆન્સર્સ અને ક્રિએટર્સની પહેલી પસંદ Instagram છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટ કરતા ક્રિએટર્સ પોતાનું અકાઉન્ટ વેરિફાય કરાવવા માટે પણ ખૂબ જ મહેનત કરતા હોય છે. Instagram પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સને પોતાનું અકાઉન્ટ વેરિફાય કરી આપે છે. આ દરમિયાન Instagram વેરિફાઈડ બેજ તરીકે બ્લૂ ટિક આપે છે. કન્ટેન્ટ ક્રિએટર્સ આ બ્લૂ ટિકને ખૂબ જ મહત્વ આપે છે.

તમારું Instagram અકાઉન્ટ સરળતાથી કરાવો વેરિફાઈડ, બસ આટલું કરો

બ્લૂ ટિકને કારણે સામાન્ય યુઝર્સ, ફેક યુઝર્સ અને સત્તાવાર અકાઉન્ટ્સ જેમ કે સંસ્થાઓ, પબ્લિક ફીગર્સ, બ્રાન્ડઝને અલગ પાડવામાં ખૂબ જ સરળતા થાય છે. જો કે ઈન્સ્ટાગ્રામ હંમેશા કહેતું આવ્યું છે કે બ્લૂ ટિક અકે કોઈ ખાસ મહત્વ દર્શાવતી, સસ્તા દર્શાવતી કે ખાસિયત દર્શાવતી નિશાની નથી.

અહીં આ આર્ટિકલમાં અમે તમને તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ માટે કેવી રીતે બ્લૂ ટિક મેળવવી, એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેવી રીતે વેરિફાઈ કરવું તે અંગે માહિતી આપીશું. ખાસ ધ્યાન રાખો કે તમે વેરિફિકેશન બેજ માટે અપ્લાય કરો છો, તેનો અર્થ એમ નથી કે કંપની તમને બ્લૂ ટિક આપી જ દેશે. એટલું જ નહીં, એકવાર તમને બ્લૂ ટિક મળી ગયા બાદ પણ કંપની ઈચ્છે ત્યારે તમારી પાસેથી આ બ્લૂ ટિક પાછી મેળવી શકે છે. જો Instagramને લાગશે કે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિયમો અને પોલિસીઝનું ઉલ્લંઘન કર્યું છે, તો Instagram બ્લૂ ટિક હટાવી શકે છે.

આ રીતે કરો Instagram અકાઉન્ટ વેરિફાઈડ

1. તમારા ફોન કે લેપટોપમાં Instagram ઓપન કરીને તમારા અકાઉન્ટમાં લોગ ઈન કરો.

2. તમારા અકાઉન્ટમાં જમણી બાજુ નીચેના ખૂણામાં તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.

3. હવે જમણી બાજુ ઉપરના ખૂણામાં ત્રણ આડી લાઈન દેખાશે, તેના પર ક્લિક કરો.

4. અહીં તમારી પાસે સેટિંગ્સનું મેનુ ખુલશે. સેટિંગ્સમાં અકાઉન્ટની અંદર રિક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.

5. હવે તમારું આખું નામ અને ઓળખના પુરાવા તરીકે ફોટો આઈડી પ્રૂફ, બિઝનેસ ડોક્યુમેન્ટ્સ સહિતના જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

6. આટલું કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

એકવાર તમે તમારી અરજી સબમિટ કરી દેશો ત્યાર બાદ Instagram 30 દિવસનો સમય લેશે. આગામી 30 દિવસમાં તમને ખ્યાલ આવશે કે તમારી અરજી સ્વીકારાઈ છે કે પછી રદ કરી દેવાઈ છે. જો તમારી અરજી નકારી દેવામાં આવી હોય તો આગામી 30 દિવસમાં તમે બીજી વખત વેરિફિકેશન માટે અપ્લાય કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામે સ્પષ્ટતા કરી છે કે,’એક વખત કરેલી અરજીનું નિરાકરણ આવે તે પહેલા જો તમે વારંવાર વેરિફિકેશન માટે અરજી કરશો, તો તમારી અરજી રદ કરી દેવામાં આવશે.’

યાદ રાખો કે એકવાર તમારું અકાઉન્ટ વેરિફાઈ થઈ જાય, ત્યારબાદ તમે તમારું યુઝરનેમ નહીં બદલી શકો, સાથે જ આ વેરિફિકેશન બીજા અકાઉન્ટ પર ટ્રાન્સફર પણ નહીં થઈ શકે. સાથે જ તમારુઁ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ વેરિફાઈ થવાનો અર્થ એ નથી કે તમારું ફેસબુક અકાઉન્ટ પણ વેરિફાઈ થઈ જશે. જો તમે ખોટા દસ્તાવેજ કે ખોટી માહિતી દ્વારા તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ વેરિફાય કરાવો છો, તો કંપની તમારો બેજ પાછો લઈ લેશે, સાથે જ ખોટી માહિતી આપવા બદલ તમારું અકાઉન્ટ પણ ડિસેબલ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Get Your Instagram Account Verified

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X