Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એલપીજી ગેસ કનેક્શન ઓનલાઇન કઈ રીતે બુક કરાવવું
નવું એલપીજી કનેક્શન લેવુ ને ખૂબ જ કંટાળાજનક કામ સાબિત થઇ શકે છે કેમ કે તેના માટે જે તે વ્યક્તિએ તેમના નજીકના એલપીજી ડીલરશીપ પાસે જવું પડતું હોય છે ત્યાર બાદ લાઈનમાં ઊભા રહી અને બધા જરૂરી કાગળિયા આપવા પડતા હોય છે ત્યાર બાદ પેમેન્ટ કરી અને કનેક્શન મળતું હોય છે.

પરંતુ આજના ડિજિટલ સમયની અંદર ઘણી બધી વસ્તુ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને ત્રણ મોટા એલપીજી સપ્લાયર જેવા કે ભારત ગેસ ઇન્ડિયન ગેસ અને એચપી ગેસ દ્વારા પોતાની સર્વિસને ઓનલાઇન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા તેમની પોતાની એપ પણ લોન્ચ કરવામાં આવી છે કે જે યુઝર્સને નવા એલપીજી કનેક્શન માટે અનુમતિ આપે છે જેની અંદર refill માટે પણ બુકિંગ થઇ શકે છે અને બીજી ઘણી બધી સર્વિસ પણ આપવામાં આવે છે.
તો જો તમે નવા એલપીજી કનેક્શન માટે રાહ જોઈ રહ્યા હો અને જો તમે લોકલ ડીલરશીપ ની વિઝીટ લેવાથી કંટાળો આવી રહ્યો હોય તો તમે તેને ઓનલાઈન પણ બુક કરાવી શકો છો.
અને તેના માટેની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે યુઝર્સે માત્ર જે તે એલપીજી સપ્લાયના ઓનલાઇન પોર્ટલ પર જવાનું રહેશે.
ત્યારબાદ નવું કનેક્શન ઓનલાઇન ખરીદવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.
1. જે તે એલપીજી સપ્લાયનું ઓનલાઇન પોર્ટલ ઓપન કરો.
2. ત્યારબાદ તેની અંદર સર્ચ ઓપ્શનનો વિકલ્પ પસંદ કરી અને નજીકના ડિસ્ટ્રીબ્યુટર ને ગોતો.
શું તમને ડિસ્ટ્રીબ્યુટર નું નામ ખબર હોય તો તમે તેના નામ પરથી પણ સર્ચ કરી શકો છો.
3. ત્યારબાદ જે લિસ્ટ ઓપન થાય તેની અંદરથી ડિસ્ટ્રીબ્યુટર ને પસંદ કરો બને ત્યાં સુધી તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટર ને પસંદ કરવો જોઈએ.
ત્યારબાદ જઈને સ્ક્રીન ઓપન થાય તેની અંદર આપવામાં આવેલ બધી જ વિગતો ભરો જેની અંદર અંગત માહિતી એડ્રેસ સબસીડી કેશ ટ્રાન્સફર સેક્શન સિલિન્ડર ટાઈપ અને સિલિન્ડર કેપેસિટી જેવી વિગતો તમારે ભરવાની રહેશે.
અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે અલગ-અલગ સપ્લાયર ની અંદર અલગ અલગ ફોર્મ જોવા મળી શકે છે.
4. ત્યાર બાદ તમારે પ્રુફ ઓફ આઇડેન્ટિટી અને પ્રુફ એડ્રેસ પસંદ કરવાનું રહેશે.
5. ત્યારબાદ બંને ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો ની સાથે અપલોડ કરો.
6. ત્યારબાદ એગ્રીમેન્ટ ને ચેક કરી અને સબમિટ બટન પર ક્લિક કરો.
7. ત્યારબાદ તે તમને પેમેન્ટ પેજ પર લઈ જશે કે જ્યાં તમે અલગ અલગ વિકલ્પો માંથી કઈ રીતે પેમેન્ટ કરવું તે પસંદ કરી શકો છો ઇન્ટરનેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન પેમેન્ટ ના વિકલ્પો આપવામાં આવશે અને તમે કેશ ઓન ડિલિવરી નો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
8. અનેક વખત જ્યારે પેમેન્ટ થઈ જાય છે ત્યાર બાદ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવે છે જેના પરથી તમે તમારા બુકિંગને ટ્રેક કરી શકો છો અને તેના ડિલિવરી ના સ્ટેટસને પણ જાણી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications