Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ભૂલથી બીજા કોઈના નંબર પર થઈ ગયું છે રિચાર્જ? આ રીતે મેળવો રિફંડ
પહેલા તો આપણે બધા જ મોબાઈલ પર રિચાર્જ કરાવવા માટે નજીકની દુકાન પર જતા હતા અને કૂપન ખરીદતા હતા અથવા ટોપ અપ રિચાર્જ કરાવતા હતા. પરંતુ હવે બધી જ ટેલિકોમ કંપનીઓ ઓનલાઈન રિચાર્જનો વિકલ્પ આપે છે. હવે તો આપણે બધા જ આપણા ફોનના રિચાર્જ જાતે જ ઓનલાઈન કરી દઈએ છીએ. પરંતુ, કેટલીકવાર એવું બને છે કે તમે પોતાના નંબરના બદલે અન્ય નંબર પર રિચાર્જ કરી દો છો. રિચાર્જ માટે નંબર એન્ટર કરતા સમયે ઉતાવળમાં એકાદ આંકડો ખોટો લખી જાય છે, અને નુક્સાન થઈ જાય છે. પરંતુ, જો તમે ખોટા નંબર પર રિચાર્જ કર્યું છે, તો આ પૈસા પાછા મેળવી શકાય છે. અમે તમને આ આર્ટિકલમાં કેટલીક એવી રીત જણાવીશું, જેનો અમલ કરીને તમે રિચાર્જના પૂરા પૈસા પાછા મેળવી શકો છો.

સૌથી પહેલા આ કામ કરો.
જો ભૂલથી કે ઉતાવલમાં તમે કોઈ ખોટા નંબર પર રિચાર્જ કરી દીધું છે, તો તમે તમે જે કંપનીનું સિમ કાર્ડ યુઝ કરી રહ્યા છો, તાત્કાલિક તેમના કસ્ટમર કેર પર ફોન કરો અને તેમને આખી ઘટનાની માહિતી આપો. કસ્ટમર કેરને તમારે રિચાર્જની અમાઉન્ટ, કયા નંબર પર રિચાર્જ થયું છે તેની માહિતી અને ટ્રાન્ઝેક્શન ડિટેઈલ્સ જણાવવાની છે. જરૂર પડે તો આ બધી જ માહિતી ઈમેઈલ પણ કરી દો. ત્રણેય ટેલિકોમ કંપનીઓના કસ્ટમર કેરની ઈમેઈલ આઈડી અમે તમને અહીં આપી રહ્યા છીએ.
Airtel- [email protected]
JIO- [email protected]
તમે જે પણ માહિતી ટેલિકોમ કંપનીઓને આપશો, તે બધી જ માહિતી ટેલિકોમ કંપનીઓ પહેલા વેરિફાય કરશે અને બાદમાં તમારા રિચાર્જના પૈસા રિફંડ કરી દેશે.
ક્યાં ફરિયાદ કરશો?
ઘણી વાર એવું પણ બને છે કે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકની વાતો ધ્યાને નતી લેતી. લાંબા સમય સુધી કંપ્લેન કર્યા છતાં, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકની વાત ટાળી દે છે. આવી સ્થિતિમાં તમે ગ્રાહક સેવા પોર્ટલ એટલે કે કન્ઝ્યુમર ફોરમ પર પોતાની ફરિયાદ દાખલ કરી શકો છો. આ ફરિયાદ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ગ્રાહક સેવાની એપ ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે ફરિયાદ સંબંધિત બધા જ દસ્તાવેજ તેના પર અપલોડ કરી દેવાના છે.
અહીં એક વાતનું એ પણ ધ્યાન રાખો કે તમે જે નંબર પર રિચાર્જ કરવા ઈચ્છતા હતા અને ભૂલથી જે નંબર પર રિચાર્જ કરી દીધું છે, તે બંને સરખા હોવા જોઈ. આ સરખા હોવા એટલે બંને નંબરમાં માત્ર એક -બે આંકડાનો જ ફરક હોવો જોઈએ. જો આના કરતા વધારે આંકડા જુદા હશે, તો ટેલિકોમ કંપનીઓ તમારા પૈસા રિફંડ કરવાની ના પાડી શકે છે. કારણ કે આવી સ્થિતિમાં તેઓ માને છે કે ગ્રાહકો તેમને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications