Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple TV+ નું સબસ્ક્રીપ્શન 2 મહિના માટે છે ફ્રી, આ રીતે કરો ક્લેમ
Apple TV+ અમેરિકન સબસ્ક્રીપ્શન સ્ટ્રીમિંગ સર્વિસ છે, જેના લાખો ચાહકો ભારતમાં પણ છે. યુટ્યુબ, નેટફ્લિક્સ, એમેઝોનની જેમ Apple TV+ પર પણ તમને અઢળક કન્ટેન્ટ જોવા મળે છે. આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વિશ્વભરની શાનદાર ફિલ્મો અને શોઝ ઉપલબ્ધ છે. ભારતમાં Apple TV+ નો સબસ્ક્રીપ્શન ચાર્જ પ્રતિ મહિનાના 99 રૂપિયા છે. કંપની પોતાના યુઝર્સને 7 દિવસનો ફ્રી ટ્રાયલ પીરિયડ પણ આપે છે, જે જોયા બાદ યુઝર સબસ્ક્રીપ્શન લેવું કે નહીં તે નક્કી કરી શકે છે. પરંતુ હાલ, એપલ Apple TV+ સર્વિસને પૂરા 2 મહિના માટે સાવ મફત આપી રહી છે. જો તમે એપલ યુઝર છો, અને એપલ ટીવી પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું વિચારી રહ્યા છો, તો હાલ તમારા માટે સારી તક છે. એપલ ટીવી પ્લસનું કન્ટેન્ટ તમે 2 મહિના સુધી સાવ મફતમાં માણી શકો છો.

Apple કંપની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર કોઈ ખાસ શોને પ્રમોટ કરવા માટે સમયાંતરે આ પ્રકારની ઓફર્સ લાવતી રહી છે. આ વખતે પણ કંપનીએ એક નવી સિરીઝના પ્રમોશન માટે 2 મહિનાના ફ્રી સબસ્ક્રિપ્શનની જાહેરાત કરી છે. Apple TV+ પર જેનિફર ગાર્નર સ્ટારર The Last Thing He Told Me નામની સિરીઝ સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝના પ્રમોશન માટે કંપનીએ બે મહિના માટે ફ્રી સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે.
યુઝર્સ આ ઓફરનો લાભ લઈને Apple TV+ સર્વિસને 2 મહિના માટે ફ્રીમાં યુઝ કરી શક્શે. આ બે મહિના દરમિયાન જો યુઝરને કન્ટેન્ટ પસંદ આવે છે, તો તેઓ 99 રૂપિયાનું પ્રતિ માસનું શુલ્ક આપીને Apple TV+ની સર્વિસ ચાલુ રાખી શકે છે.
ચાલો જાણીએ, Apple TV+નું 2 મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન કેવી રીતે મેળવી શકાય છે?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાંથી Apple TV+ની સત્તાવાર માઈક્રોસાઈટ ઓપન કરવાની છે.
સ્ટેપ 2: તમે ઓફર જાણવા માટે https://redeem.apple.com/appletvjennifer-gb આ લિંક પર પણ ક્લિક કરી શકો છો.
સ્ટેપ 3: હવે આ વેબસાઈટ પર તમને Accept Two Months Free નામનું બટન જોવા મળશે. 2 મહિનાનું ફ્રી સબસ્ક્રીપ્શન મેળવવા માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 4: આટલું કરતાની સાથે જ Apple TV એપ તમારા મોબાઈલ ફોન અથવા તો કમ્પ્યુટરમાં ઓપન થઈ જશે.
સ્ટેપ 5: બાદમાં તમારે અહીં તમારું એપલા આઈડી અને પાસવર્ડ ઈન્સર્ટ કરવાનું છે.
સ્ટેપ 6: હવે તમને એક પોપ અપ મેસેજ આવશે. જેમાં તમને ફ્રી સબસ્ક્રિપ્શનની બધી જ ડિટેઈલ્સ જોવા મળશે.
સ્ટેપ 7: જો આ ડિટેઈલ્સ સાથે સહમત છો, અને તમે 2 મહિનાનું ફ્રી સબસ્ક્રીપ્શન મેળવવા ઈચ્છો છો, તો તમારે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 8: કન્ફર્ટમ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું બે મહિનાનું Apple TV+ સબસ્ક્રિપ્શન ચાલુ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications