Just In
- 536 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 537 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 539 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Card ખોવાઈ જાય તો આ રીતે ઓનલાઈન મેળવો ડુપ્લીકેટ કાર્ડ
કોઈ પણ ભારતીય નાગરિક માટે Aadhaar Card ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. ભારતમાં કોઈ સરકારી કે ખાનગી યોજનાઓનો લાભ લેવા માટે Aadhaar Card સૌથી મુખ્ય દસ્તાવેજ છે. Aadhaar Cardમાં ભારતીય નાગરિકોને 12 આંકડાનો નંબર આપવામાં આવે છે, સાથે જ તેમાં દરેક વ્યક્તિની મહત્વપૂર્ણ માહિતી પણ હોય છે. આધાર કાર્ડ હંમેશા સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં કોઈનું Aadhaar Card ખોવાઈ ગયું હશે. આવી સ્થિતિમાં ડુપ્લીકેટ આધાર કાર્ડ મેળવવું જરૂરી બને છે.

જો તમારું Aadhaar Card ખોવાઈ જાય તો UIDAIની માર્ગદર્શિકા પ્રમાણે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન પોતાનું આધાર કાર્ડ ફરી મેળવી શકો છો. આ માટે તમારે માત્ર સત્તાવાર વેબસાઈટ પર જઈને આધાર કાર્ડની ઈ કોપી ડાઉનલોડ કરવાની છે, અથવા તો પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવાનું છે. આ પ્રોસેસ કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે તમને આપી રહ્યા છીએ.
કેવી રીતે ડાઉનલોડ કરશો e-Aadhaar?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar લિંક ઓપન કરો.
સ્ટેપ 2: હવે અહીં તમારો આધાર નંબર એન્ટર કરો અને બાદમાં કેપ્ચા કોડ દાખલ કરો.
સ્ટેપ 3: હવે Send OTP પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે, તેના પર ચાર આંકડાનો ઓટીપી આવશે. આ ઓટીપી ઈનપુટ કરીને સબમિટ પર ક્લિક કરો.
સ્ટેપ 5: બસ હવે તમને આધાર કાર્ડ મળી જશે. આધાર કાર્ડની કૉપી ડાઉનલોડ કરો અને તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં સેવ કરો.
આ ઈ આધાર પાસવર્ડ દ્વારા સુરક્ષિત હોય છે અને UIDAIના સક્ષમ અધિકારી દ્વારા ડિજિટલ રીતે સાઈન કરેલું હોય છે. ડાઉનલોડ કર્યા બાદ પ્રિન્ટ કરવા અથવા તો ઓપન કરવા માટે પાસવર્ડ તરીકે તમારા નામના પહેલા ચાર અક્ષર કેપિટલમાં અને બાદમાં તમારી જન્મ તારીખ એન્ટર કરો. આટલું કરતા જ તમારું ઈ આધાર કાર્ડ ઓપન થઈ જશે.
mAadhaar એપ દ્વારા કેવી રીતે ડાઉનલોડ કરશો mAadhaar ?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોરમાંથી mAadhaar એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: હવે એપ ઓપન કરો અને સ્ક્રીન પર આપેલી સૂચનાઓનું પાલન કરો.
સ્ટેપ 3: બાદમાં My Aadhaar વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે Download Aadhaar પર જાવ અને પછી ઈ આધાર પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમારા આધાર સાથે લિંક કરેલા નંબર પર આવેલો ઓટીપી ઈનપુટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
PVC Aadhaar કાર્ડ કેવી રીતે મેળવશો?
સ્ટેપ 1: સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in/genricPVC લિંકને તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
સ્ટેપ 2: અહીં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો. બાદમાં Send OTP પર ક્લિક કરો.
સ્ટેપ 3: બાદમાં તમારું સરનામું અને કોન્ટેક્ટ નંબર એન્ટર કરો અને Submit પર ક્લિક કરો.
સ્ટેપ 4: ઓટીપી ઈનપુટ કર્યા બાદ Verify પર ક્લિક કરો.
સ્ટેપ 5: પેમેન્ટ ઓપ્શનમાં જઈને 'Fees’ બટન પર ક્લિક કરીને 50 રૂપિયાની ફી ભરો.
બસ તમારું પીવીસી આધાર કાર્ડ નોંધાયેલા સરનામે ગણતરીના દિવસોમાં પહોંચી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications