Just In
ખોટા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર થઇ ગયા હોઈ તો તેને નેટ બેન્કિંગ દ્વારા કઈ રીતે પાછા મેળવી શકાય છે?
આજ ના ઈન્ટરનેટ ના સમય ની અંદર એક બેંક એકાઉન્ટ માંથી બીજા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરવા એ ખુબ જ સરળ વાત બની ચુકી છે. પરંતુ જો તમે ખોટા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરો છો તો ત્યારે શું થાય છે? અને આજ ના સમય ની અંદર આ પ્રકાર ના કિસ્સા પણ ખુબ જ વધી રહ્યા છે અને તેવા સંજોગો ની અંદર તમારે ખુબ જ ઝડપ થી અમુક પગલાં લેવા જોઈએ કેમ કે તે પૈસા પોતાની રીતે તમારા બેંક એકાઉન્ટ ની અંદર પાછા આવશે નહિ. અને જો તમે ઓન ખોટા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરી દીધા છે તો તેવા સંજોગો ની અંદર તમારે નેટ બેન્કિંગ દ્વારા શું કરવું જોઈએ તેના વિષે અહીં જણાવવા માં આવેલ છે.

આ વ્યવહારો મોકલનાર અને લાભાર્થી વચ્ચે હોય છે અને ભંડોળ મહત્તમ મિનિટોમાં ટ્રાન્સફર કરી શકાય છે. જો કે, યુપીઆઈ જેવી સિસ્ટમોથી વિપરીત જે ક્યુઆર કોડ્સ, ફોન નંબરો અને લાભાર્થીની પસંદગીની અન્ય ઉપયોગમાં સરળ પદ્ધતિઓ પર આધાર રાખે છે, પૈસા ટ્રાન્સફર કરવાના અન્ય સ્વરૂપો માટે પ્રથમ વ્યવહાર કરતા પહેલા લાભાર્થીની વિગતો જાતે જ ઉમેરવાની જરૂર છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નિયમ અનુસાર જયારે પણ કોઈ પૈસા ટ્રાન્સફર કરવા માં આવે છે ત્યારે તે પૈસા સાચા બેંક એકાઉન્ટ ની અંદર જય રહ્યા છે કે નહિ તે જોવા ની જવાબદારી પૈસા મોકલનાર વ્યક્તિ ની છે. જેનો અર્થ એ થાય છે કે એક વખત પૈસા ટ્રાન્સફર થઇ ગયા પછી તે ટ્રાન્ઝેક્શન ને પૈસા મેળવનાર વ્યક્તિ ની પરવાનગી વિના પાછું ફેરવવું એ અશક્ય છે. અને તેટલા માટે જ પૈસા ટ્રાન્સફર કરતી વખતે તમારે સરખી રીતે ચેક કરી અને ત્યાર પછી જ પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ. પરંતુ ઘણી બધી વખત ભૂલ થઇ જતી હોઈ છે અને તેના કારણે ઘણા બધા લોકો પૈસા પણ ગુમાવતા હોઈ છે.
જો તમે ખોટા બેંક એકાઉન્ટ ની અંદર પૈસા ટ્રાન્સફર કરો છો તો તેવા સંજોગો ની અંદર તમારે કઈ રીતે પ્રક્રિયા શરૂ કરવી જોઈએ?
- સૌથી પહેલા તમારી લોકલ બેંક અને તેના બેંક મેનેજર ને તુરંત જ જાણ કરો. અને તેમને તે ટ્રાન્ઝેક્શન ની બધી જ માહિતી આપો જેની અંદર તેનો સમય, કોના એકાઉન્ટ ની અંદર પૈસા ગયા છે અને કોના એકાઉન્ટ ની અંદર પૈસા મોકલવા ના હતા તે તેમના નામ બધી જ માહિતી આપો.
- બેંક એક ફેસિલિટેટર તરીકે કામ કરી શકે છે અને તમને જણાવી શકે છે કે પૈસા કઈ જગ્યા પર અને કઈ બેંક ની અંદર જમા થયા છે. અને ત્યાર પછી તમે તે બેંક ની અંદર ટ્રાન્ઝેક્શન ના રિવરઝ્ન માટે અરજી કરી શકો છો. અને જો પૈસા મેળવનાર વ્યત્કિ પણ તે જ બેંક સાથે જોડાયેલ છે તો બેંક દ્વારા તે વ્યક્તિ સુધી પહોંચવા માં આવશે અને તેમની પરવાનગી ની સાથે ટ્રાન્ઝેક્શન ને રિવર્ટ કરવા માં આવશે.
- તમારે તમારી બેંક અને બીજી બેંક કે જેની સાથે આ ટ્રાન્ઝેક્શન ની સાથે જોડાયેલ છે તેમની સાથે ના બધા જ કમ્યુનિકેશન નું સરખો લોગ રાખવો પણ જરૂરી છે. અને જો જે તે વ્યક્તિ દ્વારા પૈસા પાછા આપવા માટે ટ્રાન્ઝેક્શન ને રિવર્ટ કરવા ની અનુમતિ આપવા માં આવતી નથી તો તમે તેવા સંજોગો ની અંદર લીગલ રસ્તો પણ અપનાવી શકો છો જેની અંદર સમય અને એનર્જી બંને નો ઉપીયોગ થશે.
ખોટા ટ્રાન્ઝકેશન ની અંદર પૈસા ટ્રાન્સફર ન થાય તેના માટે શું કરવું જોઈએ?
- પૈસા મોકલનાર વ્યક્તિ તરીકે એ જવાબદારી તમારી છે કે તમે બેંક ની વેબસાઈટ પર પૈસા ટ્રાન્સફર કરતી વખતે સાચી વિગત એન્ટર કરી રહ્યા છો. અને જે તે ટ્રાન્ઝેક્શન ને અપ્રુવ કરતા પહેલા તમારે તેને 2 થી 3 વખત ચેક કરવું જોઈએ.
- અને કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન કરતા પહેલા તમારે કોઈ નાની રકમ ને ટ્રાન્સફર કરી અને ફોન દ્વારા પુષ્ટિ કરી લેવી જોઈએ કે જેતે વ્યક્તિ ના એકાઉન્ટ ની અંદર પૈસા પહોંચી રહ્યં છે. કેમ કે જો કોઈ ખોટા એકાઉન્ટ ની અંદર રૂ. 100 ભૂલ ટી વાયા જાય છે તો તેને પાછા મેળવવા અમુક લાખ કરતા ખુબ જ સરળ રહે છે.
- તમારા લોકલ બેંક અને તેના મેનેજર ની કોન્ટેક્ટ ડિટેલ્સ ને તમારે સાચવી ને રાખવી જોઈએ અને જો ક્યારેય પણ ઇમરજન્સી માં જરૂર પડે તો તેનો ઝડપ થી ઉપીયોગ થઇ શકે તે મુજબ રાખવી જોઈએ. જેથી જો ક્યારેય ભૂલ થી આ પ્રકાર ની પરિસ્થિતિ સર્જાય તો તેવા સંજોગો માં તેનો ઝડપ થી કોન્ટેક્ટ થઇ શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470