Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Spotify Hack આ રીતે મિત્રોને શોધીને જાણો કે તેઓ કયા ગીતો સાંભળે છે
મયુઝિક સાંભળવા માટે અને તમારુ ગમતું મ્યુઝિક તમારા મિત્રો સાથે શૅર કરવા માટે Spotify બેસ્ટ પ્લેટફોર્મ છે. જો તમારા મિત્રો પણ Spotify એપ યુઝ કરે છે, તો તમે સરળતાથી એ જાણી શકો છો કે તેઓ કયા ગીતો સાંભળી રહ્યા છે. આ માટે તમારે બસ તમારા મિત્રોને Spotify પર શધી કાઢવાના છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે મ્યુઝિક એપ Spotify પર તમારા મિત્રોને શોધી શકો છો, અને તેમને ફોલો કરીને તેમનો મ્યુઝિક ટેસ્ટ જાણી શકો છો.

Spotify પર તમારા મિત્રોને શોધવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
જો તમારી પાસે એન્ડ્રોઈડ કે આઈઓએસ ડિવાઈસમાં Spotify એપ છે, તો તમે તમારા ફેસબુક ફ્રેન્ડ્ઝને સ્પોટિફાય પર આસાનીથી શોધી શકો છો. જો કે, આ માટે તમારા મિત્રો પણ Spotify વાપરતા હોવા જરૂરી છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સ્પોટિફાય એપ ઓપન કરો અને જમણીબાજુ ઉપરની તરફ દેખાતા સેટિંગ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે તમારા નામ પર ક્લિક કરીને પ્રોફાઈલ પેજ ઓપન કરો.
સ્ટેપ 3: હવે 3 ડોટ પર ક્લિક કરો, જેનાથી વધારે ઓપ્શન્સ ઓપન થશે.
સ્ટેપ 4: તમારા કયા કયા ફેસબુક ફ્રેન્ડ્ઝ સ્પોટિફાય યુઝ કરી રહ્યા છે, તે શોધવા માટે Find Friends પર ટેપ કરો. જો કે, આ માટે પહેલા તમારું ફેસબુક અકાઉન્ટ અને સ્પોટિફાય અકાઉન્ટ એકબીજા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે.
સ્ટેપ 5: હવે જ્યારે તમને તમારા ફેસબુક ફ્રેન્ડ્ઝનું લિસ્ટ દેખાવા લાગશે, ત્યારે તમે મિત્રોના નામની બાજુમાં દેખાતા Add Friend વિકલ્પ પર ટેપ કરી શકો છો, અથવા તો Follow All પર ટેપ કરીને બધાને એક સાથે ફોલો કરી શકો છો. જો તમે ઈચ્છો તો પાછળથી તેમને અનફોલો પણ કરી શકો છો.
વેબ વર્ઝનમાં સ્પોટિફાય પર તમારા ફ્રેન્ડ્ઝને શોધવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
જો તમારી પાસે વિન્ડોઝ કે પછી Macમાં સ્પોટિફાય એપ છે, તો તમે તેમાં પણ ફેસબુક ફ્રેન્ડ્ઝને શોધી શકો છો. જો કે, આ માટે તમારા ફેસબુક ફ્રેન્ડ્ઝના સ્પોટિફાય અકાઉન્ટ ફેસબુક સાથે લિંક હોવા જરૂરી છે.
સ્ટેપ 1: સૌથી પહેલા સ્પોટિફાય એપ ઓપન કરો અને જમણી બાજુની તરફ દેખાતા ફ્રેન્ડ એક્ટિવિટી સાઈડ બારમાં Add Friends પર ક્લિક કરો. જો તમને આ સાઈડબાર ન દેખાત હો યતો તમારા પ્રોફાઈલ પિક્ચરની બાજુમાં દેખાતા આઈકનને ટોગલ કરો.
સ્ટેપ 2: હવે Connect with Facebook Button પર ટેપ કરો અને ફેસબુક અકાઉન્ટને સ્પોટિફાય સાથે લિંક કરવા માટે જે સૂચના આપવામાં આવે છે, તેને ફોલો કરો. આ પ્રોસેસ કરવા માટે તમારે તમારા ફેસબુક આઈડી અને પાસવર્ડ એન્ટર કરવા પડશે.
સ્ટેપ 3: એકવાર તમારું ફેસબુક અને સ્પોટિફાય લિંક થઈ જાય પછી તમે જોઈ શક્શો કે તમારા કયા ફેસબુક ફ્રેન્ડ્ઝ સ્પોટિફાય યુઝ કરે છે. બાદમાં તમે તેમના નામ સામે રહેલા Add Friend બટન ક્લિક કરીને તેમને એડ કરી શક્શો.
આ પ્રોસેસ કર્યા બાદ તમારા મિત્રો કયા પ્રકારનું મ્યુઝિક સાંભળે છે, તે તમે જાણી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications