Cyber Crimeનો શિકાર બનો તો ડરો નહીં, આ પોર્ટલ પર કરો ફરિયાદ

By Gizbot Bureau
|

આજે વિશ્વ ડિજીટલ બની ચૂક્યુ છે. બધી જ માહિતી ઈન્ટરનેટ પર મોજૂદ છે. જેમ ઈન્ટરનેટને લીધે સુવિધાઓ વધી છે, તેમ ગુનાઓ પણ વધ્યા છે. ડિજીટલ વર્લ્ડમાં સાઈબર ક્રાઈમને લગતી ઘટનાઓ હવે સામાન્ય બની ચૂકી છે. લગભગ રોજેરોજ સાઈબર ક્રાઈમને લગતા સમાચાર સાંભળવા મળે છે. હેકર્સ અને ફ્રોડસ્ટર્સ જુદી જુદી રીત અપનાવીને યુઝર્સની મહેનતની કમાણી ખંખેરી લે છે.

Cyber Crimeનો શિકાર બનો તો ડરો નહીં, આ પોર્ટલ પર કરો ફરિયાદ

યુઝર્સ પણ અધૂરી માહિતી અને અપૂરતી જાણકારીના અભાવે સરળતાથી સાઈબર ક્રાઈમનો શિકાર બની જાય છે. મોટા ભાગે યુઝર્સ સાઈબર ક્રાઈમની ફરિયાદ ક્યાં કરવી તેને લઈને ચિંતિત હોય છે. સાઈબર ક્રાઈમનો શિકાર બની ગયા બાદ શું કરવું તે વિશે ખાસ માહિતી લગભગ કોઈને હોતી નથી. પરંતુ જો તમને જાણ ન હોય તો કહી દઈએ કે ભારત સરકાર આવી ફરિયાદ માટે ઓનલાઈન પોર્ટલ ચલાવે છે. અહીં તમે કોઈ પણ પ્રકારના સાઈબર ક્રાઈમની ફરિયાદ કરી શકો છો. તમે કોઈ પણ સાઈબર ક્રાઈમની કમ્પલેન નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર કરી શકો છો.

શું છે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ?

નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટની સુવિધા ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પોર્ટલ પર યુઝર્સ પોતાની સાથે થયેલા કોઈ પણ પ્રકારના સાઈબર ક્રાઈમની ફરિયાદ ઘરે બેઠા ઓનલાઈન કરી શકે છે.

આ પોર્ટલ પર મહિલાઓ અને બાળકો સાથે થતા ગુનાની પણ ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે. સરકારનું આ પ્લેટફોર્મ 24 કલાક એક્ટિવ હોય છે. યુઝર્સની મદદ માટે અહીં હેલ્પલાઈન નંબર 1930 પણ ઉપલબ્ધ છે.

નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે કરશો?

- સૌથી પહેલા સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઓપન કરીને હોમ પેજ પર File A Complaint ઓપ્શન પર જાવ.

- હવે એગ્રીમેન્ટને બરાબર વાંચીને Accept પર ક્લિક કરો.

- મહિલાઓ અને બાળકોને લગતા ગુનાની ફરિયાદ માટે Report Cyber Crime Related to Women/Child પર ક્લિક કરો. બીજા કોઈ ફરિયાદ માટે Report Cyber Crime પર ક્લિક કરો.

- આ પોર્ટલ પર ફરિયાદ નોંધવા માટે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ માટે તમારે Click here for a new user પર ક્લિક કરવાનું છે.

- અહીં બધી જ માહિતી ઈનપુટ કર્યા બાદ પ્રોસેસ આગળ વધારો.

- હવે તમને એક લિસ્ટ આપવામાં આવશે, જ્યાંથી તમારે ક્રાઈમનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે.

- આ ઉપરાંત જે પ્લેટફોર્મ પર તમારી સાથે ક્રાઈમ થયો છે, તે પ્લેટફોર્મ સિલેક્ટ કરવાનું છે.

- હવે તમારે તમારી સાથે થયેલી ગુનાખોરી અંગે 1500 શબ્દોમાં માહિતી આપવાની છે.

- બધી જ માહિતીને એકવાર રિવ્યુ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

- ફોર્મ સબમિટ કર્યા બાદ આ પોર્ટલ તમને એક કન્ફર્મેશન મેસેજ આપશે.

- આ કન્ફર્મેશન મેસેજ તમે ફોન, ઈમેઈલ પર મેલવી શક્શો, જેમાં ફરિયાદનો નંબર પણ હશે.

Best Mobiles in India

English summary
How to file online complaint about cyber crime

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X