WhatsApp Chat કરવું છે એક્સપોર્ટ? આ છે એકદમ સરળ રીત

By Gizbot Bureau
|

WhatsApp પર યુઝર્સને ઘણા બધા ફીચર્સ મળે છે. વીડિયો અને વોઈસ કોલ કરવા ઉપરાંત મેટા પોતાના યુઝર્સને આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ચેટ ટ્રાન્સફર કરવાની પણ સુવિધા આપે છે. એક ફોનથી બીજા ફોન પર સ્વિચ કરતા સમયે યુઝર્સ પોતાનું ચેટ ટ્રાન્સફર પણ કરી શકે છે. વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને ચેટ બેકઅપનું એક જબરજસ્ત ફીચર આપે છે, જેને કારણે ક્યારેય તમારું જૂનું ચેટ વેનિશ નથી થઈ જતું.

WhatsApp Chat કરવું છે એક્સપોર્ટ? આ છે એકદમ સરળ રીત

તમારા વ્હોટ્સ એપ ચેટ ઓટોમેટિક રીતે બેકઅપ થતા રહે છે, જે તમારા ફોનની મેમરીમાં રોજ સેવ થાય છે. તમારા સેટિંગ્સના આધારે તમે નક્કી કરેલા સમયે વ્હોટ્સ એપ આખા ચેટને ગૂગલ ડ્રાઈવ પર પણ બેકઅપ કરતું હોય છે. જો તમે તમારા ફોનમાંથી વ્હોટ્સએપને અનઈન્સ્ટોલ કરો છો, પરંતુ તમારે બધી જ ચેટને જેમ જૂની એપમાં હતા એમ જ પાછા મેળવવા ઈચ્છો છો, તો વ્હોટ્સ એપ અનઈન્સ્ટોલ કરતા પહેલા મેન્યુઅલ રીતે પણ તમે ચેટનું બેકઅપ લઈ શકો છો. આ બેકઅપ લીધા પછી તમે નવા ડિવાઈસમાં કે બીજા ડિવાઈસમાં તમારા જૂના વ્હોટ્સ એપ ચેટને અદ્દલ એ જ રીતે પાછું મેળવી શકો છો, જે રીતે તમારા જૂના ડિવાઈસમાં હતું.

આ માટે તમારે વ્હોટ્સ એપ ચેટને એક્સપોર્ટ કરવાનું હોય છે. જેને નવા ડિવાઈસમાં ઈમ્પોર્ટ કરી શકો છો. સાથે જ આ એક્સપોર્ટ કરેલું ચેટ તમે તમારા કમ્પ્યુટરમાં પણ ઓપન કરી શકો છો. અમે તમને વ્હોટ્સ એપ ચેટ એક્સપોર્ટ કરવાની એક સાવ સરળ રીત બતાવી રહ્યા છીએ.

વ્હોટ્સ એપ ચેટ એક્સપોર્ટ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

ધ્યાન રાખો કે તમે એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ પર વ્હોટ્સ એપ ચેટને ટ્રાન્સફર કરી શકો છો.

સ્ટેપ 1: આઈફોન પર વ્હોટ્સ એપ ચેટ ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમારા ડિવાઈસમાં વ્હોટ્સ એપ ઓપન કરો.

સ્ટેપ 2: બાદમાં નીચેની તરફ જમણી બાજુ દેખાઈ રહેલા સેટિંગ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: આવું કરતા જ તમને જુદા જુદા વિકલ્પ જોવા મળશે, જેમાંથી તમારે ચેટ્સ ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: બાદમાં Export Chat વિકલ્પ પર ક્લિક કરો. હવે તમને બધા જ ચેટનું લિસ્ટ જોવા મળશે, જે તમે એક્સપોર્ટ કરવા માગો છો.

સ્ટેપ 5: તમે ચેટ સિલેક્ટ કરી લેશો ત્યાર બાદ Attach Media અને Without Attach એમ બે વિકલ્પ મળશે.

સ્ટેપ 6: આમાંથી એક વિકલ્પ સિલેક્ટ કરતા જ તમને ચેટ ક્યાં એક્સપોર્ટ કરવું છે, તેના જુદા જુદા વિકલ્પ જોવા મળશે. આ ઓપ્શન સિલેક્ટ કરીને તમે ચેટ એક્સપોર્ટ કરી શકો છો.

Android

સ્ટેપ 1: ચેટ એક્સપોર્ટ કરવા માટે સૌથી પહેલા તમારું ચેટ અથવા તો ગ્રુપ ચેટ ઓપન કરો.

સ્ટેપ 2: હવે અધર ઓપ્શન પર ટેપ કરીને મોર વિકલ્પ પર ટેક રો, જ્યાં તમને ચેટ એક્સપોર્ટનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.

સ્ટેપ 3: અહીં તમને With Media અને Without Media ચેટ એક્સપોર્ટ કરવાનો વિકલ્પ મળશે. તમને જરૂરી હોય તે ઓપ્શન સિલેક્ટ કરો.

સ્ટેપ 4: વ્હોટ્સ એપ તમારા જૂના ચેટને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તરીકે અટેચ કરીને એક મેઈલ તૈયાર કરશે. જે તમારા રજિસ્ટર આઈડી પર મોકલી આપશે.

Best Mobiles in India

English summary
How to export WhatsApp chat on android and iOS

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X