Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneના Cellular Calls દરમિયાન આ રીતે મેળવો બેકગ્રાઉન્ડ નોઈઝથી છૂટકારો
Appleએ Facetime અને બીજા વીડિયો કોલ્સ માટે હજી કેટલાક સમય પહેલા જ Voice Isolation ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર મુખ્યત્વે કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ નોઈઝને ઘટાડે છે, અને તમારા અવાજને વધુ ચોખ્ખો કરી આપે છે. જેથી સામે રહેલા યુઝરને તમારો અવાજ બરાબર સંભલાઈ શકે. જો કે એપલનું આ ફીચર હજી સુધી સેલ્યુલર કોલ્સ માટે અવેલેબલ નહોતું. પરંતુ હવે iOS 16.4ની અપડેટની સાથે સાથે iPhone યુઝર્સ વોઈસ આઈસોલેશન ફીચર સેલ્યુલર કોલ્સ માટે પણ યુઝ કરી શક્શે.

જો કે આ ફીચરનો ઉપયોગ આઈફોન યુઝર્સ ત્યારે જ કરી શક્શે, જ્યારે તમે જેની સાથે કોલ પર વાત કરી રહ્યા છો, તે યુઝર્સ પણ iOS 16.4 વર્ઝન યુઝ કરી રહ્યા હોય. જો તમે હજી સુથી આ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ નથી કરી તો સેટિંગ્સમાં જઈને જનરલ પર ક્લિક કરો. અહીં તમને સોફ્ટવેર અપડેટ ઓપ્શન મળશે. આ વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ ચેક કરો અને લેટેસ્ટ અપડેટને ઈન્સ્ટોલ કરી દો.
એકવાર તમે iOSનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી લેશો, ત્યાર બાદ આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સેલ્યુલર કોલ્સ માટે Voice Isolation ફીચર આ રીતે કરો ઓન
1. જ્યારે તમે સેલ્યુલર કોલ પર છો, ત્યારે ટોપ રાઈટથી બોટમ તરફ સ્વાઈપ કરીને કંટ્રોલ સેન્ટર ઓપન કરો. મોટા ભાગના લેટેસ્ટ આઈફોન માટે આ કારગર છે. જ્યારે iPhone SE મોડેલ્સમાં કંટ્રોલ સેન્ટર ઓપન કરવા માટે તમારે બોટમથી ઉપરની તરફ સ્વાઈપ કરવું પડશે.
2. હવે Mic Mode પર ક્લિક કરો.
3. છેલ્લે તમારે Voice Isolation નામના ફીચર પર ક્લિક કરવાનું છે.
એકવાર તમે વોઈસ આઈસોલેશન ફીચર સિલેક્ટ કરી લીધું, તમારો અવાજ સામેના યુઝરને એકદમ ક્લીયર સંભળાશે. આ ફીચર દ્વારા એપલ તમારા અવાજ સિવાયના બધા જ બેકગ્રાઉન્ડ અવાજને કાઢી નાખે છે.
રેગ્યુલર કોલ્સ અને સેલ્યુલર કોલ્સની સાથે સાથે યુઝર્સ આ ફીચરનો ઉપયોગ ફેસ ટાઈમ અને થર્ડ પાર્ટી એપ્સ પર થતા વીડિયો કોલિંગ દરમિયાન પણ કરી શકે છે.
આ ઉપરાંત એપલે નોઈસ આઈસોલેશનની સાથે સાથે Wide Spectrum ફીચર પણ લોન્ચ કર્યું છે. જો કે આ ફીચર હજી માત્ર ફેસટાઈમ માટે જ એક્સલુઝિવ રાખવામાં આવ્યું છે.
વાઈડ સ્પેક્ટ્રમ ફીચર એ આમ તો વોઈસ આઈસોલેશનથી વિરુદ્ધનું કામ કરે છે.
વાઈડ સ્પેક્ટ્રમ ફીચર તમારા અવાજની સાથે સાથે બેકગ્રાઉન્ડ અવાજને વધારે એમ્લિફાઈ કરી આપે છે. એટલે તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો, તેને તમારા અવાજની સાથે સાથે તમારી આસપાસના વાતાવરણનો પણ અદ્દલ અનુભવ મળે છે.
શક્ય છે કે એપલ આગામી દિવસોમાં આ ફીચર સેલ્યુલર કોલ્સ સહિત બીજા કોલ્સ માટે પણ લોન્ચ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications