જીમેલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કઈ રીતે ચાલુ કરવું

By Gizbot Bureau
|

સામાન્ય પાસવર્ડ પ્રોટેક્શન કરતા એક વધારાના લે અને ઘણી બધી વખત જોડવામાં આવતું હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેને to ફેક્ટર ઓથેન્ટિકેશન અથવા ટુ સ્ટેપ વેરિફિકેશન અથવા ટ્રેક્ટર ઓથેન્ટિકેશન તરીકે ઓળખવામાં આવે છે.

જીમેલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કઈ રીતે ચાલુ કર

અને સામાન્ય રીતે સિંગલ ફેક્ટર ઓથેન્ટિકેશન કરતાં વધુ સુરક્ષિત હોય છે કેમ કે તેની અંદર એકાઉન્ટ હેક થવાના ચાન્સ વધુ રહેતા હોય છે.

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જ્યારે યુઝર્સ દ્વારા ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ તેઓને યુઝરનેમ અને પાસવર્ડ પછી એક કી નાખવાની હોય છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઇન્ફર્મેશન રાખવામાં આવે છે અમુક ની અંદર યુઝર્સે એક કોડ નાખવાની જરૂર રહેતી હોય છે જ્યારે ઘણી બધી વસ્તુઓ ની અંદર તેઓએ પોતાના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવા કે ફેસબુક આઇડી અથવા ફિંગર પ્રિન્ટ નો ઉપયોગ કરવાનો હોય છે.

ડેટા પ્રોટેક્શન ની અંદર આ વધારાનું સુરક્ષાનું લેયર ખૂબ જ કામ કરે છે. અને જો કોઈ વ્યક્તિ દ્વારા પાસવર્ડ જાણી લેવામાં આવે છે તેમ છતાં તે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં.

તો તમે આ to ફેક્ટર વેરિફિકેશન ને કઈ રીતે ચાલુ કરી શકો છો તેના વિશે જાણો.

જીમેલ

આખા વિશ્વની અંદર ગૂગલની ઈ-મેઇલ સર્વિસ જીમેલ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે અને તેની અંદર ટુ ફેક્ટર વેરિફિકેશન ચાલુ કરવા માટે યુઝર્સે નીચે જણાવેલ પગલા અનુસરવા પડશે.

-ગુગલ એકાઉન્ટ ની અંદર જાવ

-‎ડાબી બાજુની પેનલમાંથી સુરક્ષાને પસંદ કરો

-‎સુરક્ષા પેજ ની અંદર સાઈન ઈન ટુ ગુગલ ના વિભાગ ની અંદર એક વિકલ્પ હશે જેની અંદર ટુ સ્ટેપ વેરિફિકેશન લખ્યું હશે તેને ચાલુ કરો

-‎જ્યારે યુઝર દ્વારા તેને ચાલુ કરી દેવામાં આવશે ત્યારબાદ તેમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે જેના પર લખ્યું હશે ગેટ સ્ટ્રેટેડ

-‎ત્યારબાદ યુઝર્સને તેમનો પાસવર્ડ વેરીફાઇ કરવા માટે જણાવવામાં આવશે

-‎ત્યારબાદ તેઓ કઈ રીતે પોતાના કોડને મેળવવા માંગે છે તેના વિશે પુછવામાં આવશે જેની અંદર ફોન કોન્ટેક્ટ મેસેજ અથવા કુલ અને સિક્યુરિટી કી નો વિકલ્પ આપવામાં આવશે

-‎તેની અંદરથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કર્યા પછી તું ફેક્ટર વેરિફિકેશન ચાલુ થઇ જશે

ફેસબુક

આખા વિશ્વની અંદર ફેસબુકે સૌથી વધુ અને સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ છે જેની અંદર યુઝર્સની ઘણા બધા અલગ અલગ પ્રકારની માહિતી હોય છે અને તેમને ફેસબુક પર સુરક્ષિત રાખવા માટે તમારે to ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

-સેટિંગ ની અંદર જાવ

-‎ત્યારબાદ સિક્યુરિટી અને લોગીન ઓપ્શનને પસંદ કરો

-‎ત્યારબાદ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વિકલ્પને પસંદ કરો

-‎ત્યારબાદ જમણી તરફ આપેલ મેનેજ ના બટન પર ક્લિક કરો

-‎ત્યારબાદ તેની અંદર સુરક્ષા માટેનો વિકલ્પ પસંદ કરો જેની અંદર બે વિકલ્પ આપવામાં આવે છે જેમાં થર્ડ પાર્ટી ઓથેન્ટિકેશન એપ દ્વારા અથવા ટેક્સ્ટ મેસેજ કોડ મોબાઇલ ફોન દ્વારા

-‎અને જ્યારે કોઈ પણ એક વિકલ્પને પસંદ કરી અને તે પ્રક્રિયા પૂરી કરી નાખવામાં આવશે ત્યારબાદ to ફેક્ટર વેરિફિકેશન ચાલુ થઇ જશે

ડ્યુઓ જેવી થર્ડ પાર્ટી ઓથેન્ટિકેશન એપ લોગિન કોડ જનરેટ કરવા માટે વાપરી શકાય છે. જો યુઝર દ્વારા to ફેક્ટર વેરિફિકેશન નો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો ઉપયોગ કી તરીકે કરી શકાય છે.

ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ એક ખૂબ જ સામાન્ય અને લોક પ્રખ્યાત ફોટો શેરિંગ એપ્લિકેશન છે અને તેની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવા માટે નીચે જણાવેલ પગલા અનુસરો.

-ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો

-‎તમારી પ્રોફાઇલ ની અંદર જાવ

-‎ત્રણ લીટી વાળા આઇકોન પર ક્લિક કરો

-‎ડ્રોપ-ડાઉન મેનુમાંથી સેટિંગ્સને વિકલ્પને પસંદ કરો

-‎ત્યાર બાદ સુરક્ષાના વિકલ્પને પસંદ કરો

-‎ત્યારબાદ to ફેક્ટર ઓથેન્ટિકેશન આ વિકલ્પને પસંદ કરો

-‎જેની અંદર બે વિકલ્પ આપવામાં આવશે ટેક્સ્ટ મેસેજ અને ઓથેન્ટિકેશન એપ

-‎તેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી અને તમારા ઇન્સ્ટાગ્રામ ની અંદર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો.

Best Mobiles in India

English summary
How To Enable Two Factor Authentication On Facebook, Instagram, And Gmail.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X