Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram Reelsને બનાવો એન્ટરટેઈનિંગ, આ રીતે કરો એડિટિંગ
Instagramનું રીલ્સ ફીચર યુઝર્સનું સૌથી વધુ ગમતું ફીચર છે. આ ફીચર યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. ક્રિએટર્સ પોતાના ફોલોઅર્સ વધારવા માટે અને તેમને એન્ટરટેઈન કરવા માટે જુદી જુદી રીલ્સ અપલોડ કરે છે. મેટાની માલિકીના આ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સમાં તમારા રીલ્સના પર્ફોમન્સને સુધારવા માટે, વધારે આકર્ષક બનાવવા માટે એડિટિંગનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં તમે રીલ્સ પર જોઈતું મ્યુઝિક એડ કરી શકો છો, સાથે જ ટેક્સ્ટ પણ મૂકી શકો છો. આ ઉપરાંત Instagram Reels એડિટ કરવા માટે જુદા જુદા ઘણા ટૂલ્સ અવેલેબલ છે. આજે આ આર્ટિકલમાં અમે તમને મજેદાર રીલ્સ બનાવવા માટે આ એડિટિંગ ટૂલનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરવો તેની ટીપ્સ આપીશું. તો, તમારી રીલ્સને પણ આકર્ષક બનાવવા માટે ફટાફટ આ ટીપ્સ ફોલો કરો.

Instagram Reelsને આવી રીતે બનાવો મજેદાર
Instagram Reelsમાં ઘણા એવા એડિટિંગ ટૂલ્સ મળે છે, જેની મદદથી તમે રીલ્સને અસરકારક રીતે એડિટ કરી શકો છો.
રીલ્સને એડિટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરીને + આઈકન પર ક્લિક કરો.
2. હવે રીલ્સના ઓપ્શન પર ટેપ કરો. પછી તમારે જે ફોટો પર રીલ બનાવવી છે તે ગેલેરીમાંથી સિલેક્ટ કરો અથવા તો કેમેરા પર ક્લિક કરીને ફોટો અથવા વીડિયો રેકોર્ડ કરી લો.
3. હવે સ્ક્રીન પર દેખાતા નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
4. બાદમાં તમને સ્ક્રીન પર નીચેની બાજુમાં Edit Video ઓપ્શન મળશે. અહીં તમારે ટેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જેનાથી તમે વીડિયોમાં જરૂરી ટેક્સ્ટ લખી શકો છો. જ્યારે તમે ટેક્સ્ટ એડ કરો છો, ત્યારે તમે તેની સાઈઝ પણ સિલેક્ટ કરી શકો છો.
5. જો તમારે સ્ટિકર એડ કરવું છે, તો તમે સ્ટિકર પર ક્લિક કરીન એડ કરી શકો છો. આ ઉપરાંત તમને અહીં એડ ઓડિયો ઓપ્શન પણ મળે છે.
6. તેના પર ક્લિક કરીને તમે ઓડિયો ઈમ્પોર્ટ કરી શકો છો, અથવા તો For You લિસ્ટમાંથી કોઈ પણ ગીત જે તમારે રીલમાં ઉપયોગમાં લેવું છે, તે સિલેક્ટ કરી શકો છો.
સ્પેશિયલ ઈફેક્ટ આ રીતે એડ કરો.
ફોટો અથવા વીડિયો સિલેક્ટ કરી લીધા બાદ તમને સ્ક્રીન પર ઉપરની તરફ ઈફેક્ટ એડ કરવા માટેનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
હવે Special Effect પર ક્લિક કરો. અહીં તમને સ્પેશિયલ ઈફેક્ટનું આખું લિસ્ટ મળશે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ ઈફેક્ટ સિલેક્ટ કરી શકો છો.
આટલી બાબતોનું ધ્યાન રાખો.
- સારી અને વાઈરલ રીલ્સ બનાવવા માટે હંમેશા ટ્રેન્ડિંગ ઓડિયો સિલેક્ટ કરો.
- તમે જે પણ ફોટો કે વીડિયો પર રીલ બનાવો છો, તેની ક્વોલિટી સારી હોવી જરૂરી છે.
- એવા ટોપિક પર રીલ્સ બનાવો, જે ટ્રેન્ડિંગમાં હોય, જેથી વધારેમાં વધારે લોકો તેને જોવે. તમારું કન્ટેન્ટ સારું અને ક્રિસ્પી હોવું જોઈએ.
- રીલમાં સારી સારી ઈફેક્ટ એડ કરીને તેને વધુ ક્રિએટિવ બનાવો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications