PDF Edit: કોઈ પણ એપ વગર સરળ રીતે એડિટ કરો PDF ફાઈલ

By Gizbot Bureau
|

PDF ફાઈલ એક પ્રકારની ડોક્યુમેન્ટ ફાઈલ છે. આ ફોર્મેટમાં કોઈ મોટી સાઈઝનો ફોટો કે પછી ઘણી બધી માહિતી લખીને સેવ કરી શકાય છે. આજકાલ PDFનો ખૂબ જ ઉપયોગ થાય છે. પરંતુ PDF ફાઈલ એડિટ કરવાની વાત આવે, ત્યારે ઘણી મુશ્કેલી પડે છે. મોટાભાગના લેપટોપ કે મોબાઈલમાં PDF ફાઈલ માત્ર જોઈ શકાય છે, તેને એડિટ નથી કરી શકાતી.

PDF Edit: કોઈ પણ એપ વગર સરળ રીતે એડિટ કરો PDF ફાઈલ

પરંતુ આજે અમે તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. આ માટે તમારે ન તો કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે, ન તો કોઈ પૈસા ખર્ચવાના છે. આજે અમે તમને જે જણાવીશું, તે રીત એકદમ સરળ અને ફ્રી છે. ચાલો જાણીએ કેવી રીતે PDF ફાઈલને સરળ રીતે એડિટ કરી શકાય છે.

આ રીતે PDFને ઓનલાઈન કરો એડિટ

ઘણીવાર તમને કોઈ PDF ફાઈલ મોકલે, તેમાં એડિટ કરવાની જરૂર ઉભી થાય છે. પરંતુ મોટા ભાગના લોકોને PDF ફાઈલ એડિટ કરતા નથઈ આવડતું. જો કે ચિંતા કરવાની જરૂર નથી. આ આર્ટિકલમાં અમે તમને PDF ફાઈલ એડિટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દર્શાવી છે. જેને ફોલો કરીને તમે કોઈ પણ PDF ફાઈલ એડિટ કરી શકો છો..

સ્ટેપ 1. સૌથી પહેલા તમારું બ્રાઉઝર ઓપન કરો.

સ્ટેપ 2. હવે તમારે Googleમાં Sejda ટાઈપ કરીને સર્ચ કરવાનું છે.

સ્ટેપ 3. હવે તમને જે સર્ચ રિઝલ્ટ મળે છે, તે ઓપન કરો.

સ્ટેપ 4. અહીં તમને સામે જ એક બીજું બટન પણ દેખાશે. જ્યાં Edit PDF Document- its free લખેલું હશે. આ વિકલ્પ પર ક્લીક કરો.

સ્ટેપ 5. બસ હવે તમારી એ PDF ફાઈલને અપલોડ કરો, જેને તમારે એડિટ કરવાની છે.

સ્ટેપ 6. તમારી PDF ફાઈલ અપલોડ થશે, જે બાદ ઉપરની તરફ તમને કેટલાક વિકલ્પ જોવા મળશે. જો તમારે તમારી સાઈન મૂકવી છે કે ટેક્સ્ટ એડિટ કરવી છે, તો તમારા જોઈતા ઓપ્શન પર ક્લિક કરો, અને ફાઈલને એડિટ કરો.

સ્ટેપ 7. જ્યારે તમારી ફાઈલ એડિટ થઈ જાય, ત્યારે તમારે Apply Changes પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 8. હવે તમારી એડિટ કરેલી PDF ફાઈલને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.

બસ આટલી સરળ રીતે તમે તમારા ફોન કે લેપટોપમાં કોઈ નવી એપ ઈન્સ્ટોલ કર્યા વગર સાવ સરળ રીતે PDF ફાઈલ એડિટ કરી શકો છો. આ પ્રક્રિયામાં કંઈ ખાસ કરવાનું નથી. Sejda સિવાય પણ કેટલીક ઓનલાઈન એપ્સ તમારું આ કામ કરી આપે છે. તમારે બસ ગૂગલમાં જઈને PDF એડિટર સર્ચ કરવાનું છે. તમને પહેલા જ પેજ પર સંખ્યાબંધ વિકલ્પ મળી રહેશે. તમે કોઈ પણ વેબસાઈટ પર જઈને તમારી PDF ફાઈલને અપલોડ કરીને એડિટ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How to edit pdf file online know here

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X