Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર મેસેજને કેવી રીતે કરશો એડિટ, જાણો પ્રોસેસ
WhatsApp એ તાજેતરમાં જ પોતાના તમામ યુઝર્સ માટે Edit Button ફીચર લોન્ચ કર્યું છે. છેલ્લા બે દિવસથી ટેક માર્કેટ અને યુઝર્સ આ જ ફીચર અંગે ચર્ચા કરી રહ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે 22મી મેના રોજ વ્હોટ્સ પર મેસેજ એડિટ કરવા માટે આ નવા ફીચરની જાહેરાત કરી હતી. જે મુજબ યુઝર્સ મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર અંદર મોકલેલા મેસેજને એડિટ કરી શક્શે. મેસેજ મોકલ્યાની 15 મિનિટ બાદ યુઝર્સ પાસે મેસેજ એડિટ કરવાનો ઓપ્શન નહીં હોય.

WhatsApp Edit Button ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. અત્યાર સુધી વ્હોટ્સ એપ પર જો કોઈ મેસેજમાં ટાઈપ કરવામાં ભૂલ થઈ જતી, કે કોઈનો મેસેજ કોઈને મોકલાઈ જતો હતો તો તે મેસેજ ડિલીટ જ કરવો પડતો હતો. આ ભૂલવાળા મેસેજને એડિટ કરવા માટે કોઈ વિકલ્પ નહોતો. એટલે મજબૂરીમાં યુઝર્સે Delete For Everyone ઓપ્શનનો વિકલ્પ પસંદ કરવો પડતો હતો. મેસેજ ડિલીટ કર્યા બાદ આખો મેસેજ ફરીથી યોગ્ય રીતે ટાઈપ કરીને સેન્ડ કરવો પડતો હતો. આવી સ્થિતિમાં મેસેજ મેળવનાર યુઝરને હંમેશા સવાલ થતો કે મોકલનારે મેસેજ કેમ ડિલીટ કર્યો છે? તેમાં શું હતું? હવે આ બધી ઝંઝટથી તમને બચાવવા માટે વ્હોટ્સ એપે મેસેજ એડિટ ફીચર રોલઆઉટ કર્યું છે.
આ ફીચરની મદદથી યુઝર્સ ઓલરેડી સેન્ડ થઈ ચૂકેલા મેસેજને એડિટ કરી શક્શે. પરંતુ આ માટેની સમય મર્યાદા માત્ર 15 મિનિટની છે. મેટાની માલિકીની એપ વ્હોટ્સ એપે એ કન્ફર્મ કર્યું છે કે આ નવું ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. જો કે આ અપટેડ સ્ટેજ મેનરમાં રોલઆઉટ કરવામાં આવી છે. એટલે દરેક યુઝર સુધી આ અપડેટને પહોંચતા થોડો સમય લાગશે. પરંતુ આ આર્ટિકલમાં મુખ્ય રીતે અમે તમને વ્હોટ્સ એપ પર મેસેજ એડિટ કેવી રીતે કરવો તે શીખવી રહ્યા છીએ.
Edit Button ફીચરનો ઉપયોગ કીરને આ રીતે મેસેજ એડિટ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો અને એ ચેટ ઓપન કરો, જેનો મેસેજ તમારે એડિટ કરવાનો છે.
સ્ટેપ 2: હવે એડિટ કરવાના મેસેજ પર લોંગ પ્રેસ કરો.
સ્ટેપ 3: મેસેજ પર લોંગ પ્રેસ કરવાની સાથે જ તમને એક પોપ અપ ઓપ્શન દેખાશે, જ્યાં એડિટ મેસેજનું બટન હશે.
સ્ટેપ 4: હવે આ એડિટ મેસેજ બટન પર ક્લિક કરીને મેસેજને એડિટ કરો.
સ્ટેપ 5: મેસેજ એડિટ કર્યા બાદ ડન પર ક્લિક કરો. બસ તમારું કામ થઈ ગયું.
ધ્યાન રાખવાનું એટલું છે કે વ્હોટ્સ એપના આ લેટેસ્ટ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરેલું હોવું જરૂરી છે. સાથે જ આ ફીચરનો ઉપયોગ તમે મેસેજ મોકલ્યાની 15 મિનિટ સુધી જ કરી શક્શો. એડિટ મેસેજ ફીચરનો દુરુપયોગ ટાળવા માટે કંપની દરેક એડિટ થયેલા મેસેજને એડિટેડનો ટેગ પણ આપશે, જે મેસેજ રિસીવ કરનાર યુઝરને પણ દેખાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications