Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPT દ્વારા કરી શકો છો કમાણી, બસ આ રીતે કરવાનો છે ઉપયોગ
ChatGPT એક પાવરફૂલ લેન્ગવેજ મોડલ છે, જે ટેક્સ્ટ જનરેશન, એડિટિંગ અને એનાલિસિસ માટે વપરાય છે. લેટેસ્ટ મોડેલની વાત કરીએ તો ઓપનએઆઈ દ્વારા ChatGPT 3 Turbo રિલીઝ કરવામાં આવ્યું છે, જે લેટેસ્ટ માહિતી આપે છે. જો કે આ વર્ઝન પણ હજી રિયલ ટાઈમ માહિતી નથી આપતું.
આ તો ઠીક ચેટજીપીટીની ઓળખાણ હતી, પરંતુ શું તમને એ ખબર છે કે ચેટજીપીટી માત્ર તમારા સવાલના જવાબ જ નથી આપતું. ChatGPTને જો તમે યોગ્ય રીતે યુઝ કરો તો, તમે કમાણી પણ કરી શકો છો. ચાલો તમને જણાવી દઈએ.

1. કોપી રાઈટિંગ અને કન્ટેન્ટ રાઈટિંગ
ચેટજીપીટીનો ઉપયોગ કરીને તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો, આર્ટિકલ રિવ્યુ કરી શકો છો, સાથે જ કોઈ આર્ટિકલમાં એડીશન કે એડિટિંગ પણ કરી શકો છો. ચેટજીપીટીની ફ્રી સર્વિસ યુઝ કરીને તમે ટાસ્ક દ્વારા કમાણી કરી શકો છો.
2. પ્રોગ્રામિંગ
જો તમે એક પ્રોગ્રામર છો, તો ChatGPT તમને કોડ લખવામાં, ડીબગિંગ કરવામાં અને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરી શકે છે. તમે આ રીતની સર્વિસ ફ્રીલાન્સર તરીકે ચેટજીપીટીની મદદથી આપી શકો છો, અને કમાણી કરી શકો છો.
3. ઈમેઈલ-ચેટ બોટ બનાવવા
ચેટજીપીટી દ્વારા તમે ઈમેઈલ અથવા ચેટ બોટ બનાવીને જુદી જુદી કંપનીને વેચી શકો છો. જે કંપનીઓ કસ્ટમર સર્વિસ માટે આ પ્રકારના ઈમેઈલ કે ચેટબોટનો ઉપયોગ કરે છે, તેમને તમે આ સર્વિસ પૂરી પાડી શકો છો.
4. એકેડમિક રાઈટિંગ
ChatGPT દ્વારા તમે રિસર્ચ પેપર, રાઈટ અપ કે અસાઈનમેન્ટ લખીને સ્ટુડન્ટ્સ કે રિસર્ચરને આપી શકો છો, જેનો પણ તમે ચાર્જ વસુલી શકો છો. જો કે, તમારે એ બાબતે સભાન રહેવાનું છે કે તમે ચેટજીપીટીની મદદથી જે રિસર્ચ પેપર લખી રહ્યા છો, તેમાં અપાયેલી માહિતી સંપૂર્ણ પણે સાચી હોય.
5. માર્કેટિંગમાં મદદ
ચેટજીપીટી તમને સોશિયલ મીડિયા પોસ્ટ, એડ સ્ક્રીપ્ટ, ઈમેઈલ કેમ્પેન અને માર્કેટિંગને લગતી ઘણી બધી એક્ટિવિટી કરવામાં મદદ કરી શકે છે. જો તમારી પાસે માર્કેટિંગને લગતું ખાસ જ્ઞાન નથી, તો ચેટજીપીટીની મદદથી તમે માર્કેટિંગ કરી શકો છો.
ચેટજીપીટીની મદદથી તમે પ્રોડક્ટ વેચવા માટે ઓનલાઈ માર્કેટ પ્લેસ, ફ્રીલાન્સિંગ સાઈટ્સ અને સોશિયલ મીડિયા ચેનલ્સનો ઉપયોગ કરી શકો છો. જો કે તમારે એ ધ્યાન રાખવાનું છે કે ચેટજીપીટી માત્ર તમારી મદદ કરે છે, બાકી બધું જ તમારી મહેનત પર આધાર રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications