Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Reels ડાઉનલોડ કરો ધમાધમ, Instagram એ લોન્ચ કર્યું આ ફીચર
Instagramએ હવે પોતાના યુઝર્સને કોઈ પણ પબ્લિક અકાઉન્ટમાંથી રીલ્સ ડાઉનલોડ કરવાની પરવાનગી આપી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં Metaની માલિકીના આ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે અમેરિકામાં Reels ડાઉનલોડ કરવાનું ફીચર લોન્ચ કર્યું હતું. હવે આ ફીચર ગ્લોબલી રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. એટલે કે યુઝર્સ હવે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કર્યા વગર જ રીલ્સ સીધી પોતાના ડિવાઈસમાં સેવ કરી શક્શે. જો કે, જે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક છે, તેની જ રીલ્સ સીધેસીધી ડાઉનલોડ કરી શકાશે. પ્રાઈવેટ અકાઉન્ટમાં અપલોડ કરેલી રીલ્સ ડાઉનલોડ કરી શકાશે નહીં.

Instagram Reels Download ફીચર
ઈન્સ્ટાગ્રામના હેડ Adam Mosseriએ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ IG Updatesમાં કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર રહેલા પબ્લિક અકાઉન્ટમાંથી રીલ્સ ડાઉનલોડ કરવાનું ફીચર હવે ગ્લોબલી ઉપલબ્ધ છે. હવે બધા જ યુઝર્સ પબ્લિક અકાઉન્ટમાં શૅર કરેલી રીલ્સને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શક્શે. આ રીતે ડાઉનલોડ કરવામાં આવેલી રીલ્સ પર ક્રિએટરના ઈન્સ્ટાગ્રામ હેન્ડલનો વોટર માર્ક જોવા મળશે. તેમણે એ પણ કહ્યું કે, 2023ની શરૂઆતમાં આ ફીચર માત્ર અમેરિકન ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ગ્લોબલ લેવલ પર આ ફીચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે.
એટલું જ નહીં, તેમણે આ પોસ્ટમાં એ પણ માહિતી આપી છે કે જો કોઈ પબ્લિક અકાઉન્ટ યુઝર નથી ઈચ્છતા કે અન્ય યુઝર્સ તેમની રીલ્સ ડાઉનલોડ કરે, તો તેઓ આ ફીચરને પોતાની રીલ્સ પૂરતું ટર્ન ઓફ પણ કરી શકે છે.
રીલ્સ સેવ કરવાનું પણ ઓપ્શન મળશે.
સાથે જ, જો યુઝર કોઈ રીલને ડાઉનલોડ કરવા નથી ઈચ્છતા તો તેઓ તેને પાછળથી જોવા માટે સેવ પણ કરી શકે છે. આ રીતે રીલ્સને સેવ કરવા માટે યુઝર્સે માત્ર રીલ્સ પર દેખાઈ રહેલા થ્રી ડોટ આઈકન પર ક્લિક કરવાનું છે. અહીં તમને Save It નામનો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરીને યુઝર્સ રીલ્સને બાદમાં જોવા માટે સેવ કરી શકો છો.
શૅર બટનથી કરી શકાશે ડાઉનલોડ
એડમ મોસ્સેરીએ આ નવા ફીચર દ્વારા રીલ્સને કેવી રીતે ડાઉનલોડ કરવી તે પણ જણાવ્યું છે. આ રીલ ડાઉનલોડ કરવાનું ઓપ્શન યુઝર્સને રીલ્સ પર જોવા મળતા શૅર બટનની અંદર મળશે. જેવા યુઝર્સ શૅર બટન પર ક્લિક કરશે, કે તરત જ તેમને સેવ ઈટનું ઓપ્શન મળશે. આ ફીચર ઉપયોગી એટલા માટે છે કારણ કે અત્યાર સુધી યુઝર્સે કોઈ પણ રીલ્સને ડાઉનલોડ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડો હતો. પરંતુ હવે સીધા જ ઈન્સ્ટાગ્રામ પરથી રીલ્સને ડાઉનલોડ કરી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications