ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે ફેસબુક ફરી પાછું તકલીફ માં આવી ગયું છે કેમ કે, એક લિકર દ્વારા જણાવવા માં આવેલ છે કે તેઓ દ્વારા 500 મિલિયન ફેસબુક ઇન્ક ના યુઝર્સ ની માહિતી ને વેબ પર ફ્રી માં ઓફર કરવા માં આવી રહી છે. અને આ ડેટા ની અંદર તે યુઝર્સ ના ફોન નંબર અને બીજા અમુક ડેટા નો સમાવેશ થાય છે. આ વાત સાચી અથવા ખોટી પણ હોઈ શકે છે પરંતુ તેના કારણે લોકો ના મન ની અંદર એક સવાલ જરૂર થી ઉઠે છે.

ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું

કે તેઓ આ સોશિયલ મીડિયા સાઈટ નો ઉપીયોગ કરવો જોઈએ કે નહિ કેમ કે આ તેની પહેલા પણ સમાચારો ની અંદર બધા જ ખોટા કારણે ને લીધે રહી ચૂક્યું છે. અને જો તમે પણ ફેસબુક ને છોડવા માટે વિચારી રહ્યા હોવ તો આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે તમારા બધા જ ફેસબુક ના ડેટા ને ડાઉનલોડ કરી અને તમારા એકાઉન્ટ ને ડીલીટ કરી શકો છો.

તમારા ફેસબુક ડેટા ની કોપી ને ડાઉનલોડ કરો

- તમારા ડેસ્કટોપ પર ટોચ પર જમણી બાજુ પર આપેલ ડાઉનવર્ડ ફેસિંગ એરો પર ક્લિક કરો.

- અને ત્યાર પછી લિસ્ટ ની અંદર થી સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી ના વિકલ્પ ને પસન્દ કરી અને સેટિંગ્સ પર ક્લિક કરો.

- ત્યાર પછી ડાબી બાજુ ની કોલમ માંથી તમારા તમારા ફેસબુક ઇન્ફ્રોમેશન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમારી ઇન્ફ્રોમેશન ને ડાઉનલોડ કરો અને વ્યુ પર ક્લિક કરો.

- અને તમારા ડેટા માંથી કોઈ કેટેગરી ના ડેટા ને કાઢવા અથવા એડ કરવા માટે ફેસબુક ની જમણી તરફ આપેલા બોક્સ પર ક્લિક કરો.

- અને તમે બીજા વિકલ્પો ને પણ પસન્દ કરી શકો છો જેવા કે તમે ક્યાં ફોર્મેટ ની અંદર તમારા ડેટા ને ડાઉનલોડ કરવા માંગો છો, તમારા ફોટોઝ અને વિડિઓઝ ની ક્વોલિટી શું રહેશે, અને બીજા ઇન્ફોર્મેશન વિષે પણ અમુક સ્પેસિફિક વાતો ને નક્કી કરી શકો છો. અને જો તમે તારીખ ને પસન્દ નહિ કરો તો તમને જેટલી પણ કેટેગરીઝ ને પસન્દ કરવા માં આવેલ છે તેની બધી જ ઇન્ફોર્મેશન ની રિકવેસ્ટ કરવા માં આવશે.

- ડાઉનલોડ રિકવેસ્ટ ને કન્ફ્રર્મ કરવા માટે ક્રિએટ ફાઈલ પર ક્લિક કરો.

ત્યાર પછી ફાઈલ બને ત્યાં સુધી તમારે રાહ જોવા ની રહેશે. અને તેની અંદર કલ્લાકો અથવા અમુક દિવસો પણ લાગી શકે છે. અને જયારે તે ફાઈલ બની જશે ત્યાર પછી ફેસબુક દ્વારા તમને એક નોટિફિકેશન મોકલવા માં આવશે. અને ત્યાર પછી તમારે ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન વિભાગ ની અંદર અવેલેબલ કોપીઝ પર ક્લિક કરવા નું રહેશે અને ત્યાર પછી તમારે ડાઉનલોડ પર ક્લિક કરી અને તમારો ફેસબુક નો પાસવર્ડ એન્ટર કરવા નો રહેશે.

તમારા ફેસબુક એકાઉન્ટ ને હંમેશા માટે ડીલીટ કઈ રીતે કરવું

ઉપર જણાવેલ પ્રથમ ત્રણ પગલાં ને અનસુરો,

- ત્યાર પછી, ડીએક્ટિવેશન અને ડિલિટેશન ના બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી પરમેનન્ટલી ડીલીટ એકાઉન્ટ ના વિકલ્પ ને પસન્દ કરો. અને ત્યાર પછી કન્ટિન્યુ ટુ એકાઉન્ટ ડિલિટેશન ના બટન પર ક્લિક કરો.

- ડીલીટ એકાઉન્ટ પર ક્લિક કરો, અને ત્યાર પછી તમારો ફેસબુક નો પાસવર્ડ એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરો.

અને તમે તમારા એકાઉન્ટ ડિલિટેશન ને 30 દિવસ ની અંદર કેન્સલ પણ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Download Facebook Data And Delete Account: Step By Step Guide

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X