Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Photos પરથી એક સાથે આ રીતે ડાઉનલોડ કરો બધા જ ફોટા
Google Photos ગૂગલની ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે, જે યુઝર્સને ક્લાઉડ પર ફોટો સ્ટોર કરવાની અને ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ફોટોઝને વિશ્વના કોઈ પણ ખૂણે, કોઈ પણ ડિવાઈસ સુધી પહોંચાડવાની સુવિધા આપે છે. Google પોતાની ક્લાઉડ સ્ટોરેજમાં 15 જીબી ડેટા દરેક જીમેઈલ યુઝરને ફ્રીમાં આપે છે. આ ક્લાઉડ ડેટા જીમેઈલ અને ગૂગલ ડ્રાઈવ જેવી સર્વિસમા શૅર થાય છે.

ઘણીવાર યુઝર્સનો આ ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ડેટા પૂરો થઈ જાય છે, જેને કારણે યુઝર્સને પોતાના મહત્વના ડોક્યુમેન્ટ સ્ટોર કરવાની સમસ્યા સર્જાય છે. ઘણીવાર કેટલાક કામ ગૂગલ ડ્રાઈવમાં કરવા જરૂરી હોય છે, જો ગૂગલ ડ્રાઈવની મર્યાદા પૂરી થઈ જાય તો આવા કામ અટકી પડે છે. જેનું સીધો અને સરળ ઉપાય છે, પૈસા આપીને ગૂગલની વધારે ક્લાઉડ કેપેસિટી સર્વિસને ખરીદીને યુઝ કરવી. પરંતુ જો તમારે ગૂગલની વધારાની ક્લાઉડ કેપેસિટી સર્વિસ માટે પૈસા ન ખર્ચવાના હોય, અથવા તો તમારી પાસે માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી અન્ય ક્લાઉડ સર્વિસનું પણ ફ્રી સ્ટોરેજ ઉપલબ્ધ છે, ત્યારે તમે Google Photosમાં રહેલા બધા જ ફોટા ડાઉનલોડ કરીને તમારા ગૂગલ ડ્રાઈવને અગત્યના કામ માટે ખાલી કરી શકો છો. Google Photosમાંથી બધા જ ફોટા ડાઉનલોડ કરીને હટાવી લેવાથી તમારી ડ્રાઈવ સ્પેસ ખાલી થઈ જાય છે, આ ફોટોઝને બાદમાં તમે અન્ય ક્લાઉડ સ્ટોરેજમાં ટ્રાન્સફર પણ કરી શકો છો.
જો તમે ડ્રાઈવની ડેટા મર્યાદા પૂરી થઈ જવાથી પરેશાન છો, અને ગૂગલ ફોટોઝમાંથી ફોટોઝ હટાવવા ઈચ્છી રહ્યા છો, તો અમે તમને ગૂગલ ફોટોઝમાં રહેલા બધા જ ફોટા એક સાથે ડાઉનલોડ કરવા માટે ટિપ્સ આપી રહ્યા છીએ. આ માર્ગદર્શિકાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાથી તમે ઓછા સમયમાં, ઓછી મહેનતે એક સાથે બધા જ ફોટા ડાઉનલોડ કરી શક્શો.
Google Photos પરથી એક સાથે બધા ફોટા ડાઉનલોડ કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ડિવાઈસમાં ગૂગલ અકાઉન્ટ ઓપન કરો. હવે તેમાં ડેટા અને પ્રાઈવસી પર ક્લિક કરો. જ્યાંથી તમારો ડેટા ડાઉનલોડ કરવા કે હટાવવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો.
2. હવે અહીં Download you all data નામના વિકલ્પ પર ક્લિક કરો.
3. અહીં તમને Create A new Export અંતર્ગત Data નામનો બીજો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
4. હવે Remove all selected પર ક્લિક કરો અને Google Photos સુધી સ્ક્રોલ કરો, તેની સામે રહેલા ચેકબોક્સમાં ક્લિક કરો.
5. હવે નીચેની તરફ સ્ક્રોલ કરો અને Next બટન પર ક્લિક કરો.
6. અહીં તમારે ડાઉનલોડ કરવા માટેની ફાઈલ પસંદ કરવાની છે. સાથે જ ડાઉનલોડ થઈને આ ફોટોઝ ક્યાં સ્ટોર થશે, તે નક્કી કરવા માટે Frequency and Destination અંતર્ગત ડેસ્ટિનેશન વિકલ્પ પર ક્લિક કરો. ટ્રાન્સફર ઓપ્શનમાં રહેલા ડ્રોપડાઉન દ્વારા ઈમેઈલમાં ડાઉનલોડ લિંક શૅર કરો. અહી જુદા જુદા ઓપ્શન મળશે, જેમાંથી તમારે જે ઓપ્શન જોઈએ છે, તે સિલેક્ટ કરો.
7. હવે ફ્રિકવન્સીના ઓપ્શન સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. જો તમે એક જ વખત તમારા ફોટોઝ ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તો એક્સપોર્ટ ઓપ્શન પસંદ કરો. જો તમે ઈચ્છો છો કે ગૂગલ દર 2 મહિને તમારા ફોટોઝ તમને મોકલે, તો તમે 1 વર્ષ સુધી 2 મહિનામાં એક્સપોર્ટ કરી શકો છો.
8. ફાઈલનો પ્રકાર અને સાઈઝ સિલેક્ટ કરવા માટે નીચે સુધી સ્ક્રોલ કરો અને .zip અથવા .tgz વચ્ચેથી પસંદ કરો.
9. હવે ક્રિએટ એક્સપોર્ટ પર ક્લિક કરો અને બસ તમારું કામ થઈ ગયું.
બસ, ધ્યાન રાખો કે ગૂગલ તમારું એક્સપોર્ટ પુર કરવા માટે કલાકો અથવા કેટલાક દિવસનો સમય લઈ શકે છે. જ્યારે તમારું એક્સપોર્ટ તૈયાર થઈ જશે કે તમને એક ઈમેઈલ મોકલીને જાણ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications