Just In
Whatsapp પર સરળતાથી ડાઉનલોડ કરો આધાર અને પાન કાર્ડ
Whatsapp હવે માત્ર કમ્યુનિકેશનનું જ સાધન નથી રહ્યું. વ્હોટ્સ એપ દ્વારા ખરીદી, ચૂકવણી અને કંપનીઓ તેમ જ સરકાર સાથે વાતચીત પણ કરી શખાય છે. જુદી જુદી સરકારી વેબસાઈટ્સ હવે વ્હોટ્સએપ પર પોતાની સેવાઓ આપે છે, જેના કારણે આપણે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવી જરૂરિયાતની સુવિધાઓ સાવ સરળ રીતે મેળવી શકીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે તમે ઘરે બેઠા વ્હોટ્સ એપ પર જ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો?

ભારત સરકારનું ઈ-ગવર્નન્સ પોર્ટલ MyGov દેશના નાગરિકોને જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે. હવે આ પોર્ટલ દ્વારા વ્હોટ્સ એપ પર એક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના દ્વારા નાગરિકો આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. સત્તાવાર વેબસાઈટ દ્વારા તમે નેવિગેટ કરીને ત્યાંથી જરૂરી દસ્તાવેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાના બદલે આ ચેટબોટ દ્વારા તમે સરળતાથી ગણતરીની મિનિટોમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
ભારતીય નાગરિકો સરકાર દ્વારા જાહેર થતા દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ અને પાન કાર્ડ ડિજિલોકર પર સેવ કરી શકે છે. આના માટે તમારે એન્ડ્રોઈડ કે iOS ડિવાઈસ પર ડિજિલોકર ડાઉનલોડ કરવાનું છે, અને ફોન નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો. હવે તમારે તેમાં આધાર કાર્ડ અને પાન સર્વિસ સર્ચ કરવાનું છે. સરળતાથી આ દસ્તાવેજ એક્સેસ કરવા માટે ડિજિલોકર સાથે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરો. બસ તમે સંપૂર્ણ રીતે તૈયાર છો. હવે તમારે માત્ર નીચે આપેલા સ્ટેપ્સનું પાલન જ કરવાનું છે.
Whatsapp પર આધાર અને પાન ડાઉનોલડ કરવા આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો અને નવો કોન્ટેક્ટ એડ કરવાના વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: તમારે તમારા ફોનમાં વ્હોટ્સ એપ દ્વારા 9013151515 મોબાઈલ નંબરને તમે ઈચ્છો તે નામે સેવ કરવાનો છે.
સ્ટેપ 3: હવે આ નંબર પર તમે હેલો અથવા નમસ્તે મોકલીને ચેટ શરૂ કરી શકો છો.
સ્ટેપ 4: તમે વાત ઈનિશિયેટ કરશો એટલે ચેટબોટ તમને ડિજિલોકર સર્વિસિઝ અથવા કો-વિન સર્વિસિઝમાંથી એક પસંદ કરવા કહેશે.
સ્ટેપ 5: ડિજિલોકર વિકલ્પ પસંદ કરો અને પછી તમને સવાલ પૂછાશે કે તમારી પાસે ડિજિલોકર અકાઉન્ટ છે? તમારે તેનો જવાબ હા આપવાનો છે.
સ્ટેપ 6: કોઈ પણ વિકલ્પ પસંદ કરવા પર તમારે આધાર નંબર ઈનપુટ કરવાનો રહેશે. જો ડિજિલોકરમાં તમારુ અકાઉન્ટ નથી તો MyGov ચેટબોટ તમારા માટે અકાઉન્ટ પણ ક્રિએટ કરી દેશે. જો તમારું ઓલરેડી ડિજિટલોકરમાં અકાઉન્ટ છે, તો તમારા મોબાઈલ નંબર એક ઓટીપી આવશે.
આ ઓટીપી ઈનપુટ કર્યા બાદ તમને બધી જ સેવાઓ સ્ક્રીન પર જોવા મળશે.
સ્ટેપ 7: હવે તમારે આધાર અને પાનના વિકલ્પ પરથી રજિસ્ટ્રેશન નંબર ઈનપુટ કરવાનો છે. ચેટબોટ તમને તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડની પીડીએફ મોકલી આપશે.
આ ચેટબોટનો ઉપયોગ કરીને તમે ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક, કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ સહિત બધા જ ડોક્યુમેન્ટ્સ વ્હોટ્સ એપ પર મેળવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470