તમારા ફેસબુક એકાઉન્ટ ને ડિએક્ટિવેટ અથવા હંમેશા માટે ડિલીટ કઈ રીતે કરવું

By Gizbot Bureau
|

જ્યારથી કેમ્બ્રિજ એનાલિટિકા વિષે ગયા વર્ષે જાણકારી બધાને મળી હતી ત્યારબાદ ફેસબુકે તેમની પ્રાઇવસી પોલિસી ને લઈને સ્ક્રુટિની અંદર છે. અને ગયા અઠવાડિયાની અંદર જ ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા પાંચ મિલિયન ડોલર ના રેકોર્ડને યુઝરના ડેટાને મીટીંગ કરવાને કારણે ફેસબુક સાથે સેટલમેન્ટ માટે જણાવવામાં આવ્યું હતું. Ftc દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા જાય દ્વારા એક કમીટી ની રચના કરવામાં આવે કે જે unfettered કંટ્રોલ કે જે ફેસબુકના સીઈઓ માર્ક circle બનો પ્રાઈવેસી યુઝર્સના પર છે તેને કાઢી નાખે.

તમારા ફેસબુક એકાઉન્ટ ને ડિએક્ટિવેટ અથવા હંમેશા માટે ડિલીટ કઈ રીતે કરવુ

અને આ દિલના ભાગ સ્વરૂપે ફેસબુક દ્વારા તે પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે તેઓ તુરંત જ યુઝર્સની પ્રાઈવેસી પોલીસી ને પોતાના પ્લેટફોર્મ પર પ્રોટેક્ટ કરવા માટે પગલાં લેશે. પરંતુ ફેસબુક સાથે અત્યારે સૌથી મોટો પ્રશ્ન વિશ્વાસનો છે. લોકોને પોતાની અંગત માહિતી સાથે ફેસબુક પર ભરોસો નથી અને તે શા માટે નથી તે પણ ખૂબ જ વ્યાજબી છે. કેમકે પોલિટીકલ કન્સલ્ટન્સી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના 87 મિલિયન યુઝર્સ ના ડેટા અને તેમની પરમીશન વગર એક્સેસ કરવામાં આવ્યું હતું.

હવે તમે ફેસબુક પર રહેવા માંગો છો કે તેને સંપૂર્ણ રીતે છોડી દેવા માંગો છો તે તમારા પર છે. પરંતુ જો તમે તમારા ફેસબુક એકાઉન્ટ અને ડીલીટ અથવા ડિએક્ટિવેટ કરવા માંગતા હોવ તો તેના માટેના સ્ટેપ્સ આ આર્ટીકલ ની અંદર જણાવવામાં આવ્યા છે.

તમારા ફેસબુક એકાઉન્ટ ને કઈ રીતે ડિએક્ટિવેટ કરાવવું

તમારા ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવું અથવા તેને ડિએક્ટિવેટ કરવા માટેના બે રસ્તા છે. અમારા મત અનુસાર તમારે સૌથી પહેલા તમારા ફેસબુક એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવું જોઈએ. તમારા ડેટાને ડિએક્ટિવેટ કરવાને કારણે તમારો બધો જ ફેસબુકનો ડેટા તે જગ્યા પર જ રહેશે પરંતુ તે કોઈ એક્સેસ નહીં કરી શકે. તેના દ્વારા તમને જાણવા મળશે કે શું તમે ફેસબુક વિના રહી શકો છો કે નહીં. તો આવ કર્યા બાદ તે કઈ રીતે કામ કરે છે તે જુઓ અને ત્યારબાદ તમારા એકાઉન્ટને ડિલીટ કરો. તમારા એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવાને કારણે તમે ફેસબુક મેસેન્જર અને ફેસબુક લોગીન નો ઉપયોગ કરી શકો છો.

તમારા ફેસબુક એકાઉન્ટને ડિએક્ટિવેટ આ રીતે કરો.

-તમારા બ્રાઉઝરની અંદર ફેસબુક પેજ માં જમણી બાજુ ટોચ પર છે નીચેની તરફ નો એરો છે તેના પર ક્લિક કરો.

-‎ત્યારબાદ સેટિંગ્સ પસંદ કરો

-‎ત્યારબાદ જનરલ ની અંદર જાવ

-‎ત્યાર બાદ મેનેજર એકાઉન્ટની અંદર જાવ.

-‎ત્યારબાદ તે જગ્યા પર તમને એક્ટિવેટ યોર એકાઉન્ટ નો વિકલ્પ મળશે.

અને ત્યારબાદ જો તમારા એકાઉન્ટને ડિએક્ટિવેટ કર્યા પછી તમને એવું લાગે કે તમે ફેસબુક વગર નહીં રહી શકો તો તમે તમારા એકાઉન્ટ ને ફરી પાછું એક્ટિવ કરી શકો છો. અને તેના માટે તમારે માત્ર ફેસબુક પર પાછું લોગિન કરવાનું રહેશે. તમારા એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવાને કારણે તે તમારા ડેટાને ફેસબુકના સર્વર પર થી કાઢી નથી લાગતું જેના વિશે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ.

તમારા ફેસબુક એકાઉન્ટ ને હંમેશા માટે કઈ રીતે ડિલીટ કરવું.

તમારા ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરું એ ખૂબ જ મોટો નિર્ણય છે તો તેવું કરતા પહેલા સરખી રીતે બધી જ વસ્તુઓ વિચારી લેવી જરૂરી છે. કેમકે તેવું કરી અને તમે માત્ર તમારી ફેસબુક પ્રોફાઇલ જ નહીં પરંતુ તેની અંદર અપલોડ કરવામાં આવેલ ફોટોસ વીડીયોઝ સ્ટેટસ અપડેટ વગેરે જેવી બધી જ વસ્તુઓ ને ડીલીટ કરો છો અને તે પણ હંમેશા માટે. અને તમારા ફેસબુક એકાઉન્ટ ને હંમેશા માટે ડિલીટ કર્યા બાદ તમે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ પણ નથી કરી શકતા અને તેવી કોઈપણ એપ અથવા વેબસાઇટ કે જેની અંદર ફેસબુક દ્વારા લોગીન થઇ શકે છે તે પણ નથી કરી શકતા.

તમારા ફેસબુક એકાઉન્ટ ને હંમેશા માટે ડિલીટ કરવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરો.

-તમારા વેબ બ્રાઉઝરને અંદર જમણી બાજુ ટોપમાં જે ડાઉન મેનુ છે તેના પર ક્લિક કરી અને એકાઉન્ટ મહિનાની અંદર જાવ.

-‎ત્યારબાદ તેમાંથી સેટિંગ્સ ના વિકલ્પને પસંદ કરો.

-‎ત્યારબાદ ફેસબુક ઇન્ફોર્મેશન ને લેફ્ટ પેનલની અંદરથી પસંદ કરો.

-‎ત્યારબાદ ડીલીટ યોર એકાઉન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ની બાજુમાં આપેલ બટનને પસંદ કરો.

-‎ત્યારબાદ ડીલીટ માય એકાઉન્ટ ને પસંદ કરો

-‎ત્યારબાદ તમારો પાસવર્ડ નાંખો અને કંટીન્યુ ડીલીટ એકાઉન્ટ વિકલ્પને પસંદ કરો.

જો તમે તમારા એકાઉન્ટને ડિલીટ કર્યા બાદ તમારું મન બદલી જાય છે તો ત્યાર પછીના 30 દિવસની અંદર તમે ફરી પાછા ફેસબુક પર આવી શકો છો. ૩૦ દિવસ પછી તમારા બધા જ ડેટા ને હંમેશા માટે ડિલીટ કરી દેવામાં આવશે. જેથી આ પ્રકારનું પગલું લેતા પહેલા તમારા ફેસબુક ની અંદર અપલોડ કરવામાં આવેલ ફોટોઝ વીડિયોઝ મેસેજ વગેરે જેવી વસ્તુઓને ડેટાને ડાઉનલોડ કરી લેવી. ફેસબુક જણાવે છે કે તમે જેટલી પણ વસ્તુ પોસ્ટ કરી છે તેને ડીલીટ કરવાની પ્રક્રિયા ની અંદર 90 દિવસ જેવો સમય લાગતો હોય છે.

તમારા ફેસબુક ના ડેટા ની કોપી ને ડાઉનલોડ કરવા માટે નીચેના પગલા અનુસરો.

-ફેસબુક ની અંદર સેટિંગ્સમાં જાઓ

-‎ત્યારબાદ ડાઉનલોડર કોપીઓ ફેસબુક ડેટા ના વિકલ્પ પર ટેપ કરો.

-‎ત્યારબાદ ડાઉનલોડર જીવ પર ટેપ કરો.

-‎ત્યારબાદ જ્યારે તમારું આર જીવ તૈયાર થઈ જશે ત્યારે ફેસબુક દ્વારા તમને એક એલર્ટ આપવામાં આવશે.

-‎ત્યારબાદ ડાઉનલોડ અચીવ પર ક્લિક કરો ત્યારબાદ એક એક zip ફાઈલ તમારા pc પર ડાઉનલોડ થવા માટે તૈયાર થઈ જશે.

Best Mobiles in India

English summary
How To Delete Your Facebook Account Permanently

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X