Threads અકાઉન્ટ આ રીતે કરો ડિલીટ, Instagramને નહીં થાય અસર

By Gizbot Bureau
|

મેટાની સૌથી વધુ ચકચાર જગાવનાર એપ થ્રેડ્સમાં નવી નવી અપડેટ આવતી રહે છે. થ્રેડ્સ એપ લોન્ચ થઈ કે તરત જ સૌથી વધુ ઈન્સ્ટોલેશન્સનો રેકોર્ડ બન્યો હતો. પરંતુ થોડાક સમય બાદ આ એપનો ક્રેઝ ઓછો થયો, અને યુઝર્સ પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવાનો ઉપાય શોધવા લાગ્યા. પરંતુ ઝુકરબર્ગે કરેલી ગોઠવણ પ્રમાણે જો તમે થ્રેડ્સનું અકાઉન્ટ ડિલીટ કરો તો આપોઆપ તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ થઈ જાય. પરિણામે યુઝર્સે એપ અનઈસ્ટોલ કરી પરંતુ અકાઉન્ટ ડિલીટ ન કર્યું.

Threads અકાઉન્ટ આ રીતે કરો ડિલીટ, Instagramને નહીં થાય અસર

જો, તમે પણ થ્રેડ્સના આવા જ કોઈ યુઝર છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. મેટાના આ પ્લેટફોર્મમાં લાંબા સમયના ટેસ્ટિંગ બાદ અકાઉન્ટ ડિલીટ ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ખાસ ફીચરની મદદથી હવે થ્રેડ્સ અકાઉન્ટ સરળતાથી ડિલીટ થઈ શક્શે. આ માટે તમારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવાની જરૂર નહીં પડે. બીજા શબ્દોમાં કહીએ તો થ્રેડ્સ અકાઉન્ટ સરળતાથી ડિલીટ કરી શકાશે, તેની સાથે સાથે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ નહીં થાય. આ પહેલા થયેલી ગોઠવણ મુજબ જો તમે થ્રેડ્સ અકાઉન્ટ ડિલીટ કરો તો તમારું ઈન્સ્ટાગ્રામ પણ ડિલીટ થઈ જતું હતું. કારણ કે મેટાએ થ્રેડ્સમાં લોગ ઈન માટે ઈન્સ્ટાગ્રામના જ ક્રેડેન્શિયલની વ્યવસ્થા કરી હતી.

ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસ્સેરીએ થ્રેડ્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે થ્રેડ્સ કમ્યુનિટીની ડિમાન્ટને ધ્યાને રાખતા કંપનીએ અકાઉન્ટ ડિલીટ ફીચર રોલઆઉટ કર્યું છે. આ સુવિધા આવવાથી હવે યુઝરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ નહીં કરવું પડે. યુઝર માત્ર થ્રેડ્સ અકાઉન્ટ જ ડિલીટ કરી શક્શે.

થ્રેડ્સ અકાઉન્ટ ડિલીટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

1. થ્રેડ્સ અકાઉન્ટ ડિલીટ કરવા માટે સેટિંગ્સમાં જાવ.

2. અહીં અકાઉન્ટ સેક્શન પર ક્લિક કરો.

3. અહીં તમારે ડિલીટ અથવા ડિએક્ટિવેટ પ્રોફાઈલના વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

4. બસ, આટલું કરતા જ તમારું અકાઉન્ટ ડીએક્ટિવેટ અથવા ડિલીટ થઈ જશે.

ટૂંક સમયમાં રોલઆઉટ થશે ફીચર

થ્રેડ્સનું આ અકાઉન્ટ ડિલીટ ફીચર હાલ માત્ર પસંદગીના યુઝર્સ માટે અવેલેબલ છે. આગામી દિવસોમાં આ સુવિધા દુનિયાભરના થ્રેડ્સ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

ઓપ્ટ આઉટ ફીચર લોન્ચ

થ્રેડ્સ અકાઉન્ટ ડિલીટ ફીચર ઉપરાંત થ્રેડ્સમાં ઓપ્ટ આઉટ ફીચર પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની થ્રેડ્સ પોસ્ટને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કરી શક્શે.

જેને કારણે હવે યુઝર્સની થ્રેડ્સ પોસ્ટની રીચ વધશે અને તેમને પોતાના પ્લેટફોર્મ પર વધુ સારો કંટ્રોલ મળશે. આ ફીચરનો ઉપયોગ કવરા માટે યુઝર્સે સેટિંગ્સમાં જઈને પ્રાઈવસી મેન્યુમાં જવાનું છે.

ગત મહિને આપ્યું હતું એડિટ બટન

મેટાએ ગત મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં થ્રેડ્સ માટે એડિટ બટન લોન્ચ કર્યું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ હવે કોઈ પણ પોસ્ટને એડિટ પણ કરી શકે છે. આ માટે યુઝર્સને માત્ર 5 મિનિટનો સમય મળે છે. આ સુવિધા વેબ યુઝર્સ માટે પણ અવેલેબલ છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં એડિટ ફીચર મોબાઈલ યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.

Best Mobiles in India

English summary
How to delete Threads account

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X