Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કમ્પ્યુટર ધીમું ચાલે છે? આ ફાઈલ્સ ડિલીટ કરો સ્પીડ વધી જશે
આપણે જેમ જેમ કમ્પ્યુટર વાપરીએ છીએ તેમ તેમ તેમાં રહેલા સોફ્ટવેર આપણે જે પણ કામ કરીએ તેની ફાઈલ્સ ક્રિએટ કરતા જાય છે. આ ફાઈલ્સને ટેમ્પરરી ફાઈલ્સ કહેવાય છે. જ્યારે પણ કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરીએ, ઈન્ટરનેટ વાપરીએ તો આ પ્રકારની ફાઈલ્સ ક્રેટ થતી હોય છે. ટેમ્પરરી રીતે આ ફાઈલ ઉપયોગી હોય છે, પરંતુ સમયાંતરે તેની જરૂર નથી રહેતી અને કમ્પ્યુટરમાં ભેગી થતી આવી ફાઈલ્સ સ્ટોરેજ રોકે છે, જેને કારણે કમ્પ્યુટરનું પર્ફોમન્સ ધીમું થતું જાય છે.

ટેમ્પરરી ફાઈલ્સ ક્લીન કરવાથી શું થાય?
જો તમે તમારા કમ્પ્યુટરમાંથી નિયમિત રીતે ટેમ્પરરી ફાઈલ્સ હટાવશો, ડિલીટ કરશો, તો તમારા કમ્પ્યુટરનું પર્ફોમન્સ પણ સુધરી જશે. કારણ કે આવી ભેગી થયેલી ફાઈલ્સ તમારા કમ્પ્યુટરને ધીમું કરે છે. ઘણીવાર આવી ફાઈલ્સને કારણે સોફ્ટવેર ક્રેશ પણ થઈ જાય છે. આ પ્રકારની ફાઈલ્સ ક્લીન કરવાથી તમારું સ્ટોરેજ ખાલી થાય છે. સિસ્ટમની સ્પીડ વધે છે અને ઓવરઓલ પર્ફોમન્સ સુધરે છે.
મેન્યુઅલી આ રીતે હટાવો ટેમ્પ ફાઈલ
તમારા કમ્પ્યુટરમાંથી ટેમ્પરરી ફાઈલ્સ હટાવવાનો એક રસ્તો સિસ્ટમમાં જ રહેલા ઈન બિલ્ટ ટૂલ્સ યુઝ કરવાનો છે. જો તમે વિન્ડોઝ યુઝર છો તોત મે ડિસ્ક ક્લીનઅપ ટૂલનો ઉપયોગ કરી શકો છો. સ્ટાર્ટ મેનુમાં જઈને ડિસ્ક ક્લીનઅપ લખશો, તો આ ટૂલ મળી જશે. આ ટૂલ તમને ટેમ્પરરી ફાઈલ્સ, કેશ ફાઈલ્સ જેવી વધારાની ફાઈલ્સ ક્લીન કરવાની સુવિધા આપે છે.
ઓટોમેટેડ ક્લીનિંગ ટૂલ્સ
આ ઉપરાંત તમે ટેમ્પરરી ફાઈલ્સ ક્લીન કરવા માટે, આ પ્રોસેસને ઓટોમેટ કરવા માટે થર્ડ પાર્ટી ટૂલ્સનો પપણ ઉપયોગ કરી શકો છો. CCleaner, Wise Disk Cleaner, BleachBit જેવા ટૂલ્સ એડવાન્સ ક્લીનિંગ ફીચર્સ ધરાવે છે, જે તમને ટેમ્પ ફાઈલ્સ હટાવવામાં મદદ કરે છે. આ ટૂલ્સ તમારી સિસ્ટમમાં રહેલી ટેમ્પરરી ફાઈલ્સ ડિલીટ કરી દેશે. આ ટૂલ્સ કેશ ફાઈલ્સ, લોગ ફાઈલ્સ ઉપરાંત બિનજરૂરી ડેટા પણ ડિલીટ કરી આપવાની સુવિધા ધરાવે છે.
રેગ્લુયર ક્લીનઅપ શેડ્યુલ કરો
તમારું પીસી ચોખ્ખું રહે, બરાબર કામ કરે તે માટે તમારે ટેમ્પરરી ફાઈલ્સને રેગ્યુલર હટાવતા રહેવું જોઈએ. આ માટે તમે ઈન બિલ્ટ સિસ્ટમ અથવા તો થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઓટોમેટેડ ક્લીનિંગ શેડ્યુલ કરી શકો છો. આવી ફાઈલ્સને ક્લીન કરવા માટે તમે સાપ્તાહિક કે માસિક ટાઈમર શેડ્યુલ કરી શકો છો. આ રીતે ટાઈમર સેટ કરવાથી તમારા કમ્પ્યુટરની વધારાની બિનજરૂરી ફાઈલ્સ ડિલીટ થતી રહેશે.
આટલું ધ્યાન રાખો
ટેમ્પરરી ફાઈલ્સ ડિલીટ કરતા સમયે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પણ જરૂરી છે. જો તમે કામ કરી રહ્યા છો, તો તમે જે સોફ્ટવેરમાં કામ કરો છો, તે બંધ કરો, જો તમે વર્ડ ફાઈલ કે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા છો તેને સેવ કરો, નહીં તો તમારો ડેટા જઈ શકે છે. તમે જ્યારે ટેમ્પ ફાઈલ હટાવો ત્યારે કઈ ફાઈલ હટાવો છો, તે ડબલ ચેક કરો. જો તમને કોઈ ફાઈલ ડાઉટફૂલ લાગે છે, તો આવી ફાઈલ્સ ડિલીટ ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications