Paytm અકાઉન્ટ ડિલીટ કરવું છે સરળ, આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

PayTm સૌથી વધુ લોકપ્રિય પેમેન્ટ એપ છે. જેમાં પૈસા ટ્રાન્સફર કરવાથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીની ઘણી સુવિધાઓ મળે છે. આ પેમેન્ટ એપ દ્વારા મોબાઈલ રિચાર્જ, વીજળી બિલ અને મૂવી ટિકિટથી લઈને બસ ટિકિટ પણ બુક કરી શકાય છે. પરંતુ માર્કેટમાં પેટીએમ સિવાય પણ બીજી ઘણી બધી પેમેન્ટ એપ છે. તેથી કેટલીકવાર યુઝરને જ્યારે એક એપથી બીજી એપ પર મૂવ થવું હોય, ત્યારે જૂની એપનું અકાઉન્ટ ડિલીટ કરવું હોય છે. આવી જ રીતે કેટલાક યુઝર્સ પેટીએમ અકાઉન્ટ પણ ડિલીટ કરવા ઈચ્છે છે. આ આર્ટિકલ દ્વારા અમે તમને પેટીએમ અકાઉન્ટ સંપૂર્ણ રીતે ડિલીટ કરવા માટેની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

Paytm અકાઉન્ટ ડિલીટ કરવું છે સરળ, આ સ્ટેપ્સ કરો ફોલો

આ સ્ટેપ્સ ફોલો કરીને ડિલીટ કરો પેટીએમ અકાઉન્ટ

પેટીએમના એન્ડ્રોઈન અને આઈઓએસ બંને યુઝર્સ પોતાનું અકાઉન્ટ ડિલીટ કરી શકે છે. બંને માટેની પ્રોસેસમાં ખાસ વધારે ફરક નથી.

એન્ડ્રોઈડ યુઝર્સ માટેના સ્ટેપ્સ

- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં પેટીએમ એપ ઓપન કરો.

- હવે ડાબી બાજુ દેખાતા ઓપ્શન પર ક્લિક કરીને એપનું મેનુ એપન કરો. હવે તમને જુદા જુદા વિકલ્પ જોવા મળશે, જ્યાં હેલ્પ એન્ડ સપોર્ટ નામનો વિકલ્પ પણ હશે. તેના પર ક્લિક કરો.

- હવે આગળ પ્રોફાઈલ સેટિંગ્સમાં જાવ. જો તમને આ વિકલ્પ ન દેખાતો હોય, તો પેજ સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ જાવ.

- અહીં તને સ્ક્રીનની વચ્ચે બ્લૂ કલરનો ચેટ વીથ અઝ નામનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

- બાદમાં તમને ઓટોમેટિક પર્સનલ આસિસ્ટન્ટ જુદા જુદા ઓપ્શન આપશે. અહીં તમને I want to close/delete my account વિકલ્પ પર ક્લિક કરો.

- બાદમાં તમને જુદા જુદા મહત્વના સરકારી નિર્દેશનું પાલન કરવા માટે કહેવામાં આવશે. આગળ વધવા માટે તમારે આ વાંચીને યસ વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તમારે એક કેન્સલ ચેક જેવા ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવા કહેશે.

- બસ આ પ્રોસેસ કર્યાના થોડા દિવસમાં તમારુ અકાઉન્ટ ડિલીટ થઈ જશે.

તમને જણાવી દઈએ કે આઈફોન એટલે કે આઈઓએસ યુઝર્સ માટે પણ પેટીએમ અકાઉન્ટ ડિલીટ કરવાની રીત ઉપર જણાવેલી પ્રોસેસ જેવી જ છે. બસ તમારે આઈઓએસ માટે એક અથવા બે સ્ટેપ વધારે ફોલો કરવા પડી શકે છે.

બેન્ક અકાઉન્ટ પણ ડિલીટ કરવાનો વિકલ્પ છે હાજર

જો તમારે તમારું પેટીએમ અકાઉન્ટ ડિલીટ ન કરવું હોય, તો તમે એપમાં લિંક કરેલું બેન્ક અકાઉન્ટ પણ ડિલીટ કરી શકો છો. આ માટે તમારે એપમાં UPI & Payment Settingsમાં જવું પડશે. તમારે જે અકાઉન્ટ રિમૂવ કરવું છે, તેના માટે Remove Account પર ક્લિક કરો. બાદમાં તમારે હવે યસ પર ક્લિક કરીને કન્ફર્મ કરવાનું રહેશે. આટલું કરતા જ તમારું લિંક કરેલું બેન્ક અકાઉન્ટ ડિલીટ થઈ જશે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Delete Paytm Account Follow the Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X