Google અકાઉન્ટને આ રીતે કરો ડિલીટ, પણ થશે આ નુક્સાન

By Gizbot Bureau
|

Google પોતાના યુઝર્સને અકાઉન્ટ ડિલીટ કરવા, તેમના અંગેનો ડેટા હટાવવા ઘણા સરળ રસ્તા આપે છે. યુઝર્સ Google પરથી પોતાનું અકાઉન્ટ માત્ર એક જ પ્રક્રિયા દ્વારા સરળતાથી હટાવી શકે છે. અથવા તો યુઝર્સ Gmail, Google Drive જેવી સ્પેસિફિકેશન ગૂગ સર્વિસ હટાવી શકે છે. આ ઉપરાંત તમે ધીરે ધીરે આ સર્વિસ વાપરવાનું બંધ પણ કરી શકો છો. યુઝર્સ માત્ર ગણતરીના સ્ટેપ્સને ફોલો કરીને કેટલીક મિનિટોમાં જ પોતાનુ Google અકાઉન્ટ ડિલીટ કરી શકે છે.

જો કે તમારે Google અકાઉન્ટ ડિલીટ કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે તેનાથી તમારા જીવનમાં શું ફરક પડશે? કારણ કે Google અકાઉન્ટ ડિલીટ કરવાને કારણે તમારી ગૂગલ અકાઉન્ટ સાથે જોડાયેલી કેટલીક એપ્સ, સર્વિસ અને ડેટાને પણ અસર થશે.

Google અકાઉન્ટને આ રીતે કરો ડિલીટ, પણ થશે આ નુક્સાન

Google અકાઉન્ટ ડિલીટ કરવાથી તમારી કેટલીક બાબતો બદલાઈ જશે. જેનું લિસ્ટ અમે અહીં આપી રહ્યા છીએ.

1. ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરવાથી તમે ગૂગલ ડ્રાઈવ, જીમેઈલ, યુટ્યુબ, ગૂગલ કોન્ટેક્ટ્સ, ગૂગલ ફોટોઝ જેવી ગૂગલ સર્વિસ નહીં વાપરી શકો છો, અને જો આ પ્લેટફોર્મ્સ પર તમારો કોઈ ડેટા છે, તો અકાઉન્ટ ડિલીટ કર્યા બાદ તેને એક્સેસ પણ નહીં કરી શકો.

2. તમે તમારી બધી જ ઓનલાઈન હિસ્ટ્રી ખોઈ નાખશો, જેમાં તમારી ગૂગલ મેપ ટ્રાવેલ હિસ્ટ્રી, ગૂગલ સર્ચ હિસ્ટ્રી અને યુટ્યુબ હિસ્ટ્રી સામેલ છે.

3. જો તમે ગૂગલ અકાઉન્ટનો ઉપયોગ કરીને કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ પર પણ અકાઉન્ટ બનાવ્યા છે, તો તેને પણ તમે એક્સેસ નહીં કરી શકો.

4. જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે, તો તમે પ્લે સ્ટોરનો ઉપયોગ નહીં કરી શકો.

5. તમારા ગૂગલ અકાઉન્ટ વગર તમે ક્રોમબૂકનો પણ યોગ્ય રીતે ઉપયોગ નહીં કરી શકો.

6. તમે એક ગેસ્ટ અકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જેવું તમે તેને લોગાઉટ કરશો, કે તેની બધી જ હિસ્ટ્રી, ડેટા, ફાઈલ્સ ગૂગલ હટાવી દેશે. તેને સ્ટોર નહીં કરે.

7. તમારું હાલ જે ગૂગલ યુઝર નેમ છે, તે પણ કાયમ માટે જતું રહેશે. તમે એ જ નામ સાથે ભવિષ્યમાં પણ ગૂગલ અકાઉન્ટ નહી બનાવી શકો.

8. જ્યારે તમે ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરો છ, ત્યારે તેને લગતો બધો જ ડેટા પણ ડિલીટ થઈ જશે. પરંતુ જો તમારે બધો જ ડેટા બચાવવો હોય તો તમે ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરતા પહેલા આ બધો જ ડેટા ડાઉનલોડ કરવા માટે Google Takeoutનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને તમારો બધો જ ડેટા એક જ જગ્યાએ મળી જશે. આટલું જાણ્યા પછી જો તમે તમારું ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરવા માટે તૈયાર છો, તો તેને કેવી રીતે ડિલીટ કરવું તેના સ્ટેપ્સ આગળ આપી રહ્યા છીએ.

Google અકાઉન્ટ ડિલીટ કરવા માટે આટલું કરો.

1. સૌથી પહેલા બ્રાઉઝરમાં અથવા ગૂગલ એપમાં જઈને ગૂગલ અકાઉન્ટ પર જાવ.

2. હવે Manage Google Account પર ક્લિક કરો.

3. અહીં Data and Privacy પર સ્લાઈડ કરો.

4. હવે તમારું ગૂગલ અકાઉન્ટ ડિલીટ કરવા માટે સ્ક્રોલ કરો.

5. વેરિફિકેશન માટે તમારા ગૂગલ અકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરો.

6. નેક્સ્ટ પર ક્લિક કરો અને આગળ વધતા જાવ.

Best Mobiles in India

English summary
How to delete google account and cons of deleting google account

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X