Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneનું સ્ટોરેજ છે ફૂલ, તો રીતે ડિલીટ કરો Cache ફાઈલ્સ
iPhoneમાં Cache ફાઈલ્સના કારણે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય, તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી સાબિત થવાનો છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી માહિતી જણાવીશું, જેના દ્વારા તમે આઈફોનમાં રહેલી Cache ફાઈલ્સને સરળતાથી ડિલીટ કરી શક્શો.

જો તમારા આઈફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ચૂક્યુ છે, અને ડિવાઈસ પહેલા કરતા સ્લો ચાલી રહ્યું છે, તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે આ આર્ટિકલ દ્વારા તમને એવા સ્ટેપ્સ જણાવીશું, જેના દ્વારા તમે ફોનમાં રહેલી Cache ફાઈલ એકદમ સરળતાથી ડિલીટ કરી શક્શો. જેના કારણે તમારા આઈફોનનું સ્ટોરેજ ફ્રી થઈ જશે, અને તમારો ફોન પહેલાની જેમ સરસ રીતે કામ કરવા લાગશે. તા ચાલો જાણી લઈએ કે આ Cache ફાઈ ડિલીટ કરવા માટે શું કરવું પડશે.
શું હોય છે Cache ફાઈલ્સ?
સામાન્ય રીતે Cache ફાઈલ્સ યુઝરના એક્સપીરિયન્સને વધારે સારો બનાવવાનું કામ કરે છે. પરંતુ લાંબા સમય સુધી વેબસાઈટ્સ અને એપ્સનો ઉપયોગ કરવાથી Cache ફાઈલ્સ સ્ટોરેજની જગ્યા રોકવા લાગે છે. જેને કારણે ફોનની સ્પીડ સ્લો થઈ જાય છે. આવી સ્થિતિમા Cache ફાઈલ્સ ડિલીટ કરવી અત્યંત જરૂરી છે.
સફારી વેબ બ્રાઉઝરમાં આ રીતે ડિલીટ કરો Cache ફાઈલ્સ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનના સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: હવે નીચેની તરફ સ્ક્રોલ કરો.
સ્ટેપ 3: અહીં તમને Safari એપ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમને Clear History and Website Data નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: આટુલં કરવાની સાથે જ તમારી બ્રાઉઝર હિસ્ટ્રીની સાથે સાથે Cache ફાઈલ્સ પણ ક્લિયર થઈ જશે.
એપમાંથી આ રીતે ક્લિયર કરો Cache ફાઈલ્સ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે અહીં સ્ટોરેજનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં Offload App નામના વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 4: આટલું કરતા જ તમારો સ્માર્ટ ફોન એ બધી એપ્સને જાતે જ ડિલીટ કરી દેશે, જેનો તમે ખૂબ જ ઓછો ઉપયોગ કરો છો.
સ્ટેપ 5: આ એપ્સની સાથે સાથે Cache ફાઈલ્સ પણ ડિલીટ થઈ જશે, અને સ્ટોરેજ પણ ફ્રી થઈ જશે.
Google Chromeમાંથી આ રીતે ક્લિયર કરો Cache ફાઈલ્સ
જો તમારા આઈફોનમાં તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો નીચે જમાવેલા સ્ટેપ્સની મદદથી તમે Cache ફાઈલ્સ ડિલીટ કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ ક્રોમ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે અહીં બોટમ રાઈટ કોર્નરમાં રહેલા 3 ડૉટ પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને હિસ્ટ્રી ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારે ટાઈણ રેન્જ સિલેક્ટ કરવાની છે, જે બાદ ક્લિયર બ્રાઉઝિંગ ડેટા પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: આટલું કરતા જ તમારા ફોનમાંથી Cacheની સાથે સાથે મીડિયા અને ફાઈલ્સ ડિલીટ થઈ જશે.
તમને એ પણ જણાવી દઈએ કે એપલે કેટલાક દિવસ પહેલા આઈફોન બીટા યુઝર્સ માટે iOS 16.6 અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટમાં ફોનની સિક્યોરિટીને વધુ મજબૂત કરવામાં આવી છે. સાથે જ ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલા બગ્સ પણ રિપેર કરવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં કંપની સ્ટેબલ યુઝર્સ માટે વધુ એક અપડેટ રિલીઝ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications