Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube ચેનલ બનાવવી છે સરળ, અહીં જાણો આખી રીત
YouTube સૌથી લોકપ્રિય વીડિયોઝ શેરિંગ અને ઓડિયન્સ એન્ગેજિંગ પ્લેટફોર્મમાંનું એક છે. આજના સમયમાં ઘણા લોકો પોતાના ફ્રી સમયમાં યુટ્યુબ પર વીડિયોઝ જોઈને ટાઈમપાસ કરે છે. બ્લોગર્સ કે ક્રિએટર્સ યુટ્યુબ ચેનલ પર પોતાના વીડિયોઝ કે શોર્ટ્સ પોસ્ટ કરીને પોતાનું કન્ટેન્ટ પોતાના ફોલોઅર્સ સુધી પહોંચાડે છે, અને લાખોની કમાણી કરે છે. યુટ્યુબ ચેનલ કોઈ પણ યુઝર માટે કમાણીનું ઉત્તમ સાધન બની શકે છે. જો કો, આ બધું કરતા પહેલા તમારી પાસે તમારી પોતાની એક યુટ્યુબ ચેનલ હોવી જરૂરી છે.

ઘણા લોકોને યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવી એ જફાવાળું કામ લાગે છે. પરંતુ એવું નથી. તમે માત્ર સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાની નવી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી શકો છો.
YouTube બનાવવાની રીત
- YouTube ચેનલ બનાવવા માટે તમારે સૌથી પહેલા તમારા કમ્પ્યુટર કે પછી મોબાઈલમાં YouTube ઓપન કરવાનું છે. પછી જમણી બાજુ સૌથી ઉપરની તરફ દેખાતા સાઈન ઈન બટન પર ક્લિક કરવાનું છે.
- તમારે જે ગૂગલ અકાઉન્ટથી પોતાની યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવી છે, તે ગૂગલ અકાઉન્ટ દ્વારા સાઈન ઈન કરો.
- હવે રાઈટ સાઈડમાં સૌથી ઉપરની તરફ તમને પ્રોફાઈલ આઈકન જોવા મળશે.
- આ પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો. હવે મેન્યુમાં જઈને Create Channel નામના વિકલ્પ પર ક્લિક કરો.
- અહીં નેમ કોલમમાં તમારું નામ લખો અને હેન્ડલમાં @ લગાવીને તમારે યુટ્યુબ ચેનલનું જે હેન્ડલ આઈડી રાખવું છે, તે લખી શકો છો. બાદમાં તમારે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે.
- અહીં તમને એક અપલોડ ઈમેજનો પણ ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરીને તમે તમારા ચેનલનો લોગો અપલોડ કરી શકો છો.
- તમે યુટ્યુબ ચેનલે કસ્ટમાઈઝ કરીને ચેનલ અંગેનું ડિસ્ક્રિપ્શન પણ એડ કરી શકો છો.
- આ ઉપરાંત તમે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વિટરની લિંક પણ તમારી ચેનલમાં એડ કરી શકો છો. જેના કારણે યુઝર્સ તમારા વીડિયો જોયા બાદ તમને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આસાનીથી ફોલો કરી શકે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
- સૌથી પહેલા તમારા રસ અને ઉદ્દેશ્યને સમજો. પછી એ બાબતનું ધ્યાન રાખો કે તમે કેવા પ્રકારનું અને કયા ટોપ્કિસ પર વીડિયો બનાવવા ઈચ્છી રહ્યા છો.
- બાદમાં તમારી ટાર્ગેટ ઓડિયન્સને સમજવાનો પ્રયાસ કરો. કન્ટેન્ટ ક્રિએટ કરતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમારા વ્યુઅર્સ કયા પ્રકારના છે, અને તેના માટે કેવા પ્રકારનું કન્ટેન્ટ યોગ્ય રહેશે.
- સાથે જ તમાર કોમ્પિટિટર્સની ચેનલ અને તેમની ઓડિયન્સ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
- ચેનલ્સ અને તેમના ફોલોઅર્સ જોવથી તમને સમજાઈ જશે કે તમારે કેવા પ્રકારનું કન્ટેન્ટ બનાવવું જોઈએ.
- યુટ્યુબ ચેનલ બનાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમારી પાસે એટલો સમય છે, જેમાં તમે રોજ એક વીડિયો બનાવીને અપલોડ કરી શક્શો. આ માટે તમે પહેલા 10-15 વીડિયો બનાવીને રાખી શકો છો, અને બાદમાં ચેનલ ક્રિએટ કરી વીડિયો અપલોડ કરી શકો છો.
- શરૂઆતમાં વધારે ફીચર્સ ધરાવતા વીડિયો એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ ન કરો. સામાન્ય વીડિયો એડિટિંગ સોફ્ટવેરથી શરૂઆત કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications