Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google પર AIની મદદથી બનાવો શબ્દો દ્વારા ફોટો, આટલું કરો
ગૂગલ સર્ચનો ઉપયોગ જુદા જુદા સવાલોના જવાબ મેળવવા માટે થાય છે. મોટા ભાગે આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. ગૂગલ સર્ચ કરવા માટેનું જ એન્જન છે. પરંતુ આ સિવાય પણ ગૂગલ ઘણી રીતે આપણને મદદ કરી શકે છે. સમય જતાની સાથે ગૂગલ પોતાના યુઝર્સ માટે જાતભાતના ઘણા ટૂલ્સ લોન્ચ કરી ચૂક્યુ છે, જે તમારા ઘણા કામ આસાન કરી શકે છે. ગૂગલ સર્ચની મદદથી હવે તમે એઆઈ ઈમેજ પણ ક્રિએટ કરી શકો છો. ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ ફીચરની મદદથી શબ્દો દ્વારા ઈમેજ બનાવી શકાય છે.

આમ તો ગૂગલે પોતાનું આ ફીચર ઓગસ્ટ મહિનામાં લોન્ચ કર્યુ હતું, પરંતુ હજી ઘણા યુઝર્સને આ વિશે ખ્યાલ નથી. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયોઝ જોયા હશે, જેમાં ક્રિએટર્સ કોઈ એપ કે વેબસાઈટનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઈમેજ ક્રિએટ કરે છે. હવે ગૂગલ પણ તમને આ માટે એઆઈની સુવિધા આપે છે. અત્યાર સુધી એઆઈનો ઉપયોગ માત્ર જવાબો મેળવવા માટે થતો હતો, પરંતુ હવે તમે તેની મદદથી ઈમેજ પણ ક્રિએટ કરી શકો છો.
ગૂગલે પોસ્ટ કર્યો છે સેમ્પલ વીડિયો
ગૂગલે પોતાની બ્લોગ પોસોટ્ના ડિસ્ક્રિપ્શનમાં જનરેટિવ એઆઈની મદદથી માત્ર શબ્દો દ્વારા કેવી રીતે એઆઈ ઈમેજ ક્રિએટ કરી શકાય છે, તેનો સેમ્પલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તમે આ વીડિયો જોઈને પણ આર્ટિફિશિયલ ઈમેજ ક્રિએટ કરતા શીખી શકો છો.
ગૂગલના સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ ફીચર દ્વારા ઈમેજ ક્રિએટ કરવી એકદમ સરળ છે. તમે ગૂગલ સર્ચ પર ઈમેજ માટે માત્ર ડિસ્ક્રિપ્શન એટલે કે તમારે કેવી ઈમેજ જોઈએ છે, તેનું વર્ણન કરીને તમને ગમે તેવી ઈમેજ ક્રિએટ કરી શકો છો.
Google Searchમાં આ રીતે બનાવો એઆઈ ઈમેજ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં અથવા તો કમ્પ્યુટરમાં ગૂગલ સર્ચ અથવા ગૂગલ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે જે પ્રકારની ઈમેજ ક્રિએટ કરવી છે, તેનું ડિસ્ક્રિપ્શન ટાઈપ કરો. દાખલા તરીકે તમે ડ્રો એન ઈમેજ ઓફ રેબિટ કૂકિંગ ફૂડ, ડ્રો એન ઈમેજ ઓફ મેન સિંગિંગ સોંગ લખી શકો છો.
સ્ટેપ 3: તમારું ડિસ્ક્રિપ્શન લખાઈ જાય એટલે એન્ટર પર ક્લિક કરો.
સ્ટેપ 4: બસ હવે તમારે માત્ર થોડીક ક્ષણો સુધી રાહ જોવાની છે. આટલું કર્યા બાદ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં એક આઈ જનરેટેડ ઈમેજ તમને સ્ક્રીન પર જોવા મળશે.
AI ઈમેજ જનરેટ કરતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખો.
- ગૂગલ સર્ચમાં સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સનું એક્સેસ હશે તો જ તમે ઈમેજ ક્રિએટ કરી શકો છો.
- સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ ફીચરનું એક્સેસ લેવા માટે તમારે Search Labs જોઈન કરવું જરુરી છે.
- Google Labs (labs.withgoogle.com)માં ગૂગલ સર્ચ લેબ્સ વેઈટ લિસ્ટ ઓપન કરીને તમે નેક્સ્ટ પેજ પર જોઈન બટન પર ક્લિક કરીને આ ફીચર મેળવી શકો છો.
- ગૂગલનું આ ફીચર ગૂગલ એપ પર ઉપરની તરફ ડાબી બાજુ બીકર આઈકન જેવું દેખાય છે.
- આ બીકર આઈકન પર ક્લિક કરવાથી તમે આ નવું પીચર ટ્રાય કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications