Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સરકારી ઓફિસમાં નથી થતું કામ, તો આ રીતે ઓનલાઈન કરો ફરિયાદ
જો કોઈ સરકારી કર્મચારી તમારું કામ કરવામાં આનાકાની કરે છે અથવા તો સરકારના કોઈ વિભાગમાં તમારું કામ અટકેલું છે, તો ભારત સરકારના CPGRAMS ઓનલાઈન પોર્ટલ દ્વારા તમે આવા કર્મચારીઓની ફરિયાદ કરી શકો છો. ભારત સરકારનું આ ઓનલાઈન પોર્ટલ CPGRAMS (Centralized Public Grievance Redress and Monitoring System) 2007માં લોન્ચ થયું હતું. આ પોર્ટલ દ્વારા તમે કેન્દ્ર અને રાજ્ય સરકારના દરેક વિભાગને લગતી ફરિયાદ કરી શખો છો. આ ઓનલાઈન પોર્ટલ ખાસ કરીને બેન્કિંગ, ફાઈનાન્શિયલ, પેન્શન જેવી સેવા પ્રાપ્ત કરનાર લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવ્યું છે.

આ ઓનલાઈન પોર્ટલ પર તમે સરકારી કર્મચારી, RTI મેટર્સ, કોર્ટ સંબધિત મેટર્સ, ધાર્મિક મામલાઓની ઘરે બેઠા બેઠા જ ફરિયાદ કરી શકો છો. સરકારનું આ ઓનલાઈન પોર્ટલ નાગરિકોને 24 કલાક કોઈ પણ વિભાગની ફરિયાદ દાખલ કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત યુઝર્સ આ સુવિધાનો લાભ UMANG એપ દ્વારા પણ લઈ શકે છે. એટલે કે તમે મોબાઈલ દ્વારા પણ ફરિયાદ દાખલ કરી શકો છો. જો કે આ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવા માટે તમારે પહેલા અકાઉન્ટ બનાવવું પડશે. જો તમે કરેલી ફરિયાદ પર ગ્રિવાન્સ ઓફિસર દ્વારા આપવામાં આવેલા જવાબથી તમને સંતોષ નથી તો તમે ફીડબેક પણ આપી શકો છો.
કેવી રીતે કરશો ફરિયાદ?
- સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે સૌથી પહેલા તમારે CPGRAMSની વેબસાઈટ https://pgportal.gov.in/Registration પર જવાનું છે અને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- અહીં તમારે નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ વગેરે માહિતી ઈનપુટ કરવાની છે.
- આ ઉપરાંત તમે મોબાઈલ નંબર અને ઓટીબી દ્વારા પણ તેમાં લોગ ઈન કરી શકો છો.
- બાદમાં તમારા ઈમેઈલ એડ્રેસ પર યુઝર ક્રિએટ કરવા માટેની લિંક આવશે.
- યુઝર ક્રિએટ કરવા માટે તમારે લોગ ઈન વિન્ડો પર જવાનું છે.
- તમારા ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને આ પોર્ટલ પર લોગ ઈન કરો.
- લોગ ઈન કર્યા બાદ તમને પબ્લિક ગ્રિવાન્સિસ સહિતના વિકલ્પ મળશે.
- તમારે જે વિભાગની ફરિયાદ કરવાની છે, તે ડ્રોપ ડાઉન મેન્યુમાંથી પસંદ કરો.
- જો તમારે જે વિભાગ વિરુદ્ધની ફરિયાદ કરવી છે તે સંબંધિત વિભાગ મેન્યુમાંથી નથી મળતો, તો અધર્સ સિલેક્ટ કરીને આગળ વધો.
- અહીં તમને ફરિયાદ લખવા માટે એક વિન્ડો મળશે, જેમાં તમે 2000 શબ્દોમાં ફરિયાદ દાખલ કરી શકો છો.
- બાદમાં તમારે ફરિયાદને લગતા ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
- આગળના સ્ટેપમાં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. આટલું કરતા જ તમારી ફરિયાદ દાખલ થઈ જશે.
એકવાર તમારી ફરિયાદ દાખલ થઈ જાય બાદમાં તમે તેનું ફોલોઅપ પણ લઈ શકો છો. તમે આ જ પોર્ટલ પર અથવા તો ઉમંગ એપ પર લોગ ઈન કરીને સ્ટેટસ જાણી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને ઈમેઈલ અને SMS દ્વારા જાણ પણ કરવામાં આવશે. જો કમે ફરિયાદ સામે લેવાયેલા પગલાંથી ખુશ નથી તો તમે રેટિંગ તરીકે ફીડબેક પણ આપી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications