Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneના સિક્રેટ કેમેરા ફીચર સાથે આ રીતે પાડો લાઈટ ટ્રેલ ફોટોઝ
જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો તમે એવા ફોટોઝ જરૂર જોયા હશે, જ્યાંત મને માત્ર ચમકતી લાલ, પીળા અને સફેદ કલરની લાઈન્સ જોવા મળે. આવા આકર્ષક ફોટોઝને લાઈટ ટ્રેલ ફોટો કહેવામાં આવે છે. આવા ફોટોઝ કેપ્ચર કરવા અમેચ્યોર ફોટોગ્રાફર્સ માટે થોડા અઘરા છે. સામાન્ય રીતે આવા ફોટોઝ DSLR એટલે કે ડિજિટલ સિંગલ લેન્સ રિફ્લેક્સ કેમેરા દ્વારા જ લઈ શકાય છે. જેમાં શટર સ્પીડ ઓછી કરવામાં આવે છે, જેથી ગતિ સાથે જતી લાઈટ્સ કેપ્ચર થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે iPhone 14, iPhone 13, iPhone 12, iPhone 11, iPhone SE3 છે, તો મારા ફોનમાં એક હિડન કેમેરા ફીચર છે, જેનો ઉપયોગ કરીને તમે આ શોટ્સ બનાવી શકો છો. ચાલો, જાણીએ આખી ટ્રિક ડિટેઈલમાં.

iPhone લાઈટ ટ્રેલ ફોટોગ્રાફી શું છે?
જો તમને લાઈટ ટ્રેલ ફોટોગ્રાફી વિશે ખ્યાલ નથી, તો તમને જણાવી દઈએ એ કે આ એક એવી લાંબી એક્સપોઝર ફોટોગ્રાફી છે, જે લાઈટની ગતિ દર્શાવે છે. આવા ફોટોઝ લેવા માટે શટર સ્પીડ ખૂબ જ ઓછી કરવી પડે છે, જેથી શટરને ખુલીને બંધ થવામાં સમય લાગે અને ત્યાં સુધીમાં લાઈટનું રિફ્લેક્શન લેન્સમાં આવી શકે. આ પરિસ્થિતિમાં લાઈટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે, એટલે શરૂના સ્થાનથી અંતના સ્થાન સુધીમાં લાંબી લાઈન બની જાય છે.
પરંતુ આવા શોટ્સ લેવા માટે આઈફોનનો ઉપયોગ કરવામાં માત્ર એક જ સમસ્યા છે. તમે આઈફોન પર શટર સ્પીડ કંટ્રોલ નથી કરી શક્તા. પરંતુ આઈફોનમાં એક પાવરફૂલ ઈમેજ પ્રોસેસિંગ સિસ્ટમ આપવામાં આ છે, જે સોફ્ટવેરનો ઉપયોગ કરીને હાર્ડવેર સમસ્યાનો ઉકેલ લાવી આપે છે. જો તમે આ વિશે નથી જાણતા તો તમને કહી દઈએ કે આઈફોનમાં કેમેરા સેટિંગ્સમાં એક મોટો એક્સપોઝર મોડ હોય છે. જો કે, આ મોડ શટર સ્પીડ ઓછી નથી કરતો, પરંતુ તેને બ્લર કરીને લાઈટ ટ્રેલ શોટ્સ જેવી ઈફેક્ટ તૈયાર કરી આપે છે.
પરંતુ આ પ્રકારના ફોટોની ક્વોલિટી DSLR કેમેરા જેવી બિલકુલ નથી હોતી. જો કે આ સેટિંગ્સની મદદથી એવા ફોટોઝ જરૂર ક્લિક કરી શકાય છે, જે તમે સોશિયલ મીડિયા પર શૅર કરી શકો. પરંતુ આમાં ફોટોગ્રાફીની ટેલેન્ટની કોઈ જરૂર નથી હોતી. આ સેટિંગ સર્ચ કરવામાં થોડી મુશ્કેલી પણ આવી શકે છે. આ પ્રકારના ફોટોઝ ક્લિક કરવા માટે તમને અમે નીચે સ્ટેપ આપ્યા છે, જેને ફોલો કરીને તમે લાઈટ ટ્રેલ ફોટો ક્રિએટ કરી શકો છો.
iPhone પર Long Exposure ફોટો આ રીતે લો
1. સૌથી પહેલા તમારા આઈફોન પર કેમેરા એપ ઓપન કરો અને લાઈન ફોટો ઓન કરો.
2. હવે તમારે જે ફ્રેમમાં ફોટો ક્લિક કરવો છે, તે ફ્રેમ એડજસ્ટ કરીને ફોટો પાડો.
3. આ ફોટોને ફોટો એપમાં ઓપન કરો.
4. હવે લાઈવ ફોટો પર ટેપ કરો અને બાદમાં લાઈવ ફોટો ડ્રોપડાઉન મેન્યુ પર ટેપ કરો.
5. અહીં તમને Long Exposure નામનો વિકલ્પ મળશે, તે પસંદ કરો.
6. તમે ક્લિક કરેલા ફોટોમાં હવે લોંગ એક્સપોઝર ઈફેક્ટ જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications